Wildfire in Greece : ગ્રીસના જંગલમાં લાગેલી આગથી સર્જાયા તબાહીના દ્રશ્યો, આસપાસના શહેરો પર પણ જોખમ

TV9 GUJARATI

|

Updated on: Aug 08, 2021 | 6:50 PM

ગરમ હવાને કારણે શુક્રવારે અહીં એક ફાયરકર્મીનું મોત થઇ ચૂક્યુ છે અને છેલ્લા એક અઠવાડિયામાં 20 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ચૂક્યુ છે.

Wildfire in Greece : ગ્રીસના જંગલમાં લાગેલી આગથી સર્જાયા તબાહીના દ્રશ્યો, આસપાસના શહેરો પર પણ જોખમ
Greece Fire spreads wreaking havoc

Follow us on

ગ્રીસમાં શનિવારે ત્રણ અલગ અલગ સ્થળોએ જંગલમાં લાગેલી આગે તબાહી મચાવી છે. એક સ્થાન પર જંગલની આગના કારણે નજીકના શહેરો પર જોખમ વધવા લાગ્યુ છે. આ આગ દેશના બીજા સૌથી મોટા દ્વીપ ઇવિયા સુધી પહોંચી ગઇ છે જેના કારણે દ્વીપનો અડધો ભાગ અલગ પડી ગયો છે.

તટરક્ષક દળના એક પ્રવક્તાએ જણાવ્યુ કે, ઇવિયાના ઉત્તર છેડા નજીક સમુદ્ર કિનારાના ક્ષેત્ર પેફ્કી પર આગ વધુ ફેલાવાથી રહેવાસીઓ તેમજ પર્યટકોને અહીંથી ખસેડવામાં આવી રહ્યા છે. ઉત્તર ઇવિયામાં ફાયર વિભાગના કર્મચારીઓએ 7 હજારની વસ્તી વાળા શહેર ઇસ્તિઇયા તથા કેટલાક ગામોમાં લોકોને બચાવવા માટે રાતભર પ્રયત્નો કર્યા. તેમણે ગાઢ જંગલમાં રસ્તો બનાવવા માટે બુલ્ડોઝરનો ઉપયોગ કર્યો. શુક્રવારની રાત્રે સમુદ્ર કિનારેના ગામો અને દ્વીપ પરથી લગભગ 1,400 જેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

પ્રાચીન ઓલમ્પિયા સુધી પહોંચી આગ

ગ્રીસના દક્ષિણ પેલોપોનીઝ પ્રાયદ્વીપમાં પ્રાચીન ઓલંપિયા, ફોકિડા અને એથેન્સના ઉત્તરમાં મધ્ય યૂનાનમાં પણ મોટા પ્રમાણમાં આગ ફેલાઇ ચૂકી છે. પ્રાચીન ઓલંપિયામાં લાગેલી આગ પ્રાચીન સ્થળોથી દૂર જતી રહી છે. પરંતુ તે પૂર્વની તરફ વધી રહી છે જેના કારણે નજીકના ગામો પર જોખમ ટોળાય રહ્યુ છે. એથેન્સના ઉત્તરમાં માઉન્ટ પારનિથા પર હજી સુધી આગ લાગેલી છે. આ આગ થોડા થોડા સમયે વધુ ભડકી રહી છે. જોકે ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યુ કે, આગ બુઝાવવામાં અમને સફળતા મળી રહી છે. નાગરીક સુરક્ષા ઉપ મંત્રી નિકોસ હાડાલિયાસએ જણાવ્યુ કે, તેમને આશા છે કે ફાયર વિભાગના કર્મીઓ આગ પર જલ્દી જ કાબૂ મેળવી લેશે.

તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યુ

ગરમ હવાને કારણે શુક્રવારે અહીં એક ફાયરકર્મીનું મોત થઇ ચૂક્યુ છે અને છેલ્લા એક અઠવાડિયામાં 20 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ચૂક્યુ છે. પ્રધાનમંત્રી કિરિયાકોસ મિત્સોતાકિસે શનિવારે એથેન્સમાં ફાયર ડિપાર્ટમેન્ટના મુખ્ય કાર્યલયની મુલાકાત લીધી હતી અને કર્મચારીના મોત પર દુખ પણ વ્યક્ત કર્યુ હતુ. દક્ષિણ પેલોપોનીઝના માની વિસ્તારમાં એક સ્થાનિક અધિકારીએ અનુમાન લગાવ્યુ છે કે, આગના કારણે લગભગ 70 ટકા વિસ્તાર નષ્ટ થઇ ચૂક્યુ છે.

આ પણ વાંચો – Neeraj Chopra : હું નીરજ છું તેવી ઓળખ આપો અને 500 રૂપિયાનું નિઃશુલ્ક પેટ્રોલ મેળવો, જાણો શું છે આ મામલો

આ પણ વાંચો – Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત પ્રકરણ મહારાષ્ટ્રને બદનામ કરવાનું ષડયંત્ર હતું, NCP પ્રવક્તા નવાબ મલિકનું નિવેદન

Latest News Updates

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati