ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું એ કેવી રીતે ખબર પડશે? કોણ કરે છે સત્તાવાર જાહેરાત?
એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાનું નામ નથી લઇ રહ્યુ , તો બીજી તરફ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિ પણ ઝડપથી બગડી રહી છે.તો આ તરફ ભારત અને પાકિસ્તાનની સ્થિતિ પણ માંડ સીઝફાયરના કારણે કાબુમાં આવી છે. આવી સ્થિતિમાં, સામાન્ય લોકોના મનમાં એક પ્રશ્ન સતત ફરતો રહે છે, શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થયું છે ? શું આની પણ કોઈ સત્તાવાર જાહેરાત થાય છે?

હાલના સમયમાં વિશ્વમાં ઘણા દેશો વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાનું નામ નથી લઇ રહ્યુ , તો બીજી તરફ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની પરિસ્થિતિ પણ ઝડપથી બગડી રહી છે.તો આ તરફ ભારત અને પાકિસ્તાનની સ્થિતિ પણ માંડ સીઝફાયરના કારણે કાબુમાં આવી છે. આવી સ્થિતિમાં, સામાન્ય લોકોના મનમાં એક પ્રશ્ન સતત ફરતો રહે છે, શું ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થયું છે ? શું આની પણ કોઈ સત્તાવાર જાહેરાત થાય છે? આપણને કેવી રીતે ખબર પડશે કે ત્રીજુ વિશ્વયુદ્ધ શરુ થઇ ગયુ ?
વિશ્વયુદ્ધની શરુ થયુ કેવી રીતે ખબર પડે ?
વિશ્વયુદ્ધ એટલે વિશ્વના ઘણા મોટા દેશો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામેલ થાય એવું યુદ્ધ. અત્યાર સુધી, માનવ ઇતિહાસમાં બે વિશ્વયુદ્ધો થયા છે, પ્રથમ વિશ્વયુદ્ધ (1914-૧૯૧૮) અને બીજું વિશ્વયુદ્ધ (1939-1945). બંને યુદ્ધો એક જ ઘટનાથી શરૂ થયા હતા, પરંતુ ધીમે ધીમે સમગ્ર વિશ્વને ઘેરી લીધું. એ ગેરસમજ છે કે ત્રીજું વિશ્વયુદ્ધ કોઈપણ પ્લેટફોર્મ પરથી સત્તાવાર જાહેરાત સાથે શરૂ થશે. આજના વિશ્વમાં, યુદ્ધ ગુપ્ત રીતે, સાયબર હુમલાઓ, આર્થિક પ્રતિબંધો, આતંકવાદી હુમલાઓ અને તકનીકી શસ્ત્રો દ્વારા લડવામાં આવે છે. તેથી, તે અચાનક શરૂ થઈ શકે છે અને ક્યારેક લોકોને મહિનાઓ પછી ખ્યાલ આવે છે કે તેઓ યુદ્ધની સ્થિતિમાં જીવી રહ્યા છે.
વિશ્વયુદ્ધ પહેલા કયા સંકેત મળશે ?
ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં, રશિયા વિરુદ્ધ નાટો, ચીન વિરુદ્ધ તાઇવાન, ઈરાન વિરુદ્ધ ઇઝરાયલ જેવા ઘણા દેશોમાં એક સાથે યુદ્ધ શરૂ થશે. જ્યારે આ બધા સંઘર્ષો એક જ સમયે ઉદ્ભવે છે. જો નાટો, QUAD, SCO અથવા અન્ય મુખ્ય લશ્કરી જોડાણો સક્રિય રીતે યુદ્ધમાં પ્રવેશ કરે છે.
જો કોઈપણ દેશ દ્વારા પરમાણુ હુમલો કરવામાં આવે છે, તો આ યુદ્ધનો આત્યંતિક સંકેત હશે. બેંકિંગ સિસ્ટમ્સ, એરપોર્ટ, ઉપગ્રહો અને પાવર ગ્રીડ પર સાયબર હુમલાઓ વધે છે. વૈશ્વિક વેપાર બંધ થવા લાગે છે, પેટ્રોલિયમ અથવા અનાજ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચવા લાગે છે. આ રીતે, ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ શકે છે.
આજે પરિસ્થિતિ કેટલી ગંભીર છે?
દુનિયા હાલમાં અનેક મોરચે યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ, ચીનની તાઇવાન પર નજર, ઉત્તર કોરિયાના મિસાઇલ પરીક્ષણો અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવ એ બધાએ દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધની અણી પર લાવી દીધી છે. ફરક એટલો છે કે આ વખતે યુદ્ધ ફક્ત શસ્ત્રોથી નહીં, પરંતુ ડેટા, અવકાશ, ઇન્ટરનેટ અને કૃત્રિમ બુદ્ધિ દ્વારા પણ લડવામાં આવશે.
ત્રીજા વિશ્વયુદ્ધ માટે કોઈ સાયરન વાગશે નહીં અને કોઈ નેતા ટીવી પર તેની જાહેરાત કરશે નહીં. પરંતુ જ્યારે એકસાથે અનેક મોરચે ગોળીઓ વાગવા લાગશે, જ્યારે વિશ્વના દેશો એકબીજા પર પ્રતિબંધો લાદવાનું શરૂ કરશે, અને જ્યારે તમે સામાન્ય જીવનથી સીધા કટોકટીની પરિસ્થિતિમાં જાઓ છો, ત્યારે સમજો કે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે.
આ પણ વાંચો- જો ત્રીજુ વિશ્વયુદ્ધ થયુ તો સૌથી પહેલા ક્યા દેશો પર મિસાઈલ ફેંકાશે? અને ક્યાં દેશો રહેશે સૌથી વધુ સુરક્ષિત?
