
જ્યારે પણ દુનિયાના રહસ્યમય સ્થળોની વાત આવે છે ત્યારે મનમાં પહેલો વિચાર ઇજિપ્તના પિરામિડ(Egyptian Pyramids)નો આવે છે. આ અંગે આજદિન સુધી અનેક પ્રકારના સંશોધનો થયા છે પરંતુ રહસ્ય ઠેરના ઠેર છે. જેમ કે તેઓ કેમ બાંધવામાં આવ્યા હતા? તેમને બનાવવા માટે આટલા મોટા પથ્થરો ક્યાંથી લાવવામાં આવ્યા હતા ? આટલા ઊંચા કેવી રીતે લગાવવામાં આવ્યા હતા? આવા પ્રશ્નોનો સમાવેશ થાય છે જેના જવાબો હજુ સુધી બહાર આવ્યા નથી. કેમ નદી કિનારે પિરામિડ બનાવવામાં આવ્યા? પિરામિડને લગતા એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે પિરામિડની રચના સંબંધિત એક ખાસ માહિતી મળી આવી છે. આ અહેવાલના તર્કની ચર્ચાએ ત્યારે વેગ પકડ્યો જ્યારે રચનાની શોધની મહત્વની હકીકત વિશ્વની સામે આવી હતી. આ અંગે એક સંશોધન બહાર આવ્યું છે જેના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે 31 કરતા વધુ પિરામિડ છે. જે નાઇલ નદીથી નજીક છે. નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે તેઓ મુખ્ય પ્રવાહમાંથી નીકળતી નદીના અલગ 64 કિમી પટ પર બાંધવામાં આવ્યા...