AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: ક્યાંક તમારા ડિવાઈસમાં તો નથીને કોઈ બોટ, આ રીતે શોધો અને કરો દૂર

સરકાર તમને એક એવી સુવિધા આપે છે, જેના દ્વારા તમે તમારા ડિવાઈસને બોટ ફ્રી બનાવી શકો છો. અમે સાયબર સ્વચ્છતા કેન્દ્ર વિશે વાત કરી રહ્યા છીએ, જે સાયબર સુરક્ષાને લગતી બાબતો અને સમસ્યાઓનું નિરાકરણ કરે છે. તે તમારા ડિવાઈસ પર બૉટોને શોધવામાં અને સુરક્ષિત રહેવામાં મદદ કરે છે.

Tech Tips: ક્યાંક તમારા ડિવાઈસમાં તો નથીને કોઈ બોટ, આ રીતે શોધો અને કરો દૂર
તમારી અંગત વિગતો ઓનલાઈન શેર કરવાનું ટાળો. કારણ કે, સ્કેમર્સ તમારા પર નજર રાખવા માટે તેનો ઉપયોગ કરી શકે છે.Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 10:08 PM
Share

છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર સાયબર સુરક્ષાને લઈને ઘણી સક્રિય બની છે. સરકાર એવા અનેક પગલાં લેતી રહે છે, જેથી આપણે આવા જોખમોથી બચી શકીએ તો જો તમારું ઉપકરણ બોટનેટ (Botnet) દ્વારા પ્રભાવિત થાય તો તમે શું કરશો? ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સરકાર તમને એક એવી સુવિધા આપે છે, જેના દ્વારા તમે તમારા ડિવાઈસને બોટ ફ્રી બનાવી શકો છો. અમે સાયબર સ્વચ્છતા કેન્દ્ર વિશે વાત કરી રહ્યા છીએ, જે સાયબર સુરક્ષાને લગતી બાબતો અને સમસ્યાઓનું નિરાકરણ કરે છે. તે તમારા ડિવાઈસ પર બૉટોને શોધવામાં અને સુરક્ષિત રહેવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: એન્ડ્રોઈડ પર One Handed Modeનો આ રીતે કરો ઉપયોગ, ફોન કંટ્રોલ કરવો થશે સરળ

સાયબર સ્વચ્છતા કેન્દ્ર શું છે?

સાયબર સ્વચ્છતા કેન્દ્ર અથવા તેના બદલે કહો કે બોટનેટ ક્લીનિંગ એન્ડ માલવેર એનાલિસિસ સેન્ટર ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) હેઠળ ભારત સરકારની ડિજિટલ ઈન્ડિયા પહેલનો એક ભાગ છે. તે ભારતમાં વધુ સુરક્ષિત સાયબર સ્પેસ બનાવવા માટે બોટનેટ સંક્રમણને શોધી અને સૂચિત કરીને વપરાશકર્તાઓની સફાઈ અને સુરક્ષા પ્રણાલીઓને સક્ષમ કરવામાં મદદ કરે છે, જેથી વધુ સંક્રમણ અટકાવી શકાય.

સુરક્ષિત સાયબર ઈકો સિસ્ટમ બનાવવાના પ્રયાસો

જણાવી દઈએ કે સાયબર સ્વચ્છતા કેન્દ્રની સ્થાપના ‘રાષ્ટ્રીય સાયબર સુરક્ષા નીતિ’ના ઉદ્દેશ્યો અનુસાર કરવામાં આવી છે, જે દેશમાં એક સુરક્ષિત સાયબર ઈકો-સિસ્ટમ બનાવવાની કલ્પના કરે છે. આ સેન્ટર ઈન્ટરનેટ સર્વિસ ઓપરેટર્સ અને પ્રોડક્ટ/એન્ટીવાઈરસ કંપનીઓ સાથે સંકલન અને સહયોગથી કાર્ય કરે છે.

આ વેબસાઈટ વપરાશકર્તાઓને તેમની સિસ્ટમ/ઉપકરણોને સુરક્ષિત કરવા માટે માહિતી અને ટુલ્સ પ્રોવાઈડ કરે છે. આ કેન્દ્ર ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 70Bની જોગવાઈઓ હેઠળ ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (Cert.In) દ્વારા સંચાલન કરવામાં આવે છે.

ગેરફાયદા શું હોઈ શકે?

જો તમારું કમ્પ્યુટર અથવા ડિવાઈસ ‘બોટ’ નામના માલવેરથી સંક્રમિત છે અને બોટનેટનો એક ભાગ બની ગયું છે તો તમને ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે. તમારા કમ્પ્યુટર અથવા ડિવાઈસ પરની માહિતીની ચોરી થઈ શકે છે અને તેનો ઉપયોગ સ્પામ મોકલવા માટે થઈ શકે છે. તમારા ડિવાઈસનો ઉપયોગ અન્ય કમ્પ્યુટર અથવા ઉપકરણો પર હુમલાઓ કરવા માટે પણ થઈ શકે છે

કેવી રીતે હટાવવો માલવેર?

માલવેરને દૂર કરવા અને તમારા કમ્પ્યુટર અથવા ઉપકરણની સુરક્ષાને બહેતર બનાવવા માટે પગલાં લેવા માટે તમારે સાઈટ પર બતાવવામાં આવેલા ટુલથી સ્કેન કરવુ પડશે અને તમારા કમ્પ્યુટર અથવા ડિવાઈસની સુરક્ષામાં સુધાર કરવા આ પગલા લેવા પડશે. તમે એ એન્ટી વાયરસ કંપનીઓની વેબસાઇટ્સની મુલાકાત લઈ શકો છો જે આ પહેલ માટે મફત બોટ રિમુવલ ટુલ ઓફર કરી રહી છે.

સરકારની Cyber Swachhta Kendra સાઈટ પર તમે ફ્રી બોટ રિમૂવલ ટૂલ્સ અને અન્ય જરૂરી ટૂલ્સ/સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે, સિક્યોરિટી ટૂલ્સ ડાઉનલોડ સેક્શનની મુલાકાત લઈને તમારા ડિવાઇસ અનુસાર ટૂલ્સ ડાઉનલોડ કરી શકો છો.

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
g clip-path="url(#clip0_868_265)">