GK Quiz : ભારતના પ્રથમ મહિલા શાસક કોણ હતા ? જાણો ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા

કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં જનરલ નોલેજના પ્રશ્નો હોય છે. તે પરીક્ષા શાળા કે કોલેજમાં પ્રવેશ માટેની હોય કે પછી તે કોઈપણ સરકારી કે ખાનગી નોકરી માટેની લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યુ હોય.

GK Quiz : ભારતના પ્રથમ મહિલા શાસક કોણ હતા ? જાણો ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા
GK Quiz
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 5:17 PM

GK Quiz : જનરલ નોલેજ (General Knowledge) અને અભ્યાસ વચ્ચે અલગ સંબંધ છે. કારણ કે અભ્યાસ વિના તમે જનરલ નોલેજ ન મેળવી શકો અને જનરલ નોલેજ વિના અભ્યાસ અધૂરો રહે છે. કારણ કે જ્યારે પણ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં જનરલ નોલેજના પ્રશ્નો હોય છે. તે પરીક્ષા શાળા કે કોલેજમાં પ્રવેશ માટેની હોય કે પછી તે કોઈપણ સરકારી કે ખાનગી નોકરી માટેની લેખિત પરીક્ષા કે ઈન્ટરવ્યુ હોય. દરેક જગ્યાએ જનરલ નોલેજ તમને ઉપયોગી થશે.

આ પણ વાંચો Chandrayaan3: 57 વર્ષ પહેલા આજના દિવસે ચંદ્ર પરથી લેવાઈ હતી પૃથ્વીની પ્રથમ તસવીર, શું તમે જોઈ?

પ્રશ્ન – સૌથી મોટો ઈમામબારા ક્યાં આવેલો છે ? જવાબ – લખનૌમાં

BSNLનો 84 દિવસનો સસ્તામાં સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, માત્ર આટલી કિંમત
કુંડળીમાં છે શની દોષ તો શનિદેવને અર્પણ કરો આ તેલનો દીવો
તમે વ્હાઇટ કોલર જોબ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે પિંક, ગ્રે, બ્લુ અને ગોલ્ડ કોલર જોબ વિશે જાણો છો?
Girlfriend On Rent : અહીં ભાડે મળે છે ગર્લફ્રેન્ડ ! એક કલાકનું છે આટલું ભાડુ
ઘરના મુખ્ય દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી થશે આ ફાયદો
લંચ લેવાનો યોગ્ય સમય કયો છે?

પ્રશ્ન – સાંચીનો સ્તૂપ કોણે બંધાવ્યો હતો ? જવાબ – અશોકે

પ્રશ્ન – વિશ્વની સૌથી જૂની ભાષા કઈ છે ? જવાબ – સંસ્કૃત

પ્રશ્ન – ભારતમાં બુલંદ દરવાજો ક્યાં આવેલો છે ? જવાબ – ફતેહપુર સીકરીમાં

પ્રશ્ન – ભારત સિવાય કયા દેશમાં ગાયની પૂજા થાય છે ? જવાબ – નેપાળમાં

પ્રશ્ન – ભેંસ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ? જવાબ – ડોમિનિકા

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? જવાબ – ઉત્તર પ્રદેશ

પ્રશ્ન – ભારતમાં રેગ્યુલેટીંગ એક્ટ કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો ? જવાબ – 1773માં

પ્રશ્ન – ભારતીય બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા ? જવાબ – ડૉ.ભીમરાવ આંબેડકર

પ્રશ્ન – શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીનો જન્મ ક્યાં થયો હતો ? જવાબ – નનકાના સાહિબ પાકિસ્તાન

પ્રશ્ન – રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોને નોમિનેટ કરી શકે છે ? જવાબ – 12 સભ્યોને

પ્રશ્ન – ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશનો કાર્યકાળ કેટલો હોય છે ? જવાબ – 5 વર્ષનો કાર્યકાળ અથવા 65 વર્ષની ઉંમર સુધી

પ્રશ્ન – ભારતીય મિલિટરી એકેડમી કયા રાજ્યમાં આવેલી છે ? જવાબ – દેહરાદૂન ઉત્તરાખંડમાં

પ્રશ્ન – ભારતના રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ પદના શપથ કોણ લેવડાવે છે? જવાબ – સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ

પ્રશ્ન – ભારતના પ્રથમ મહિલા શાસક કોણ હતા ? જવાબ – રઝિયા સુલતાન

રઝિયા સુલતાન મધ્યકાલીન ભારતની પ્રથમ અને છેલ્લી મહિલા શાસક હતી. રઝિયાએ 1236-1240 સુધી શાસન કર્યું. રઝિયાને બાળપણથી જ એવી રીતે તાલીમ આપવામાં આવી હતી કે તે શાસક તરીકે કાર્યભાર સંભાળી શકે.

ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી

ગુજરાતના ઈન્દુમતીબેન ચીમનલાલ શેઠ ભારતના એક સ્વાતંત્ર્ય ચળવળકાર, રાજકારણી, સામાજિક કાર્યકર અને કેળવણીકાર હતા. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો અને મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઈને તેમણે સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. તેમણે બોમ્બે રાજ્યના નાયબ શિક્ષણ પ્રધાન અને ગુજરાતના શિક્ષણ પ્રધાન તરીકે સેવા આપી હતી.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">