AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે પણ કૂલરમાં ફટકડી નાખો છો? જાણી લો આ એક ભૂલ કૂલરને કરી શકે છે બરબાદ

સોશિયલ મીડિયા પર કૂલરના પાણીમાં ફટકડી નાખવાની ટ્રીક વાયરલ થઈ રહી છે. ગંદકી અને દુર્ગંધ દૂર કરવા માટે આ રીત કારગર તો છે, પરંતુ અમુક લોકો માટે આ નુકસાનકારક સાબિત થઈ શકે છે. સાથે જ જાણો મીઠાની બોટલનો એવો જાદુ જે કૂલરને બનાવશે એસી.

શું તમે પણ કૂલરમાં ફટકડી નાખો છો? જાણી લો આ એક ભૂલ કૂલરને કરી શકે છે બરબાદ
કુલર ચાલુ હોય ત્યારે પાણી ભરશો નહીં : મોટાભાગના ઇલેક્ટ્રિક શોક ત્યારે થાય છે જ્યારે લોકો ભીના હાથે કુલરને સ્પર્શ કરે છે અથવા જ્યારે તે ચાલુ હોય ત્યારે તેને પાણીથી ભરવાનો પ્રયાસ કરે છે. તેથી, કુલરને પાણી ભરતા પહેલા હંમેશા તેને અનપ્લગ કરો. વધુમાં, ભીના હાથે પ્લગ અથવા કુલરના શરીરને ક્યારેય સ્પર્શ કરશો નહીં. જો તમને શંકા હોય કે કુલરમાંથી કરંટ લીક થઈ રહ્યો છે, તો ઇલેક્ટ્રિશિયન દ્વારા તેનું નિરીક્ષણ કરાવો.(ફોટો ક્રેડિટ-Google)Image Credit source: AI
| Updated on: May 14, 2026 | 9:05 PM
Share

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શિવમ મલિકે ગરમીમાં રાહત મેળવવા માટે એક અનોખો દાવો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, કૂલરની ટાંકીમાં માત્ર 10 રૂપિયાની ફટકડીનો ટુકડો નાખવાથી પાણીમાં રહેલી માટી અને ગંદકી નીચે બેસી જાય છે. ફટકડીના એન્ટી-બેક્ટેરિયલ ગુણ પાણીને સડતા અટકાવે છે, જેનાથી કૂલરમાંથી આવતી ભેજવાળી ગંદી વાસ ગાયબ થઈ જાય છે અને હવા તાજી લાગે છે.

સાવધાન! આ એક ભૂલ ન કરતા

જોકે, આ ટ્રીક બધા માટે નથી. જો તમારા વિસ્તારમાં ખારું પાણી આવતું હોય, તો ફટકડીનો ઉપયોગ ટાળવો જોઈએ. ખારા પાણીમાં ફટકડી નાખવાથી પાણી વધુ ઘટ્ટ બની શકે છે અથવા સફેદ પાવડર જેવું જામી શકે છે. આના કારણે કૂલરના પંપ ખરાબ થઈ શકે છે અને કૂલરની ઘાસની જાળીઓ બ્લોક થઈ શકે છે.

મીઠાની બોટલનો ‘એસી’ જેવો જાદુ

કૂલરને બરફ જેવી ઠંડક આપવા માટે શિવમ મલિકે એક શાનદાર દેશી જુગાડ જણાવ્યો છે. સામાન્ય રીતે લોકો કૂલરમાં બરફ નાખે છે જે ઝડપથી ઓગળી જાય છે. તેના બદલે, પ્લાસ્ટિકની બોટલોમાં પાણી ભરો અને તેમાં થોડું મીઠું ઉમેરીને તેને ફ્રીઝરમાં જમાવી દો.

કેવી રીતે કામ કરે છે આ જુગાડ?

મીઠું ભેળવવાથી બરફનું મેલ્ટિંગ પોઈન્ટ ઘટી જાય છે, એટલે કે તે સામાન્ય બરફ કરતા ઘણી મોડી ઓગળે છે. જ્યારે આ મીઠાવાળી બરફની બોટલો કૂલરની ટાંકીમાં રાખવામાં આવે છે, ત્યારે પાણી લાંબા સમય સુધી ઠંડુ રહે છે. જ્યાં સુધી પાણી ઠંડુ રહેશે, ત્યાં સુધી તમારું કૂલર એસી જેવી જ ઠંડી હવા ફેંકશે.

ઓછા ખર્ચે શ્રેષ્ઠ કુલિંગ

આ જુગાડનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે વારંવાર બરફ નાખવાની માથાકૂટ નથી રહેતી. એકવાર બોટલ પીગળી જાય એટલે તેને ફરી ફ્રીઝરમાં મૂકી બીજી તૈયાર બોટલ કાઢી લો. આ રીતે કોઈ વધારાના વીજળી બિલ વગર તમે ઉનાળામાં એસી જેવો આનંદ માણી શકો છો.

ડિસ્ક્લેમર: આ માહિતી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વીડિયો પર આધારિત છે. ઉપયોગ કરતા પહેલા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.

પાણી સાથે મીઠું મોઢું કરાવવાની પરંપરા પાછળનું શું છે કારણ ? જાણો આ આદત પાછળ છુપાયેલું સ્વાસ્થ્યનું વિજ્ઞાન

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">