Neeraj Chopra : હું નીરજ છું તેવી ઓળખ આપો અને 500 રૂપિયાનું નિઃશુલ્ક પેટ્રોલ મેળવો, જાણો શું છે આ મામલો

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા ઇન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપના દ્વારાનીરજ ચોપડાના સન્માનમાં દરેક નીરજ નામની વ્યક્તિ માટે નિઃશુલ્ક ₹501 ના પેટ્રોલ આપવાની જાહેરાત કરી છે.

Neeraj Chopra : હું નીરજ છું તેવી ઓળખ આપો અને 500 રૂપિયાનું નિઃશુલ્ક પેટ્રોલ મેળવો, જાણો શું છે આ મામલો
Each person named Neeraj will be given free petrol of Rs 501
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 6:16 PM

ભારતીય ભાલા ફેંક ખેલાડી(javelin throw) નીરજ ચોપરા(neeraj chopra) ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચતા દેશભરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. દેશમાટે ગોલ્ડ મેડલ જીતી ગર્વની લાગણીનો અનુભવ કરાવનાર નીરજના માનમાં નેત્રંગના પેટ્રોલપંપ સંચાલકે નીરજ નામના દરેક વ્યક્તિને ૫૦૦ રૂપિયાનું પેટ્રોલ ફ્રી આપવાની જાહેરાત કરી

દેશને ભાલા ફેંક(javelin throw) માં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપડા (Neeraj Chopra) ઉપર ભારતભરમાંથી અભિનંદન અને ધન વર્ષા થઈ રહી છે. જો તમારૂં નામ પણ નીરજ છે તો તમે ભરૂચ જિલ્લાના નેત્રંગ ટાઉનના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પરથી ₹501 નું પેટ્રોલ નિઃશુલ્ક મેળવી શકો છો. ઓલમ્પિકમાં જવેલીન થ્રો માં દેશ માટે પહેલો સુવર્ણ ચંદ્રક નીરજ ચોપડાએ જીતતા દેશભરમાં આ ઐતિહાસિક જીતને વિજયોત્સવ તરીકે મનાવવામાં આવી રહી છે.

દેશને એથ્લેટિકમાં પહેલો ગોલ્ડ અપાવવા બદલ નીરજ ચોપડા ઉપર જ્યારે ઇનમોની વર્ષા થઈ રહી છે ત્યારે દરેક ભારતીય ગર્વ સાથે નીરજ ચોપડાને મળેલા પેહલા ગોલ્ડની ઉજવણીમાં મગ્ન બન્યા છે. આ વચ્ચે નીરજ નામના લોકોને વિશેષ લાભ અપાઈ રહ્યો છે. જો તમારૂં નામ પણ નીરજ છે તો તમે પણ પુરસ્કારના હકદાર બની શકો છો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલા ઇન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપના દ્વારાનીરજ ચોપડાના સન્માનમાં દરેક નીરજ નામની વ્યક્તિ માટે નિઃશુલ્ક ₹501 ના પેટ્રોલ આપવાની જાહેરાત કરી છે. સોમવારે સાંજે 5 વાગ્યા સુધી પેટ્રોલ પંપ ઉપર ₹501 નું નિઃશુલ્ક પેટ્રોલ પુરસ્કાર રૂપે મેળવવા માટે પોતાનું નામ નીરજ હોવાનો સરકારી પુરાવો બતાવવો પડશે

તમે તમારૂં આઈ.ડી. પ્રુફ એટલે કે નીરજ નામ હોવાનું કોઈપણ ઓળખપત્ર લઈ પેટ્રોલ પંપ ઉપર જશો એટલે તમને ₹501 નું મફત પેટ્રોલ આપવામાં આવશે. સંચાલકે કરેલી જાહેરાત સાથે પેટ્રોલ પંપનો તમામ સ્ટાફ પણ નીરજ નામની વ્યક્તિને આવકારવા સજ્જ રહે છે. નીરજ નામના દરેક વ્યક્તિનું પુષ્પગુચ્છથી સન્માન કરાય છે. હવે નેત્રંગના આ પેટ્રોલ પંપ ઉપર સોમવારે સાંજ સુધી નીરજ નામની કેટલી વ્યક્તિઓ નીરજ ચોપડાના સન્માન હેઠળ જાહેર કરાયેલી સ્કીમનો લાભ લે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો :  Cyanide Death Case : વિશ્વમાં સૌથી ખતરનાક ગણાતા ઝેરથી પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ, ચુસ્ત સુરક્ષા વચ્ચે રખાતુ સાયનાઈડ, હત્યારા પાસે કેવી રીતે આવ્યુ ?

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">