AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભૂકંપ જોયો છે ? જાપાનમાં આવેલા ભૂકંપના લાઈવ વિઝ્યુલ્સ આવ્યા સામે, જુઓ વીડિયો

જાપાનમાં આવેલા ભૂકંપ બાદ દરિયામાં પણ 5 મીટર જેટલા ઉંચા મોજા ઊછળી રહ્યા હતા. હજુ પણ ભયંકર સ્વરૂપ દરિયો ધારણ કરી રહ્યો છે. તે જ સમયે, ભૂકંપ બાદ એરપોર્ટ પર અરાજકતા જોવા મળી હતી. 36,000થી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. લોકોને વિસ્તાર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારે આ ભૂકંપના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. 

ભૂકંપ જોયો છે ? જાપાનમાં આવેલા ભૂકંપના લાઈવ વિઝ્યુલ્સ આવ્યા સામે, જુઓ વીડિયો
| Updated on: Jan 01, 2024 | 7:41 PM
Share

જાપાનમાં આવેલા જોરદાર ભૂકંપના કારણે ધરતી હચમચી ચૂકી છે. ઉત્તર મધ્ય જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ બાદ, હવામાન એજન્સીએ ઇશિકાવા, નિગાતા અને તોયામા પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરી છે. ભૂકંપના કારણે ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે.

દુકાનો અને શોપિંગ સ્ટોર્સમાં રાખવામાં આવેલ સામાન પડી ગયો હતો. પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો અહીં-તહીં ખસી ગયા હતા. તે જ સમયે, 36 હજાર ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને ટ્રેન બંધ થઈ ગઈ હતી. લોકોમાં અરાજકતાનો માહોલ છે.

2011માં જાપાનમાં ભયાનક સુનામી આવી હતી જેના કારણે ભારે વિનાશ સર્જાયો હતો. જોકે 13 વર્ષ બાદ ફરી એકવાર જાપાનમાં સુનામીનો ખતરો મંડરાઈ રહ્યો છે. દરિયામાં 5 મીટર ઉંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. દરિયો ભયંકર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. તે જ સમયે, ભૂકંપ બાદ એરપોર્ટ પર અરાજકતા જોવા મળી હતી. લોકો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળી રહ્યા છે. કર્મચારીઓ એરપોર્ટ પર ટેબલ નીચે સંતાઈ ગયા. તે જ સમયે, રસ્તાઓ પર કેટલાક ફૂટ ઊંડી તિરાડો દેખાઈ હતી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો ભૂકંપની તબાહીનો વીડિયો

જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી તાત્કાલિક સ્થળાંતર કરવા જણાવ્યું છે. દરમિયાન, સરકારી પ્રવક્તાએ રહેવાસીઓને સંભવિત વધુ ભૂકંપ માટે તૈયાર રહેવા ચેતવણી આપી હતી. પડોશી દક્ષિણ કોરિયાની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે જાપાનમાં આવેલા પ્રચંડ ભૂકંપ પછી પૂર્વ કિનારે ગેંગવોન પ્રાંતના ભાગોમાં સમુદ્રનું સ્તર વધી શકે છે.

સરકારના પ્રવક્તા હયાશી યોશિમાસાએ કટોકટીની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સત્તાવાળાઓ હજુ પણ નુકસાનની હદની તપાસ કરી રહ્યા છે અને રહેવાસીઓને સંભવિત ભૂકંપ માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે. જાપાનની હોકુરીકુ ઇલેક્ટ્રિક પાવર કંપનીએ જણાવ્યું હતું કે ભૂકંપ પછી 36,000 થી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર ભૂકંપના ઘણા વીડિયો વાઈરલ થયા છે, જેને જોઈને કોઈને પણ આંચકો લાગી શકે છે.

નોંધ : આ વીડિયો જાપાનમાં આવેલા ભૂકંપના નામે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. Tv9 ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. 

g clip-path="url(#clip0_868_265)">