આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને કઈ કઈ સુવિધાઓ મળે છે ?

|

Jul 16, 2024 | 7:59 PM

દેશની રક્ષા કરતી વખતે શહીદ થયેલા જવાનોના પરિવારને સરકાર આર્મી ગ્રુપ ઈન્સ્યોરન્સ તરીકે 25 લાખ રૂપિયા આપે છે. આ સાથે આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન, સૈનિક કલ્યાણ બોર્ડ સહિત અનેક સંસ્થાઓ પણ શહીદોના પરિવારોને આર્થિક મદદ કરે છે.

આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને કઈ કઈ સુવિધાઓ મળે છે ?
Indian Army

Follow us on

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં 5 જવાન શહીદ થયા છે. રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસ સોમવારે અહીં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કરતા 5 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. હવે સવાલ એ થાય છે કે દેશની રક્ષા કરતા શહીદ થયેલા જવાનોને સરકાર શું સુવિધાઓ આપે છે ?

દેશ માટે શહીદ થયેલા જવાનોને સરકાર આ સુવિધાઓ આપે છે

દેશની રક્ષા કરતી વખતે શહીદ થયેલા જવાનોના પરિવારને સરકાર આર્મી ગ્રુપ ઈન્સ્યોરન્સ તરીકે 25 લાખ રૂપિયા આપે છે. આ સાથે આર્મી વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન, સૈનિક કલ્યાણ બોર્ડ સહિત અનેક સંસ્થાઓ પણ શહીદોના પરિવારોને આર્થિક મદદ કરે છે. શહીદોની વિધવાઓને પણ દર મહિને પેન્શન આપવામાં આવે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા 10 લાખ રૂપિયા આપવામાં આવે છે અને જે રાજ્યમાં શહીદ રહે છે, તે રાજ્ય પણ શહીદના પરિવારને આર્થિક મદદ કરે છે. રાજ્યો દ્વારા આપવામાં આવતી સહાયની રકમ અલગ-અલગ હોય છે.

શિક્ષણ અને તબીબી ખર્ચ

ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શહીદોના પરિવારના બાળકોને શિક્ષણ અને સારવારના ખર્ચમાં પણ છૂટ મળે છે. શહીદ અથવા મિસિંગ સૈનિકોના બાળકોને સંપૂર્ણ ટ્યુશન ફી આપવામાં આવે છે. આ ઉપરાંત સ્કૂલ બસનો ખર્ચ અને રેલવે પાસ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત બોર્ડિંગ સ્કૂલ અને કોલેજમાં ભણતા બાળકો માટે હોસ્ટેલ ફી, કોપી-બુક માટે વાર્ષિક રૂ. 2000, યુનિફોર્મ માટે રૂ. 2000, કપડાં માટે રૂ. 700 અને ECHS હેઠળ મફત સારવાર પણ આપવામાં આવે છે. આ માટે ECHSનું મફત સભ્યપદ આપવામાં આવે છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

આ ઉપરાંત MBBSમાં કુલ 42 સીટો અને BDS કોર્સમાં 3 સીટો શહીદોના બાળકો માટે અનામત છે. આ ઉપરાંત શહીદોની પત્નીઓને રેલ મુસાફરીમાં રાહત માટે કન્સેશન કાર્ડ પણ આપવામાં આવે છે.

Next Article