Lockdown In China : ચીનમાં બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ, આ શહેરમાં લાગ્યું લોકડાઉન
ટૂરિઝમ હબ ઝિયાન અને ટિયાનજિન પોર્ટ સિટી પછી લોકડાઉનનો સામનો કરનાર આન્યાંગ ત્રીજું શહેર છે, જ્યાં છેલ્લા કેટલાક દિવસોમાં ઓમિક્રોનના કેસ મળી આવ્યા છે.
શિપિંગ ઉદ્યોગ ચીનના વિવિધ પ્રદેશોમાં કોરોના વાયરસના નવા કેસોમાં ધરખમ વધારો થયો છે. કોરોનાને કારણે મોટા બંદરો નજીક હોવા છતાં અત્યાર સુધી માલ સપ્લાય ચેઇન બંધ થવાનો ડર છે. વિન્ટર ઓલિમ્પિક (Winter Olympic) શરૂ થવા અને ચંદ્ર નવા વર્ષ પહેલા માલ મોકલવા માટે ફેક્ટરીઓમાં સૂચના મળી રહી છે તો બીજી તરફ ચાઇના નિંગબો, યાન્ટિયન અને હવે બેઇજિંગની આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસમાં ધરખમ જાણ કરી રહ્યું છે. ઓમિક્રોને (Omicron) તિયાનજિન (Tianjin) શહેરમાં પણ દસ્તક આપી છે.
#China Reports New COVID Outbreaks Near Ports, Raising Fears of Supply Chain Delays
In 2021, China’s zero-tolerance policies to the virus caused significant disruptions in port operations.https://t.co/bksTc2ZUWC pic.twitter.com/JheRqOkYO1
— Indo-Pacific News – Watching the CCP-China Threat (@IndoPac_Info) January 11, 2022
ફેબ્રુઆરીમાં યોજાનારી બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક્સ પહેલા ચીનમાં કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્યા છે. સત્તાવાળાઓએ હવે આન્યાંગ શહેરમાં પણ લોકડાઉન લાદી દીધું છે, જે આવા પ્રતિબંધોનો સામનો કરવા માટે ઝિયાન અને તિયાનજિન પછી ત્રીજું શહેર છે. દેશના હેનાન પ્રાંતમાં સ્થિત 55લાખની વસ્તી ધરાવતું આયાંગ શહેરમાં કોરોનાના વધતા કેસને લઈને નિયંત્રણ પગલાંને કડક બનાવ્યા છે.
બેઇજિંગ ઓલિમ્પિક પહેલા કેસમાં વધારો થયો છે
4 થી 20 ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક્સ પહેલા કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન દેશના રાષ્ટ્રીય આરોગ્ય આયોગે મંગળવારે જણાવ્યું હતું કે ચીનની મુખ્ય ભૂમિમાં વિવિધ સ્થળોએથી લગભગ 200 કેસ નોંધાયા છે, જેમાં 110 સ્થાનિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલા છે. કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના કેસ સામે આવ્યા બાદ ચીનના તિયાનજિનમાં આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે
ટૂરિઝમ હબ ઝિયાન અને ટિયાનજિન પોર્ટ સિટી પછી લોકડાઉનનો સામનો કરનાર આન્યાંગ ત્રીજું શહેર છે, જ્યાં છેલ્લા કેટલાક દિવસોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ મળી આવ્યા છે. આનાથી ચીનની ‘ઝીરો કોરોના વાયરસ કેસ પોલિસી’ માટે ખતરો છે. સત્તાવાર મીડિયાએ મંગળવારે જણાવ્યું કે શનિવારે પહેલો કેસ નોંધાયો ત્યારથી આન્યાંગમાં સંક્ર્મણના 84 કેસ નોંધાયા છે, જે સ્થાનિક ફેલાવા સાથે સંબંધિત છે.
લાખો લોકો ઘરોમાં કેદ
આ વિસ્તાર ચેપના આ સ્વરૂપનો પ્રથમ સ્થાનિક પ્રકોપ અનુભવી રહ્યો છે, પરંતુ હાલમાં તેની સંખ્યા ઓછી છે. લોકડાઉન લાગુ કરનાર ચીન પ્રથમ દેશ પૈકી એક છે જ્યાં કરોડો લોકો હજુ પણ તેમના ઘરોમાં કેદ છે. કોરોના વાયરસના સંક્રમણના કેસ વધ્યા બાદ ચીને 1,3 કરોડ લોકોની વસ્તીવાળા ઉત્તરીય શહેર શિયાનમાં લોકડાઉનનો આદેશ આપ્યો હતો. વિન્ટર ઓલિમ્પિકની યજમાનીના થોડા અઠવાડિયા પહેલા દેશમાં સંક્ર્મણના વધતા જતા કેસોને કારણે ચિંતા વધી ગઈ છે.
આ પણ વાંચો : India-China border Talks: ભારત અને ચીન વચ્ચે આજે 14માં તબક્કાની થશે સૈન્ય વાટાઘાટો, બંને દેશોને સાર્થક વાતચીતની આશા
આ પણ વાંચો : જેમ્સ વેબ ટેલિસ્કોપ ક્યાં સુધી અવકાશમાં રહેશે ‘જીવંત’ અને બ્રહ્માંડ વિશે માહિતી આપશે? નાસાએ આપ્યો આ જવાબ