AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા PAN કાર્ડ પર કોઈએ Loan તો નથી લીધી ને? ઘરે બેઠા આ રીતે કરો ચેક

આજના ડિજિટલ યુગમાં પૅન કાર્ડ (PAN Card) એ માત્ર ઓળખપત્ર નથી પણ આપણી નાણાકીય ઓળખનો મુખ્ય આધાર છે. એવામાં શું તમે જાણો છો કે, તમારી જાણ બહાર કોઈ બીજું વ્યક્તિ પણ તેનો દુરુપયોગ કરીને તમારા નામે Loan લઈ શકે છે?

તમારા PAN કાર્ડ પર કોઈએ Loan તો નથી લીધી ને? ઘરે બેઠા આ રીતે કરો ચેક
| Updated on: Nov 17, 2026 | 6:39 PM
Share

આજના સમયમાં PAN Card આપણી આર્થિક ઓળખ સાથે જોડાયેલો એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. બેંક ખાતું ખોલાવવાથી લઈને ઇન્કમ ટેક્સ ભરવો હોય કે લોન લેવી હોય… લગભગ દરેક જરૂરી નાણાકીય કામમાં પૅન કાર્ડની જરૂર પડે જ છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તમારા પૅન કાર્ડનો ઉપયોગ કરીને કોઈ અન્ય વ્યક્તિ પણ તમારા નામે લોન લઈ શકે છે?

વાત એમ છે કે, જો તમારું PAN Card ખોટા હાથોમાં આવી જાય તો તેનાથી પણ ફ્રોડ થઈ શકે છે. એવામાં જ્યારે પણ આવી સ્થિતિ આવે, ત્યારે તમારે આર્થિક નુકસાનની સાથે-સાથે ભવિષ્યમાં લોન લેવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ બધાની વચ્ચે સારી વાત એ છે કે, તમે ઘરે બેઠા ઓનલાઈન જાણી શકો છો કે તમારા નામે કેટલી લોન અને ક્રેડિટ એકાઉન્ટ ચાલી રહ્યા છે.

તપાસ કરો કે, કોઈ અન્યએ લોન તો નથી લીધી ને?

  1. સૌપ્રથમ તમારા મોબાઈલ અથવા કમ્પ્યુટરમાં ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલો.
  2. હવે CIBIL ની સત્તાવાર વેબસાઇટ https://www.cibil.com પર જાઓ.
  3. અહીં તમને ‘Get Your CIBIL Score’ નો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરીને આગળ વધો.

માહિતી ભરવી જરૂરી છે

  • પહેલા સ્ટેપને પૂરું કર્યા પછી તમારી સામે અલગ-અલગ સબસ્ક્રિપ્શન પ્લાન આવી શકે છે.
  • તમારી જરૂરિયાત મુજબ એક પ્લાન પસંદ કરો. તમારો મોબાઈલ નંબર, જન્મ તારીખ અને ઈમેઈલ આઈડી દાખલ કરીને લોગિન માટે પાસવર્ડ બનાવો.
  • આ પછી ‘ID Type’ માં ‘Income Tax ID’ નો વિકલ્પ પસંદ કરો.
  • તમારો પૅન નંબર દાખલ કરો અને ‘Verify Your Identity’ પર ક્લિક કરીને સ્ક્રીન પર આવી રહેલા નિર્દેશોનું પાલન કરો.
  • જો પ્લાન માટે ફી લાગુ પડતી હોય, તો તેની ચુકવણી કરો. આ પછી ઈમેઈલ પર આવેલા OTP ના માધ્યમથી લોગિન કરો અને બાકી રહેલી માહિતી ભરો.
  • હવે તમારી ક્રેડિટ રિપોર્ટ તમારી સામે હશે, જેમાં તમારા નામે ચાલી રહેલી તમામ લોન અને ક્રેડિટ કાર્ડ્સની વિગતો હશે.
  • તમારી રિપોર્ટને ધ્યાનથી ચેક કરો. જો તમને તેમાં કોઈ એવી લોન કે ક્રેડિટ એકાઉન્ટ દેખાય જે તમે ક્યારેય લીધી નથી, તો તેને બિલકુલ પણ નજરઅંદાજ ન કરો.

ક્રેડિટ રિપોર્ટમાં નકલી લોન દેખાવા પર શું પગલાં ભરવા?

  1. આમાં જે બેંક કે નાણાકીય સંસ્થાના નામે તે લોન બતાવી રહી છે, તરત જ તેમનો સંપર્ક કરો.
  2. તેમની પાસેથી આ નકલી લોનની પૂરી માહિતી માંગો અને તેને હટાવવા માટે તમારી ફરિયાદ નોંધાવો.
  3. પૅન કાર્ડના ખોટા ઉપયોગની સ્થિતિમાં તમે ઇન્કમ ટેક્સ વિભાગના ફરિયાદ પોર્ટલની મદદ લઈ શકો છો.
  4. પૅન (PAN) સાથે જોડાયેલી ફરિયાદ સીધી નોંધાવવા માટે સત્તાવાર વેબસાઇટ https://incometax.intelenetglobal.com/pan/pan.asp પર જાઓ.

સોનામાં 13 વર્ષનો રેકોર્ડ તૂટશે? ભાવ શિખરે જશે કે હજુ મોટો કડાકો આવશે? જાણો-બજારની અંદરની વાત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">