Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે જાણો છો ? રેલવેમાં સીનીયર સીટીઝન, મહિલા, વિકલાંગ માટે આટલી લોઅર બર્થ રિઝર્વ હોય છે

દેશના મોટાભાગના વિસ્તારોને રેલવે સેવાથી આવરી લેવામાં આવ્યા છે. જેના કારણે ભારતમાં સૌથી વધુ મુસાફરી રેલવે દ્વારા થાય છે. રેલવની મુસાફરી સમાજના કેટલાક વર્ગના લોકો માટે વધુ સુગમતાયુક્ત રહે તે માટે રેલવે વિભાગે કાર્યવાહી કરી છે. ખાસ કરીને સીનીયર સીટીઝન, 45 વર્ષથી મોટી ઉંમરની મહિલા, વિકલાંગ વ્યક્તિને રેલવે મુસાફરી સરળ રહે તે માટે નીચેની બર્થ ફાળવવામાં પ્રાથમિકતા આપવામાં આવે છે.

શું તમે જાણો છો ? રેલવેમાં સીનીયર સીટીઝન, મહિલા, વિકલાંગ માટે આટલી લોઅર બર્થ રિઝર્વ હોય છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2025 | 7:12 PM

ભારતીય રેલવે દ્વારા પ્રતિદિન હજ્જારો મુસાફરો એક સ્થળેથી બીજા સ્થળે જવા આવવા માટે મુસાફરી કરતા હોય છે. આમા મોટાભાગના લોકો તેમની મુસાફરી સુઆયોજિત હોય તો રિઝર્વેશન કરાવીને યાત્રા કરતા હોય છે. તો કેટલાક છેલ્લી ઘડીએ ઈમરજન્સીને લઈને રેલવે દ્વારા યાત્રા કરતા હોય છે. રેલવે મુસાફરી કરનારા તમામ વર્ગના લોકો પૈકી, કેટલાકને અગ્રતા આપવામાં આવતી હોય છે. ખાસ કરીને સીનીયર સીટીઝન, 45 વર્ષથી મોટી ઉંમરની મહિલા અને વિકલાંગ વ્યક્તિને બેઠક ફાળવવામાં અગ્રતા આપવામાં આવે છે. આવી વ્યક્તિઓને મોટાભાગે લોઅર બર્થ મળે તેવા પ્રયાસ રેલવે દ્વારા હાથ ધરાતા હોય છે.

ભારતીય રેલવે દ્વારા સીનીયર સીટીઝન, મહિલાઓ અને વિકલાંગ વ્યક્તિઓને લોઅર બર્થની જોગવાઈઓની સુવિધા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવે છે. વરિષ્ઠ નાગરિક, 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ અને સગર્ભા સ્ત્રીઓ માટે લોઅર બર્થ નક્કી કરવામાં આવી છે. રાજધાની અને શતાબ્દી પ્રકારની ટ્રેનો સહિત તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં વિકલાંગ વ્યક્તિઓ માટે પણ આરક્ષણ ક્વોટા રાખવામાં આવેલ છે.

કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે, લોકસભામાં પ્રશ્નનો જવાબ આપતાં, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને વિકલાંગોને લોઅર બર્થ ફાળવવા માટે ભારતીય રેલવેના ચાલી રહેલા પ્રયાસો પર વિગતો પૂરી પાડી હતી. વરિષ્ઠ નાગરિકો, 45 વર્ષ અને તેથી વધુ ઉંમરના મહિલા મુસાફરો અને સગર્ભા સ્ત્રીઓને રેલવે ટિકિટ બુકિંગ દરમિયાન કોઈ ચોક્કસ પસંદગી સૂચવવામાં ન આવે તો પણ ઉપલબ્ધતાને આધીન લોઅર બર્થ આપમેળે ફાળવવામાં આવે છે.

IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?
CID માં કરી જોરદાર એન્ટ્રી, કોણ છે અભિનેત્રી લેખા પ્રજાપતિ?
35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..
ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત
બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત
સવારે ગાયનું ઘરે આવવું કઈ વાતનો આપે છે સંકેત?
  •  સ્લીપર ક્લાસ કોચમાં પ્રતિ કોચ છ થી સાત લોઅર બર્થનો ક્વોટા.
  • એર કન્ડિશન્ડ 3 ટાયર (3 AC) માં પ્રતિ કોચ ચારથી પાંચ લોઅર બર્થ.
  • એર કન્ડિશન્ડ 2 ટાયર (2AC) માં પ્રતિ કોચ ત્રણથી ચાર લોઅર બર્થ.
  • આ જોગવાઈ મહત્તમ સુવિધા સુનિશ્ચિત કરવા ટ્રેનમાં કોચની સંખ્યાના આધારે ઉપલબ્ધ હોય છે.

વિકલાંગ વ્યક્તિઓ માટે આરક્ષણ ક્વોટાની સુવિધા રાજધાની અને શતાબ્દી-પ્રકારની ટ્રેનો સહિત તમામ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં લાગુ પડે છે, પછી ભલેને રાહતની સવલતો મળી હોય કે ના હોય.

  • સ્લીપર ક્લાસમાં ચાર બર્થ (બે લોઅર બર્થ સહિત).
  • 3AC/3E માં ચાર બર્થ (બે લોઅર બર્થ સહિત).
  • રિઝર્વ્ડ સેકન્ડ સીટિંગ (2S) અથવા એર-કન્ડિશન્ડ ચેર કાર (CC) માં ચાર સીટ

મુસાફરી દરમિયાન ખાલી લોઅર બર્થની સ્થિતિમાં, વરિષ્ઠ નાગરિકો, વિકલાંગ વ્યક્તિઓ અને સગર્ભા સ્ત્રીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે જેમને શરૂઆતમાં મધ્યમ અથવા ઉપરની બર્થ ફાળવવામાં આવી હોય. ભારતીય રેલવે આ સમાવિષ્ટ પગલાં દ્વારા સરળ અને આરામદાયક મુસાફરીના અનુભવો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. મુસાફરોને સલામત અને અનુકૂળ મુસાફરી માટે આ સુવિધાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના વધુ સમાચાર વાંચવા માટે આપ અહી ક્લિક કરો.

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">