શું છે રીંગ ઓફ ફાયર ? જેના કારણે જાપાનમાં આવે છે વારંવાર ભૂકંપ
જાપાન રિંગ ઓફ ફાયર પર સ્થિત છે, જે પેસિફિક મહાસાગરનો એક વિસ્તાર છે, જેને પેસિફિક રિમ અથવા પેસિફિક બેલ્ટ પણ કહેવામાં આવે છે. આ તે વિસ્તાર છે જ્યાં સૌથી વધુ ભૂકંપ અને જ્વાળામુખી ફાટી નીકળે છે. એક રિપોર્ટ અનુસાર, દુનિયાના 75 ટકા જ્વાળામુખી રિંગ ઓફ ફાયર એરિયામાં આવેલા છે.

જાપાનમાં ભૂકંપ આવવો એ સામાન્ય વાત છે, પરંતુ તેની તીવ્રતામાં સતત વધારો એક મોટા ભયનો સંકેત આપી રહ્યો છે. જાપાન ‘રિંગ ઓફ ફાયર’ પર આવેલું છે, જે ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ છે. આ એ જ વિસ્તાર છે, જ્યાં સમગ્ર વિશ્વના 90 ટકા ભૂકંપ નોંધાય છે.
જાપાનમાં ભૂકંપ બાદ સુનામી આવશે તે લગભગ નિશ્ચિત છે. અત્યાર સુધીના સમાચારો અનુસાર સુનામીના મોજા દક્ષિણ કોરિયા અને જાપાનના કેટલાક કિનારા સુધી પહોંચ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ઈશીકાવા, નિગાતા અને તોયામા પ્રાંતમાં ચેતવણી આપવામાં આવી છે. અહીં વિજળી પુરવઠો, રેલ સેવા અને પરિવહનના અન્ય સાધનો ખોરવાઈ ગયા છે.
જાપાનમાં દર વર્ષે 1 હજાર ભૂકંપ આવે છે
નાના-મોટા તમામ ભૂકંપની વાત કરીએ તો જાપાનમાં દર વર્ષે લગભગ એક હજાર ભૂકંપ આવે છે, જેમાંથી માત્ર એક કે બે જ તીવ્રતા ધરાવતા હોય છે, જોકે નવા વર્ષના પ્રથમ દિવસે જાપાનમાં જે ભૂકંપ આવ્યો હતો તે 7.6ની તીવ્રતાનો હતો. આ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. જો આપણે રાષ્ટ્રીય ભૂકંપ કેન્દ્રના ડેટા પર વિશ્વાસ કરીએ તો, વિશ્વમાં દર વર્ષે લગભગ 20 હજાર ભૂકંપ આવે છે, જેમાંથી 100 એવા હોય છે જે નુકસાન પહોંચાડે છે. આમાંથી એક કે બે આફત લાવી શકે છે.
રીંગ ઓફ ફાયર શું છે?
જાપાન રિંગ ઓફ ફાયર પર સ્થિત છે, જે પેસિફિક મહાસાગરનો એક વિસ્તાર છે, જેને પેસિફિક રિમ અથવા પેસિફિક બેલ્ટ પણ કહેવામાં આવે છે. આ તે વિસ્તાર છે જ્યાં સૌથી વધુ ભૂકંપ અને જ્વાળામુખી ફાટી નીકળે છે. એક રિપોર્ટ અનુસાર, દુનિયાના 75 ટકા જ્વાળામુખી રિંગ ઓફ ફાયર એરિયામાં આવેલા છે.
આ વિસ્તાર જુઆન ડી, કોકોસા, નાઝકા, નોર્થ અમેરિકન અને ફિલિપાઈન સહિત 40 હજાર કિમી સુધી ફેલાયેલો છે. એલેક્ઝાન્ડર પી. લિવિંગસ્ટને સૌપ્રથમ 1906માં લખેલા પુસ્તકમાં પ્રશાંત મહાસાગરના આ વિસ્તારનો ઉલ્લેખ રિંગ ઓફ ફાયર તરીકે કર્યો હતો. આ પછી, 1960ના દાયકામાં, તેના વિશે ટેકટોનિક સિદ્ધાંતના રૂપમાં માહિતી આપવામાં આવી.
માત્ર જાપાન જ નહીં પરંતુ આ દેશો પણ આવે છે ભૂકંપ
રિંગ ઓફ ફાયરમાં ભૂકંપનું જોખમ માત્ર જાપાન જ નથી, પરંતુ રશિયા, ઈન્ડોનેશિયા, ન્યુઝીલેન્ડ, એન્ટાર્કટિકા, કેનેડા, ફિલિપાઈન્સ, મેક્સિકો, કોસ્ટા રિકા, પેરુ, એક્વાડોર, ચિલી બોલિવિયા પણ ભૂકંપના જોખમમાં છે. તાજેતરમાં જ ઈન્ડોનેશિયામાં પણ આવા જ ભૂકંપના કારણે તબાહી મચી ગઈ હતી.
આ પણ વાંચો : ભૂકંપ જોયો છે ? જાપાનમાં આવેલા ભૂકંપના લાઈવ વિઝ્યુલ્સ આવ્યા સામે, જુઓ વીડિયો
