વ્હાઇટ હાઉસની લડાઈ બની રસાકસીભરી, ટ્રમ્પ-હેરિસ વચ્ચે હરીફાઈમાં કોણ છે આગળ ?

અમેરિકામાં આગામી 5 નવેમ્બરે રાષ્ટ્રપતિપદની ચૂંટણી યોજાઈ રહી છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રમુખપદ માટે મુકાબલો છે. અત્યાર સુધીના પોલ પ્રમાણે બંને નેતાઓ વચ્ચે કસોકસની સ્પર્ધા જોવા મળી રહી છે. ક્યારેક ટ્રમ્પ આગળ હોય છે તો ક્યારેક કમલા હેરિસ. ચાલો એક નજર કરીએ તાજેતરના પોલમાં કોને લીડ મળી છે.

વ્હાઇટ હાઉસની લડાઈ બની રસાકસીભરી, ટ્રમ્પ-હેરિસ વચ્ચે હરીફાઈમાં કોણ છે આગળ ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2024 | 1:54 PM

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો જંગ રોમાંચક બની રહ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો મુકાબલો કપરો બની રહ્યો છે. આગામી 5 નવેમ્બરે યોજાનારી ચૂંટણી પહેલા હાથ ધરાયેલ પોલમાં ક્યારેક ટ્રમ્પને આગળ બતાવવામાં આવ્યા છે તો ક્યારેક કમલા હેરિસને. સ્વતંત્ર ઉમેદવાર રોબર્ટ એફ. કેનેડી જુનિયરે ટ્રમ્પનું સમર્થન કર્યા પછી હાથ ધરાયેલા પોલમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે.

અમેરિકાના મતદારોનો બદલાતો મૂડ પોલમાં દેખાઈ રહ્યો છે, કારણ કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ બાઈડન ચૂંટણી મેદાનમાં હતા ત્યાં સુધી ટ્રમ્પ થોડી લીડ સાથે ચૂંટણીમાં આગળ હતા. વોલ સ્ટ્રીટ જર્નલનો નવા સર્વે દર્શાવે છે કે, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને 48 ટકા મતદારોનું સમર્થન છે, જ્યારે ટ્રમ્પને 47 ટકા મતદારોનું સમર્થન છે.

ટ્રમ્પ-હેરિસ વચ્ચે કસોકસની હરીફાઈ

ક્વિનીપિયાક યુનિવર્સિટીના અન્ય સર્વેમાં દર્શાવવામાં આવ્યું છે કે, કમલા હેરિસને 49 ટકા સમર્થન મળી રહ્યું છે અને ટ્રમ્પ 48 ટકા સાથે આગળ છે. સફોક/યુએસએ ટુડેના સર્વે અનુસાર, કમલા હેરિસને 48 ટકા મતદારોનું સમર્થન મળ્યું છે, જ્યારે ટ્રમ્પને 43 ટકા લોકોનું સમર્થન છે. 9 ટકા મતદારો એવા છે જેઓ કોઈની સાથે નથી. એબીસી ન્યૂઝ પર 10 સપ્ટેમ્બરે યોજાનારી ચર્ચા ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ ગેમ ચેન્જર બની રહેશે, કારણ કે ત્યારબાદનું અંતર વધીને કોઈપણ ઉમેદવાર તરફી ઝોક જઈ શકે છે.

ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે
માઈગ્રેન મટાડવા માટે શું ખાવું?

સર્વે કરનારાઓના મતે ઓગસ્ટ મહિનાથી મોટા ભાગના આંકડા સ્થિર રહ્યા છે. હેરિસને મહિલાઓમાં ફાયદો હોવાનું જણાય છે. તે 13 પોઈન્ટ સાથે આગળ છે. એટલું જ નહીં, 56 ટકા મતદારોએ કમલા હેરિસના પ્રદર્શનને સારું ગણાવ્યું, જ્યારે 41 ટકા લોકોએ ટ્રમ્પ માટે પણ એવું જ માન્યું.

હેરિસનું પ્રદર્શન બાઈડન કરતા સારું

કમલા હેરિસે મુખ્ય બેઠકો ઉપર પોતાની લીડ જાળવી રાખી છે. એનબીસી ન્યૂઝ અનુસાર હેરિસ જો બાઈડન કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહ્યી હોય તેવું લાગે છે. જોકે, ટ્રમ્પે મહત્વના મુદ્દાઓ પર પોતાની લીડ જાળવી રાખી છે. અર્થવ્યવસ્થા અને ફુગાવાના સંદર્ભમાં વિશ્વાસના સંદર્ભમાં, ટ્રમ્પે દરેક કેટેગરીમાં હેરિસને 8 પોઈન્ટથી પાછળ રાખી દીધી છે. યુએસ-મેક્સિકો બોર્ડર સંભાળવામાં તેમની પાસે 9 પોઈન્ટની લીડ છે.

બાઈડન સમયે ટ્ર્મ્પ આગળ, પણ કમલા આવતા સ્થિતિ પલટાઈ

27 જૂનની ચર્ચા પહેલાં, બાઈડન ટ્રમ્પથી પાછળ હતા. આનાથી ડેમોક્રેટ્સના સત્તામાં પાછા આવવાની આશા ઓછી થઈ, પરંતુ બાઈડન પ્રમુખપદની રેસમાંથી બહાર થઈ તેમના સ્થાને હેરિસ આવતાં, આખી ચૂંટણીની રમત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. કમલા હેરિસને હવે વધુ વિશ્વસનીય નેતા તરીકે જોવામાં આવે છે અને તે દેશભરમાં વધુ સારું પ્રદર્શન કરી રહી છે.

બંને નેતાઓનો ચૂંટણી પ્રચાર જે રીતે આગળ વધી રહ્યો છે તે જોતાં આગામી સપ્તાહ વધુ મહત્ત્વનું બની રહેશે. હેરિસ તેની લીડ જાળવી રાખે છે કે ટ્રમ્પ પુનરાગમન કરશે તે જોવું રહ્યું.

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
g clip-path="url(#clip0_868_265)">