AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુરુ ગ્રહ પાસે થઈ ગયા સૌથી વધુ ચંદ્ર, 12 નવા ચંદ્રની શોધને કારણે તેને શનિ ગ્રહને પાછળ છોડ્યો

ગુરુ ગ્રહની આસપાસ બાર નવા ચંદ્રો મળી આવ્યા હતા, હવે તેમની પુષ્ટિ થઈ છે. અગાઉ ગુરુને 80 અને શનિને 83 ચંદ્રો હતા. પરંતુ બાર નવા ચંદ્રની પુષ્ટિ થયા પછી, ગુરુ ગ્રહ પર હવે 92 ચંદ્ર છે.

ગુરુ ગ્રહ પાસે થઈ ગયા સૌથી વધુ ચંદ્ર, 12 નવા ચંદ્રની શોધને કારણે તેને શનિ ગ્રહને પાછળ છોડ્યો
Symbolic ImageImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 10:57 PM
Share

સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ગુરૂ સૌરમંડળનો રાજા છે. હવે તેના તાજમાં વધુ એક હીરાનો ઉમેરો થયો છે. ગુરુ હવે સૌરમંડળમાં સૌથી વધુ સંખ્યામાં ચંદ્રો ધરાવતો ગ્રહ બની ગયો છે. ગુરુ ગ્રહની આસપાસ બાર નવા ચંદ્રો મળી આવ્યા હતા, હવે તેમની પુષ્ટિ થઈ છે. અગાઉ ગુરુને 80 અને શનિને 83 ચંદ્રો હતા. પરંતુ બાર નવા ચંદ્રની પુષ્ટિ થયા પછી, ગુરુ ગ્રહ પર હવે 92 ચંદ્ર છે.

આ પણ વાંચો: Tech Tips: ક્યાંક તમારા ડિવાઈસમાં તો નથીને કોઈ બોટ, આ રીતે શોધો અને કરો દૂર

સ્કાય એન્ડ ટેલિસ્કોપ અનુસાર નવા ચંદ્ર કદમાં નાના છે. તેમનો વ્યાસ 1થી 3.2 કિમી છે. 12માંથી 9 ચંદ્ર ગુરુ ગ્રહની આસપાસ ફરતા 550 દિવસ લે છે. ગુરુ ગ્રહથી સૌથી દૂર રહેલા ચંદ્રો ગુરુના પરિભ્રમણની વિરુદ્ધ દિશામાં ફરે છે. વિરુદ્ધ દિશામાં ફરતા ચંદ્રોને રેટ્રોગ્રેડ ઓર્બિટ મૂન કહેવામાં આવે છે. એટલે કે, આ ચંદ્રો પ્રથમ એસ્ટરોઇડ હતા, જે હવે ગુરુની ગુરુત્વાકર્ષણ શક્તિને કારણે તેની ભ્રમણકક્ષામાં આગળ વધી રહ્યા છે.

આ 12 ચંદ્ર 2021 અને 2022 ની વચ્ચે કાર્નેગી ઇન્સ્ટિટ્યુશન ફોર સાયન્સ, વોશિંગ્ટનના ખગોળશાસ્ત્રી સ્કોટ શેફર્ડ દ્વારા શોધવામાં આવ્યા હતા. જે બાદ તેણે ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન માઈનોર પ્લેનેટ સેન્ટરને પોતાની શોધ વિશે જણાવ્યું. આ સંસ્થા સૌરમંડળના નાના પથ્થરો, ગ્રહો વગેરે પર નજર રાખે છે. ચંદ્રોને સત્તાવાર રીતે ઓળખવામાં આવે તે પહેલાં, તેમની ભ્રમણકક્ષાની તપાસ કરવામાં આવે છે. એટલે કે તેની આખી યાત્રા, પછી પુષ્ટિ થાય છે.

અગાઉ, ગુરુ ચાર મોટા ગેલિલિયન ચંદ્રોના કુદરતી ગ્રહ તરીકે ઓળખાતો હતો. આ ચંદ્રોની શોધ 1610 માં ગેલિલિયો ગેલિલી દ્વારા કરવામાં આવી હતી. તેમાં Io છે, જેમાં લાવાના સરોવરો છે. ઘણા બધા જ્વાળામુખી ફાટી નીકળે છે. યુરોપા સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલું છે. અંદર સમુદ્ર છે. ગેનીમીડ એ સૌરમંડળનો સૌથી મોટો ચંદ્ર છે. તે બુધ ગ્રહ કરતા મોટો છે. ચોથું છે કેલિસ્ટો(Callisto). તે સૌરમંડળનો સૌથી ખાડાવાળો એટેલે કે ક્રેટર વાળો ચંદ્ર છે.

આ વર્ષે યુરોપિયન સ્પેસ એજન્સી તેનું જ્યુસ (JUICE) એટલે કે જ્યુપિટર આઈસી મૂન એક્સપ્લોરર લોન્ચ કરવા જઈ રહી છે. જેથી ગુરુ અને અન્ય ચારનો અભ્યાસ કરી શકાય. આ પછી, આવતા વર્ષે નાસા તેનું યુરોપા ક્લિપર મિશન મોકલી રહ્યું છે. જેથી તે યુરોપા ચંદ્રનો નજીકથી અભ્યાસ કરી શકે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">