GK Quiz: ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? જાણો આવા જ વધુ પ્રશ્નોના જવાબ
આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ મદદરૂપ થાય છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે.

GK Quiz : સરકારી નોકરી (Government Job) હોય કે પ્રાઈવેટ નોકરી દરેક વ્યક્તિએ લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યુ (interview) આપવો પડે છે. આ ઇન્ટરવ્યુમાં વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. કેટલાક પ્રશ્નો આપણા કામ સાથે સંબંધિત હોય છે તો કેટલાક પ્રશ્નો આપણા અભ્યાસ સાથે સંબંધિત હોય છે. આ સિવાય એવા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવે છે જે સામાન્ય જ્ઞાન સાથે સંબંધિત હોય છે. જેથી જાણી શકાય કે અભ્યાસ અને કામ સિવાય અન્ય બાબતો વિશે તમારી પાસે કેટલી માહિતી છે. તો આજે અમે તમને જનરલ નોલેજ સાથે જોડાયેલા કેટલાક આવા જ પ્રશ્નો અને તેના જવાબો જણાવવા જઈ રહ્યા છીએ.
આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ મદદરૂપ થાય છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય સાંભળ્યું નહીં હોય.
પ્રશ્ન – મચ્છરોનો તહેવાર કયા દેશમાં ઉજવવામાં આવે છે? જવાબ – ચીનમાં
પ્રશ્ન – માનવ શરીરમાં કઈ ધાતુ જોવા મળે છે? જવાબ – આયર્ન
પ્રશ્ન – ભારતના કયા શહેરને સપનાનું શહેર કહેવામાં આવે છે? જવાબ – મુંબઈને
પ્રશ્ન – કયા પ્રાણીને 42 દાંત હોય છે? જવાબ – મગર
પ્રશ્ન – ભારતીય પેટ્રોલિયમ સંસ્થા ક્યાં આવેલી છે? જવાબ – દેહરાદૂનમાં
પ્રશ્ન – કયા ગ્રહ પર બે ચંદ્ર છે? જવાબ – મંગળ
પ્રશ્ન – એવો કયો જીવ છે જે એક આંખથી આગળ અને બીજી આંખથી પાછળ જોઈ શકે છે? જવાબ – કાચિંડો
પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે જે ગરમ થવા પર જામી જાય છે? જવાબ – ઈંડું
પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે જે ક્યારેય બળતી નથી અને ક્યારેય ડૂબતી નથી? જવાબ – બરફ
પ્રશ્ન – ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? જવાબ – ગુજરાતનો કચ્છ
પ્રશ્ન – ઇલેક્ટ્રિક બલ્બમાં કયો ગેસ ભરાય છે? જવાબ – નાઇટ્રોજન ગેસ
પ્રશ્ન – એવું કયું પક્ષી છે જે ક્યારેય જમીન પર પગ મૂકતું નથી? જવાબ – હેરિયર
પ્રશ્ન – એવું કયું વર્ષ છે જેને ઊંધું કે સીધું લખવામાં આવે તો સેમ જ લાગે છે? જવાબ – 1961
પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે જે મહિલાઓ વર્ષમાં માત્ર એક જ વાર ખરીદે છે? જવાબ – રાખડી