AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Titanic Submersible Missing : ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલો દાઉદ પણ ડૂબ્યો ! જાણો કોણ છે આ પાકિસ્તાની મૂળનો અબજોપતિ

બ્રિટિશ અબજોપતિ હેમિશ હાર્ડિંગ, ફ્રેન્ચ સંશોધક પોલ હેનરી નાર્ગેલેટ અને ઓસેનગેટના સીઈઓ સ્ટોકટન રશ સબમરીનમાં સવાર અન્ય લોકોમાં સામેલ હતા. રિપોર્ટ અનુસાર, આ સબમરીનમાં પ્રિન્સ દાઉદનો દીકરો પણ હતો.

Titanic Submersible Missing : ટાઈટેનિકનો કાટમાળ જોવા ગયેલો દાઉદ પણ ડૂબ્યો ! જાણો કોણ છે આ પાકિસ્તાની મૂળનો અબજોપતિ
Shahzada Dawood
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2023 | 11:30 PM
Share

New York :  111 વર્ષ પહેલા પ્રખ્યાત ટાઈટેનિક જહાજ દરિયામાં ડૂબ્યુ હતું. આ ટાઈટેનિક જહાજનો કાટમાળ આજે પણ દરિયાની અંદર છે. આ કાટમાળને જોવા અને તેના પર રિસર્ચ કરવા ઘણા લોકો દુર્ઘટના સ્થળ સુધી પહોંચતા હોય છે. હાલમાં જ ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલી સબમરીન એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થઈ ગઈ હતી.

આ સબમરીનને શોધવા માટે અમેરિકા, કેનેડા અને બ્રિટનની નેવીએ ખાસ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ સબમરીનમાં પાકિસ્તાની મૂળના અબજોપતિ પ્રિન્સ દાઉદ (Shahzada Dawood) પણ હાજર હતો.આ સબમરીમમાં પ્રિન્સ દાઉદ સહિત કુલ 5 લોકો સામેલ હતા.

બ્રિટિશ અબજોપતિ હેમિશ હાર્ડિંગ, ફ્રેન્ચ સંશોધક પોલ હેનરી નાર્ગેલેટ અને ઓસેનગેટના સીઈઓ સ્ટોકટન રશ સબમરીનમાં સવાર અન્ય લોકોમાં હતા. રિપોર્ટ અનુસાર, આ સબમરીનમાં પ્રિન્સ દાઉદનો દીકરો પણ હતો. ચાલો જાણીએ કોણ છે પ્રિન્સ દાઉદ.

આ પણ વાંચો :  PM Modi US Visit : પશ્ચિમના દેશોને ભારત વિના નહી ચાલે, PM મોદીએ બદલી ભારતની છબી

કોણ છે પ્રિન્સ દાઉદ ?

પ્રિન્સ શહેઝાદા દાઉદ દાઉદ ગ્રુપમાંથી આવે છે, જે એક મોટા પાકિસ્તાની બિઝનેસ પરિવાર છે. તે દાઉદ હર્ક્યુલસ કોર્પોરેશનના વાઇસ ચેરમેન છે. આ ઉપરાંત તે પ્રિન્સ ચાર્લ્સની ચેરિટી, પ્રિન્સ ટ્રસ્ટ ઇન્ટરનેશનલના વૈશ્વિક સલાહકાર બોર્ડના સભ્ય પણ છે.તેની પાસે કોર્પોરેટ ગવર્નન્સ અને પાકિસ્તાનમાં ઉદ્યોગોના પુનરુત્થાનમાં નિપુણતા છે. દાઉદ ગ્રુપ ઘણી મોટી કંપનીઓ ચલાવે છે, જે પાકિસ્તાનથી બ્રિટન સુધી ફેલાયેલી છે.

ટાઇટેનિકનો કાટમાળ હાલમાં ક્યાં છે?

ટાઇટેનિકનો કાટમાળ, જે 1 સપ્ટેમ્બર, 1985ના રોજ મળી આવ્યો હતો, તે એટલાન્ટિક મહાસાગરના તળિયે લગભગ 13,000 ફૂટ (4,000 મીટર) પાણીની અંદર સ્થિત છે. તે ન્યૂફાઉન્ડલેન્ડ, કેનેડાથી આશરે 400 નોટિકલ માઈલ (740 કિમી) દૂર છે.

ટાઇટેનિક જહાજ વિશે રસપ્રદ માહિતી

  • ટાઇટેનિક જહાજના ડિઝાઇનર અને બિલ્ડરનું નામ થોમસ એન્ડ્રુઝ હતું.
  • આ જહાજ વર્ષ 1998માં બનાવવામાં આવ્યું હતું.
  • આ જહાજની સફર 10 એપ્રિલ, 1912ના રોજ સાઉધમ્પ્ટન (ઈંગ્લેન્ડ)થી કરવામાં આવી હતી.
  • આ ટાઇટેનિક જહાજની કુલ લંબાઈ 882 ફૂટ અને 9 ઇંચ, 269.1 મીટર હતી. તેની ઢાલની પહોળાઈ 92 ફૂટ (28.0 મીટર) હતી.
  • જહાજ પર આધારિત એક મૂવી બનાવવામાં આવી હતી જેમાં લિયોનાર્ડો ડી કેપ્રિયો અને કેટ વિન્સલેટે અભિનય કર્યો હતો.

ટાઇટેનિક જહાજ સમુદ્રમાં કેવી રીતે ડૂબી ગયું ?

  • ટાઇટેનિક એ વિશ્વનું સૌથી મોટું સ્ટીમ-સંચાલિત પેસેન્જર જહાજ હતું.
  • તે 10 એપ્રિલ 1912 ના રોજ સાઉધમ્પ્ટન (ઇંગ્લેન્ડ) થી પ્રથમ સફર કરી.
  • ચાર દિવસની સફર પછી, તે આઇસબર્ગ સાથે અથડાયું અને 14 એપ્રિલ 1912ના રોજ ડૂબી ગયું.
  • જેમાં 1,517 લોકોના મોત થયા હતા. જે ઈતિહાસની સૌથી મોટી શાંતિ સમયની દરિયાઈ આપત્તિઓમાંની એક છે.

આ પણ વાંચો : PM મોદી પહોંચ્યા ન્યૂયોર્ક, અમેરિકાએ કહ્યું-ભારત મોટી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે, જુઓ Video

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">