બ્રિટનમાં હિંદુ-મુસ્લિમ સમુદાય વચ્ચેની હિંસાનો આવ્યો અંત, સંયુક્ત નિવેદન કરાયું જાહેર

28 ઓગસ્ટે એશિયા કપ ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે પછી, સોશિયલ મીડિયા પર, ધાર્મિક સ્થળોને નુકસાનની કરાયુ હોવાના ખોટા અને ઉશ્કેરણીજનક મેસેજ ફરતા થયા બાદ, બંને સમુદાયો વચ્ચે તણાવ વધ્યો હતો.

બ્રિટનમાં હિંદુ-મુસ્લિમ સમુદાય વચ્ચેની હિંસાનો આવ્યો અંત, સંયુક્ત નિવેદન કરાયું જાહેર
Leicester violence violence between the Hindu-Muslim community a joint statement announced
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Sep 21, 2022 | 6:43 AM

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ (Asia Cup) ક્રિકેટ મેચને લઈને બ્રિટનમાં શરૂ થયેલો વિવાદ હવે સમાપ્ત થઈ ગયો છે. યુકેના શહેર લેસ્ટરમાં (Leicester violence) હિંદુ અને મુસ્લિમ સમુદાયના અગ્રણીઓએ સંયુક્ત નિવેદન જાહેર કરીને શાંતિની અપીલ કરી છે. એક અગ્રણીએ સંયુક્ત નિવેદન વાંચતા કહ્યુ કે “અમે, લેસ્ટરના પરિવારો, ફક્ત હિન્દુઓ અને મુસ્લિમો તરીકે જ નહીં, પરંતુ ભાઈઓ અને બહેનો તરીકે તમારી સમક્ષ ઉભા છીએ,”

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે લેસ્ટરમાં “વિભાજન માટે કોઈ વિદેશી ઉગ્રવાદી વિચારધારા માટે કોઈ સ્થાન નથી.” સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમારા બે ધર્મો આ અદ્ભુત શહેરમાં અડધી સદી કરતા પણ વધુ સમયથી સુમેળથી રહે છે. અમે આ શહેરમાં સાથે આવ્યા છીએ. અમે સાથે મળીને સમાન પડકારોનો સામનો કર્યો. અમે સાથે મળીને જાતિવાદી તિરસ્કાર સામે લડ્યા અને સામૂહિક રીતે આ શહેરને વિવિધતા અને સમુદાયની એકતાનું પ્રતીક બનાવ્યું.”

હિંસામાં 47 લોકોની ધરપકડ

બંને સમુદાયના અગ્રણીઓએ સ્વીકાર્યું કે તણાવ અને હિંસા સંસ્કારી સમાજનો ભાગ નથી. સંયુક્ત નિવેદન વાંચતા, એક અગ્રણીએ કહ્યું કે “અમે બધાને અપીલ કરીએ છીએ કે મસ્જિદો અને મંદિરો બંનેમાં ધાર્મિક સ્થાનોની પવિત્રતાનું એકસરખું સન્માન કરો.” દરમિયાન, સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે પૂર્વ ઈંગ્લેન્ડના શહેરમાં હિંસામાં સામેલ 47 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હથિયાર રાખવા બદલ 10 મહિનાની જેલ

28 ઓગસ્ટે એશિયા કપ ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું તે પછી, સોશિયલ મીડિયા પર ધાર્મિક સ્થળોને નુકસાન કરાયુ હોવાના ખોટા સમાચાર વહેતા થયા હતા. જેના પગલે બંને સમુદાયો વચ્ચે તણાવ વધ્યો હતો. આ પછી શનિવાર અને રવિવારે અભદ્ર સૂત્રોચ્ચાર સાથે રેલીઓ અને દેખાવો કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રદર્શનોમાં હથિયાર લઈને ફરનાર 20 વર્ષીય યુવકને 10 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati