ચીનમાં અચાનક લાગ્યુ લૉકડાઉન, બ્લાઇન્ડ ડેટ પર ગયેલી મહિલા આ રીતે ફસાઇ ગઇ

મહિલા જેની સાથે બ્લાઈન્ડ ડેટ પર ગઈ હતી તે વ્યક્તિ તેને બિલકુલ પસંદ આવ્યો ન હતો, કારણ કે તે એક સ્ટેચ્યૂની જેમ મૌન રહે છે.

ચીનમાં અચાનક લાગ્યુ લૉકડાઉન, બ્લાઇન્ડ ડેટ પર ગયેલી મહિલા આ રીતે ફસાઇ ગઇ
Woman trapped in strangers home in China during lockdown
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 8:05 PM

ચીનમાં (China) કોરોના વાયરસના (Coronavirus) વધતા જતા કેસોને જોતા લોકડાઉન (Lockdown in China) લાગુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કંઈક એવું બન્યું છે, જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. વાસ્તવમાં, ચીનની એક મહિલા બ્લાઈન્ડ ડેટ પર એક વ્યક્તિને તેના ઘરે મળવા ગઈ હતી, પરંતુ લોકડાઉન લાગુ થયા બાદ તે એક સપ્તાહ સુધી વ્યક્તિના ઘરે ફસાઈ ગઈ હતી.

વાંગ નામની આ મહિલાએ જણાવ્યું કે ગયા બુધવારે જ્યારે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે તે ચીનના ઝેંગઝોઉ શહેરમાં એક ઘરમાં ભોજન કરી રહી હતી. જે બાદ તે ત્યાં જ ફસાઈ ગઈ હતી.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મહિલા જેની સાથે બ્લાઈન્ડ ડેટ પર ગઈ હતી તે વ્યક્તિ તેને બિલકુલ ગમતી ન હતી, કારણ કે તે એક પૂતળાની જેમ મૌન રહે છે. વાંગે WeChat પર એક વીડિયો પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. શાંઘાઈ સ્થિત આઉટલેટ ધ પેપર સાથે વાત કરતા વાંગે કહ્યું કે તે વ્યક્તિને મળવા માટે એક સપ્તાહની મુલાકાતે ઝેંગઝોઉ ગઈ હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

પરંતુ આ દરમિયાન શહેરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ઝેંગઝોઉ પહોંચ્યા પછી તરત જ કોરોનાનો પ્રકોપ સામે આવ્યો અને પછી આખા શહેરમાં લોકડાઉન લાદવામાં આવ્યું. આ કારણે હું ક્યાંય જઈ શકી ન હતી.

વાંગે જણાવ્યું કે તેના પરિવારે તેને બ્લાઈન્ડ ડેટ માટે 10 મેચ બતાવ્યા હતા અને તેમાંથી એકે કહ્યું કે તે તેની રસોઈ કુશળતા બતાવવા માંગે છે. ‘હું તેને જોવા તેના ઘરે ગઇ અને પછી લોકડાઉનને કારણે અટવાઈ ગઇ. ત્યારથી, વાંગે તેની ડેટ સાથે લોકડાઉન પસાર કરતા તેનો વીડિયો બનાવવાનું શરૂ કર્યું.

સ્થાનિક મીડિયા દ્વારા પ્રકાશિત વીડિયો અનુસાર, તેની બ્લાઇન્ડ ડેટની ઓળખ જાહેર કરવામાં આવી નથી. જોકે, ઘરના કામકાજ સિવાય તે પોતાના લેપટોપ પર પણ કામ કરે છે. બીજી તરફ વાંગ લોકડાઉન દરમિયાન સૂઈ રહી છે. વ્યક્તિ વાંગ માટે ખોરાક પણ રાંધે છે.

જો કે, વાંગ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વીડિયો દર્શાવે છે કે બંને વચ્ચે વસ્તુઓ સારી રીતે ચાલી રહી નથી, કારણ કે વાંગ વધુ વાતચીત કરનાર વ્યક્તિની શોધમાં હતી. આ જ કારણ છે કે તેણે પોતાના ડેટને લાકડાનું પૂતળું ગણાવ્યું છે. વાંગે ધ પેપરને કહ્યું કે તેના મૌન સિવાય તેનામાં બધું જ સરસ હતું. વાંગનો વીડિયો જોતાની સાથે જ ચીનમાં વાઈરલ થઈ ગયો છે.

આ પણ વાંચો –

યૂકે ભારત સાથે Scotch અને Whiskey નો વધારશે વેપાર, પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને આપ્યુ નિવેદન

આ પણ વાંચો-

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પૂર્વે ભારત અને બ્રિટન વચ્ચે સમજૂતી માટે બેઠક, અબજો રૂપિયાના વેપારનો માર્ગ ખુલશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">