No Fly Zone: ગુજરાત સહિત ભારતના એવા કયા સ્થળો છે, જ્યાં નો ફ્લાય ઝોન છે? જાણો આ સ્થળોના નામ
ગુજરાતમાં નો-ફ્લાય ઝોનમાં અમદાવાદ એરપોર્ટ, ISRO, આર્મી કેન્ટોનમેન્ટ, કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક અને પરીક્ષણ કેન્દ્રોની આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે.

Ahmedabad : નો ફ્લાય ઝોન (No fly zones) બે પ્રકારના હોય છે. જેમાં એક છે અસ્થાયી નો ફ્લાય ઝોન. જેમાં કોઈ પણ રાષ્ટ્રીય કે અન્ય મહત્વના કાર્યક્રમો દરમિયાન સરકાર એ જગ્યાને અમુક સમય માટે નો ફ્લાય ઝોન તરીકે જાહેર કરે છે. ઘણી વાર યુદ્ધના સ્થળને પણ નો ફ્લાય ઝોન જાહેર કરાય છે.
આ ઉપરાંત એવી કેટલીક જગ્યાઓ છે જે કાયમ માટે નો ફ્લાય ઝોન તરીકે જાહેર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આર્મી કેન્ટોનમેન્ટ, કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક અને પરીક્ષણ કેન્દ્રોની આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. તો આવો જાણીએ એવી જગ્યાઓ વિશે કે જેના પરથી ફ્લાઈટો કે ડ્રોન ઉડાડી શકાતા નથી.
ગુજરાતના ‘નો ફ્લાય ઝોન’ વિસ્તાર
ગુજરાતમાં નો-ફ્લાય ઝોનમાં અમદાવાદ એરપોર્ટ, ISRO, આર્મી કેન્ટોનમેન્ટ, કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક અને પરીક્ષણ કેન્દ્રોની આસપાસના વિસ્તારોનો સમાવેશ થાય છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ પરના નકશા પર આ ઝોનમાં નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવેલ છે.
ગુજરાતમાં નેવલ સ્ટેશનનો વિસ્તાર
ગુજરાતમાં આવેલ તમામ નેવલ સ્ટેશનના ત્રણ કિલોમીટર વિસ્તારમાં નો ફ્લાય ઝોન તરીકે નિર્ધારિત કરવામાં આવેલો છે. તમામ વ્યક્તિગત કે નાગરિક ઉડ્ડયન એજન્સીઓને કોઇપણ કારણોસર આ ઝોનમાં તેમના હવાઇ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો દુનિયાના સૌથી અમીર યુટબર Mr.Beastની સંપતિ અને લક્ઝુરીયસ લાઇફસ્ટાઇલ વિશે જાણો
પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા નડાબેટ વિસ્તારમાં નો ફ્લાઈંગ ઝોન જાહેર કરવામાં આવેલ છે. નડાબેટ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલ બોર્ડર વિસ્તાર છે, તે પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે. આ સરહદ પર વાઘા અને અટારી બોર્ડરની જેમ ગુજરાત-પાકિસ્તાનની બોર્ડર પર સીમા દર્શન પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે.
ભારતના ‘નો ફ્લાય ઝોન’ વિસ્તાર
- રાષ્ટ્રપતિ ભવન, દિલ્હી
- સંસદ ભવન, દિલ્હી
- વડાપ્રધાન નિવાસ્થાન, દિલ્હી
- ભારતીય વાયુસેના આસપાસનો વિસ્તાર
- તિરુમાલા વેંકટેશ્વર મંદિર, આંધ્ર પ્રદેશ
- પદ્મનાભસ્વામી મંદિર, કેરળ
- તાજમહેલ, આગ્રા
- ધ ટાવર ઓફ સાયલન્સ, મુંબઈ
- મથુરા રિફાઇનરી, યુપી
- ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, મુંબઈ
- શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશન, આંધ્રપ્રદેશ
- સુવર્ણ મંદિર, અમૃતસર