GK Quiz : ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે કરવામાં આવી હતી ? જાણો છેલ્લે ક્યારે કરવામાં આવી હતી વસ્તી ગણતરી
આજે અમે તમારા માટે જનરલ નોલેજના એવા કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય સાંભળ્યું નહિ હોય. જનરલ નોલેજને લગતા આ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી થશે.
GK Quiz : આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ (General Knowledge) અને વર્તમાન બાબતોની (Current Affairs) જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ (Competitive Exam) દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. તેથી આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય સાંભળ્યું નહિ હોય. જનરલ નોલેજને લગતા આ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી થશે.
પ્રશ્ન – ફૂટબોલમાં કયો ગેસ ભરવામાં આવે છે? જવાબ – હાઇડ્રોજન
પ્રશ્ન – દુનિયામાં કઈ નદીનું પાણી સૌથી વધુ ગરમ છે? જવાબ – નાઇલ નદીનું
પ્રશ્ન – ભારતની સૌથી ખતરનાક મિસાઈલ કઈ છે? જવાબ – અગ્નિ-5
પ્રશ્ન – નારંગીમાં પાણીની અંદાજિત ટકાવારી કેટલી છે? જવાબ – લગભગ 87 ટકા
પ્રશ્ન – ભારતમાં કેટલા વર્ષે કુંભ મેળો ભરાય છે? જવાબ – દર 12 વર્ષે
પ્રશ્ન – કયા દેશને કાંગારુઓનો દેશ કહેવાય છે? જવાબ – ઓસ્ટ્રેલિયાને
પ્રશ્ન – કયું પ્રાણી તેના જીવનનો 66 ટકા ભાગ ઊંઘવામાં વિતાવે છે? જવાબ – બિલાડી
પ્રશ્ન – કયા દેશમાં સૌથી વધુ માત્રામાં ચોકલેટ ખાવામાં આવે છે? જવાબ – સ્વિટ્ઝર્લેન્ડમાં
પ્રશ્ન – કયો મહાસાગર છે જે પૃથ્વી પરના લગભગ 44 ટકા સમુદ્રો અને તળાવોને આવરી લે છે? જવાબ – કેસ્પિયન મહાસાગર
પ્રશ્ન – ઇલેક્ટ્રિક બલ્બમાં કયો ગેસ ભરવામાં આવે છે? જવાબ – નાઇટ્રોજન
પ્રશ્ન – ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ હતી? જવાબ – 1872માં
વસ્તી ગણતરી દર 10 વર્ષે હાથ ધરવામાં આવે છે. તેની શરૂઆત સૌપ્રથમ 1872માં બ્રિટિશ વાઇસરોય લોર્ડ મેયો દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ સંપૂર્ણ વસ્તી ગણતરીની શરૂઆત 1881માં થઈ હતી. ત્યાર બાદથી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. 1951થી તમામ વસ્તીગણતરી 1948ના સેન્સસ ઓફ ઈન્ડિયા એક્ટ હેઠળ હાથ ધરવામાં આવે છે.
છેલ્લી વસ્તી ગણતરી 2011માં કરવામાં આવી
છેલ્લી વસ્તી ગણતરી 2011માં કરવામાં આવી હતી, જ્યારે આગામી 2021માં યોજાવાની હતી. પરંતુ COVID-19 મહામારીને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી.