Gujarati News Knowledge Bluetooth device name story king blatonn why bluetooth named bluetooth Know in Gujarati
Knowledge: બ્લૂટૂથનું નામ કઈ રીતે પડયુ Bluetooth? જાણો તેની પાછળનો રોમાંચક ઈતિહાસ
Bluetooth Name History: બ્લૂટૂથ વિશે નાના બાળકથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ જાણે છે. ઘરમાં, કારમાં કે ઓફિસમાં દરેક જગ્યાએ આજે બ્લૂટૂથનો ઉપયોગ થાય છે. એડવાન્સ ટેકનોલોજી સાથે હવે બ્લૂટૂથનો ઉપયોગ થઈ રહ્યો છે. ચાલો જાણીએ આ બ્લૂટૂથનો રસપ્રદ ઈતિહાસ.
1 / 5
આજે દરેક વ્યક્તિ બ્લૂટૂથથી વાકેફ છે. તમે ઘરે હોવ કે કારમાં કે ઓફિસમાં, બ્લૂટૂથની જરૂર ક્યારેક ને ક્યારેક જરૂર પડે છે. હવે અદ્યતન ટેક્નોલોજીવાળા ઘણા બ્લૂટૂથ ઉપકરણો બજારમાં ઉપલબ્ધ છે.
2 / 5
બ્લૂટૂથનો દાંત સાથે કોઈ સંબંધ નથી, પરંતુ તેમ છતાં તેને બ્લૂટૂથ કહેવામાં આવે છે. આ ઉપકરણના નામ પાછળ એક રાજાનું નામ છુપાયેલું છે. આ રાજા યુરોપના એક દેશનો હતો. તેનું નામ મધ્યયુગીન સ્કેન્ડિનેવિયન રાજા હેરાલ્ડ ગોર્મસનના નામ પરથી રાખવામાં આવ્યું છે. જણાવી દઈએ કે નોર્વે, ડેનમાર્ક અને સ્વીડનના રાજાઓને સ્કેન્ડિનેવિયન રાજાઓ કહેવામાં આવતા હતા.
3 / 5
આવા ઘણા અહેવાલો સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ રાજાને બ્લાટનના નામથી પણ બોલાવવામાં આવતો હતો. ડેનિશથી અંગ્રેજીમાં અનુવાદિત, blatǫnn એટલે બ્લૂટૂથ. હેરાલ્ડ ગોર્મસન એટલે કે બ્લાટન રાજાને બ્લૂટૂથ કહેવામાં આવતું હતું.
4 / 5
તેની પાછળનું કારણ જણાવવામાં આવ્યું છે કે રાજાનો એક દાંત સંપૂર્ણ રીતે સડી ગયો હતો. રાજાના આ દાંતનો રંગ વાદળી થઈ ગયો હતો. રાજાના આ દાંતમાં જીવ નહોતો. આ જ કારણ હતું કે આ રાજાને બ્લૂટૂથના નામથી બોલાવવામાં આવતો હતો. હવે અમે તમને જણાવીએ કે આ ઉપકરણ માટે આ રાજાનું નામ તેના નિર્માતાઓના મગજમાં કેવી રીતે આવ્યું.
5 / 5
પહેલા તમને જણાવી દઈએ કે બ્લૂટૂથ SIG દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે બ્લૂટૂથ બનાવનાર જાપ હાર્ટસેન એરિક્સન કંપનીમાં રેડિયો સિસ્ટમ માટે કામ કરતો હતો. એરિક્સનની સાથે, નોકિયા, ઇન્ટેલ જેવી કંપનીઓ પણ બ્લૂટૂથ ઉપકરણોના ઉત્પાદનમાં રોકાયેલી હતી. બ્લૂટૂથ બનાવવા માટે ઘણી કંપનીઓએ મળીને SIG (સ્પેશિયલ ઈન્ટરેસ્ટ ગ્રુપ) ગ્રુપની રચના કરી હતી. SIG એ રાજાના નામ પરથી તેનું નામ બ્લૂટૂથ રાખ્યું.