GK Quiz: શું રાજસ્થાનનું રણ દુનિયાનું સૌથી મોટું રણ છે? જાણો જવાબ
કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા તમારું જનરલ નોલેજ સારું હોવું જરૂરી છે. યુનિવર્સિટી કે કોલેજની કોઈપણ પરીક્ષા હોય કે પછી અભ્યાસ માટે હોય કે નોકરી માટેની જનરલ નોલેજ તમને ઉપયોગી નીવડે છે.
GK Quiz: જો જનરલ નોલેજ (General Knowledge) સારું હોય તો સ્પર્ધાત્મક પરીક્ષા આપવી સરળ છે. આજે અમે જનરલ નોલેજના આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે તમારા માટે ઉપયોગી થઈ શકે છે. તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા તમારું જનરલ નોલેજ સારું હોવું જરૂરી છે. યુનિવર્સિટી કે કોલેજની કોઈપણ પરીક્ષા હોય કે પછી અભ્યાસ માટે હોય કે નોકરી માટેની જનરલ નોલેજ તમને ઉપયોગી નીવડે છે.
આ પણ વાંચો GK Quiz: વિશ્વમાં એવો કયો દેશ છે જે પૃથ્વીની મધ્યમાં છે? જાણો આવા જ વધુ સવાલોના જવાબ
પ્રશ્ન – ભારતની સૌથી ખતરનાક મિસાઈલ કઈ છે? જવાબ – અગ્નિ-5
પ્રશ્ન – હાર્ડ કરન્સીનો અર્થ શું છે? જવાબ – એવું ચલણ કે જેનો પુરવઠો માંગ કરતા ઓછો હોય
પ્રશ્ન – ઉત્તર પ્રદેશ પહેલા કયા નામે ઓળખાતું હતું? જવાબ – સંયુક્ત પ્રાંત તરીકે ઓળખાતું હતું
પ્રશ્ન – ઉત્તર પ્રદેશ રાજ અધિનિયમ પર ગવર્નર જનરલ દ્વારા ક્યારે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા? જવાબ – 7 ડિસેમ્બર 1947ના રોજ
પ્રશ્ન – વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? જવાબ – સહારાનું (4800 km ફેલાયેલું છે અને ઉત્તર આફ્રિકામાં આવેલું છે)
સહારાના રણમાંથી 10 હજાર કિમી દૂર એમેઝોનના જંગલોમાં પહોંચે છે પોષણ તત્વો
આફ્રિકાના સહારા રણમાંથી પોષક તત્વો એમેઝોનના જંગલો સુધી પહોંચે છે. જેના માટે કોઈ માણસ, વિમાન કે જહાજ દ્વારા પોષક તત્વોનું વહન કરાતું નથી. તે એક ખંડમાંથી બીજા ખંડમાં પવન દ્વારા વહન કરે છે. આ પ્રક્રિયા દર વર્ષે થાય છે. મતલબ કે સહારાના રણની ધૂળમાંથી પણ કોઈ જીવને સહારો મળી રહ્યો છે.
પ્રશ્ન – ઉત્તર પ્રદેશ પંચાયતી રાજ સુધારો કાયદો ક્યારે પસાર થયો? જવાબ – 1994માં
પ્રશ્ન – ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી પદ સંભાળનાર વ્યક્તિનું નામ જણાવો? જવાબ – ગોવિંદ બલ્લભ પંત
પ્રશ્ન – ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછા સમય માટે મુખ્યમંત્રી પદ પર કોણ રહ્યું? જવાબ – ત્રિભુવન નારાયણ સિંહ
પ્રશ્ન – ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યનું માળખું શું છે? જવાબ – ત્રિ-સ્તરીય
પ્રશ્ન – અશોક દ્વારા બનાવવામાં આવેલ ભારતનું પ્રતીક ‘સિંહ સ્તંભ’ ક્યાં આવેલું છે? જવાબ – ઉત્તર પ્રદેશના સારનાથમાં
પ્રશ્ન – વિશ્વભરમાં ઇન્ટરનેટ પરનો 80% ટ્રાફિક શેમાંથી આવે છે? જવાબ – સર્ચ એન્જિનમાંથી
પ્રશ્ન – ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી? જવાબ – સર આઇઝેક ન્યુટને
પ્રશ્ન – વિસ્તારની દૃષ્ટિએ વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? જવાબ – લેક સુપિરિયર
પ્રશ્ન – કયા છોડને રોપવાથી સાપ આવતા નથી? જવાબ – સર્પગંધાનો છોડ