ચીનની ચાલાકી ફરી એકવાર સામે આવી છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે પૂર્વ લદ્દાખમાં ભારત-ચીન સરહદ પર ફરજ પરના તેમના સૈનિકો સાથે વાત કરી છે. જિનપિંગ સૈનિકોને પુછ્યું કે બોર્ડર પર કેવી રીતે યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. શુક્રવારે ચીનના મીડિયાએ આ અંગે માહિતી આપી હતી. જિનપિંગે પીએલએ હેડક્વાર્ટરના સૈનિકો સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે, જિનપિંગ ચીનની સત્તાધારી પાર્ટી સીપીઆઈના જનરલ સેક્રેટરી અને ચીની સેનાના પ્રમુખ પણ છે.
રિપોર્ટ અનુસાર, જિનપિંગે પૂછ્યું કે શું સરહદ પર ફરજ બજાવી રહેલા ચીની સૈનિકોને આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં તાજી શાકભાજી મળી રહ્યા છે. ચીનના સરકારી મીડિયામાં દેખાડવામાં આવેલા વીડિયો અનુસાર, જિનપિંગે સૈનિકોને કહ્યું કે, તાજેતરના વર્ષોમાં આ વિસ્તારની સ્થિતિ સતત બદલાઈ રહી છે.
આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આની અસર સેના પર પણ પડી છે. રિપોર્ટ અનુસાર, આ દરમિયાન જિનપિંગે એ પણ પુછ્યું કે ચીનની સેના યુદ્ધ માટે કેટલી તૈયાર છે. કહેવાય છે કે આ દરમિયાન સૈનિકોએ ચીની રાષ્ટ્રપતિને ખૂબ જ ઉત્સાહથી જવાબ આપ્યો. એક કોન્સ્ટેબલે કહ્યું કે બોર્ડર પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે.
આ વાતચીત દરમિયાન જિનપિંગે સૈનિકોને ત્યાં તેમની સ્થિતિ વિશે પણ પૂછ્યું. આ દરમિયાન તેમણે બોર્ડર મોનિટરિંગ અને મેનેજમેન્ટ વર્ક સાથે જોડાયેલા પ્રશ્નો પણ પૂછ્યા. રિપોર્ટ અનુસાર, ચીની સેના પ્રમુખે સરહદ પર ફરજ બજાવતા સૈનિકોના વખાણ કર્યા અને પ્રોત્સાહિત કર્યા.
પૂર્વ લદ્દાખ એ વિસ્તાર છે, જ્યાં 5 મે, 2020 ના રોજ, પેંગોંગ લેક વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે અથડામણ થઈ હતી. આ વિસ્તારને લઈને બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય સૈન્ય વાતચીત થઈ છે. ભારત હંમેશા LAC પર શાંતિ સ્થાપવાના પક્ષમાં રહ્યું છે. ભારતના જવાનોએ ચીનાઓને દોડાવી દોડાવી માર્યા હતા ચીનાઓ અનેક વાર ભારતની આર્મી સામે માર ખાય છે પણ સુધરતા નથી.
પૂર્વ લદ્દાખમાં ભારત-ચીન સરહદ સૌથી મુશ્કેલ જગ્યાઓમાંથી એક છે. અહીં શિયાળામાં તાપમાન માઈનસ 20-30 ડિગ્રી સુધી નીચે જાય છે. ભારત અને ચીનના હજારો સૈનિકો અહીં સરહદની સુરક્ષા માટે તૈનાત છે. તમને જણાવી દઈએ કે અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે તાજેતરમાં થયેલા ઘર્ષણ પછી આ એક મહત્વપૂર્ણ ઘટના છે જ્યારે જિનપિંગે લદ્દાખ સરહદ પર તૈનાત સૈનિકો સાથે વાતચીત કરી છે.