AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz: કયા દેશમાં પ્લાસ્ટિકની નોટો સ્વીકારવામાં આવે છે? જાણો આવા જ વધુ સવાલોના જવાબ

આજના સમયમાં કોઈપણ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ નોલેજ અને કરંટ અફેર્સની ખૂબ જ જરૂર છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.

GK Quiz: કયા દેશમાં પ્લાસ્ટિકની નોટો સ્વીકારવામાં આવે છે? જાણો આવા જ વધુ સવાલોના જવાબ
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 12:24 PM
Share

GK Quiz: આજના સમયમાં કોઈપણ પરીક્ષામાં (Exam) પાસ થવા માટે જનરલ નોલેજ અને કરંટ અફેર્સની ખૂબ જ જરૂર છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે તમને સ્પર્ધાત્મક કે અન્ય કોઈ પરીક્ષામાં મદદરૂપ થઈ શકે છે.

આ પણ વાંચો No Fly Zone: ગુજરાત સહિત ભારતના એવા કયા સ્થળો છે, જ્યાં નો ફ્લાય ઝોન છે? જાણો આ સ્થળોના નામ

પ્રશ્ન – ચારમિનાર કયા રાજ્યમાં આવેલો છે? જવાબ – તેલંગાણા (હૈદરાબાદ)

પ્રશ્ન – શું તમે જાણો છો કે કયું પ્રાણી સૌથી વધુ ઊંઘે છે? જવાબ – સિંહ

પ્રશ્ન – એવું કયું પક્ષી છે જે સૌથી વધુ ઉડી શકે છે? જવાબ – ગીધ

પ્રશ્ન – સુભાષ ચંદ્ર બોઝ એરપોર્ટ ક્યાં આવેલું છે? જવાબ – પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં

પ્રશ્ન – એવું કયું પ્રાણી છે જેનું દૂધ ક્યારેય ફાટતું નથી? જવાબ – ઊંટડીનું દૂધ

પ્રશ્ન – પાણી પર ચાલતું વહાણ સૌપ્રથમ કયા દેશે બનાવ્યું? જવાબ – બ્રિટને

પ્રશ્ન – એવો કયો ગ્રહ છે જે રાત્રે લાલ દેખાય છે? જવાબ – મંગળ

પ્રશ્ન – ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ – મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ સિંહના જન્મદિવસ નિમિત્તે દેશમાં દર વર્ષે 29 ઓગસ્ટના રોજ ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ની ઉજવણી કરવામાં આવે છે.

પ્રશ્ન – એવું કયું નામ છે જે નદી, ફૂલ, ફિલ્મ અને હિરોઈનનું છે? જવાબ – મંદાકિની

પ્રશ્ન – ભારતના નેપોલિયન કોને કહેવાય છે? જવાબ – સમુદ્રગુપ્તને

પ્રશ્ન – કયા દેશમાં પ્લાસ્ટિકની નોટો સ્વીકારવામાં આવે છે? જવાબ – ઓસ્ટ્રેલિયામાં સૌપ્રથમ 1988માં પ્લાસ્ટિક નોટોની શરૂઆત થઈ હતી, આ ઉપરાંત કેનેડા, માલદીવ, બ્રુનેઈ, મોરિટાનિયા, નિકારાગુઆ, ન્યુઝીલેન્ડ, પાપુઆ ન્યુ ગીની, રોમાનિયા અને વિયેતનામ સહિતના દેશોમાં પણ પ્લાસ્ટિકની સ્વીકારવામાં આવે છે.

પ્રશ્ન – પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એવું સૌપ્રથમ કોણે કહ્યું હતું? જવાબ – કોપરનિકસે

પ્રશ્ન – ગરબા એ ભારતના કયા રાજ્યનું સૌથી પ્રખ્યાત લોકનૃત્ય છે? જવાબ – ગુજરાત

પ્રશ્ન – હોમિયોપેથીના પિતા કોણ છે? જવાબ – સેમ્યુઅલ હેનેમેન

પ્રશ્ન – ભારતના એકમાત્ર એવા કયા રાષ્ટ્રપતિ છે જે કોઈપણ વિરોધ વિના ચૂંટાયા હતા? જવાબ – નીલમ સંજીવ રેડ્ડી

પ્રશ્ન – ફળો પકવવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે? જવાબ – ઇથિલિન

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">