Uttrakhand: વિશ્વના 14 બાળકોએ જળવાયુ સંકટ સામે UNOમાં કરી અરજી, કટોકટી જાહેર કરવાની કરી માગ

બગડતા પર્યાવરણીય સંતુલનને જોતા રિદ્ધિમાએ 2019માં સંયુક્ત રાષ્ટ્રની રાઈટ ચાઈલ્ડ કમિટીમાં તે પાંચ દેશો વિરુદ્ધ અરજી પણ દાખલ કરી છે.

Uttrakhand: વિશ્વના 14 બાળકોએ જળવાયુ સંકટ સામે UNOમાં કરી અરજી, કટોકટી જાહેર કરવાની કરી માગ
Riddhima Pandey
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 9:43 AM

Uttrakhand: ઉત્તરાખંડની રિદ્ધિમા પાંડેએ સંયુક્ત રાષ્ટ્રની બાળ અધિકાર સમિતિ (The Child Rights Committee of the United Nations) માં બાળ અધિકારો માટે વિશ્વના પાંચ દેશો સામે અવાજ ઉઠાવ્યા બાદ હવે વિશ્વભરમાં જળવાયુ સંકટ (Climate Crisis) પર ઈમરજન્સી જાહેર કરવાની માગ કરી છે. રિદ્ધિમા (Riddhima Pandey) પોતાની માગને સંયુક્ત રાષ્ટ્ર (United Nations) માં લઈ ગઈ છે. આ માટે તેણે વિશ્વભરના 14 બાળકોની સાથે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ સમક્ષ અરજી કરી છે. રિદ્ધિમા બાળપણથી જ પ્રકૃતિ પ્રત્યે જાગૃત છે.

હરિદ્વારની સાધુબેલા કોલોની હરિપુર કલાનની રહેવાસી રિદ્ધિમા પાંડે BM DAV પબ્લિક સ્કૂલમાં 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. રિદ્ધિમા નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે ખૂબ જાગૃત છે. પર્યાવરણ બચાવવા માટે રિદ્ધિમા માત્ર હરિદ્વાર અને ભારતમાં જ નહીં પરંતુ ઘણા દેશોમાં જાગૃતી ફેલાવી રહી છે.

રિદ્ધિમાએ 2019માં રાઈટ ચાઈલ્ડ કમિટીમાં અરજી કરી હતી બગડતા પર્યાવરણીય સંતુલનને જોતા, રિદ્ધિમાએ 2019માં સંયુક્ત રાષ્ટ્રની રાઈટ ચાઈલ્ડ કમિટીમાં તે પાંચ દેશો વિરુદ્ધ અરજી પણ દાખલ કરી છે, જેમાં સૌથી વધુ પર્યાવરણીય ફેરફારોને કારણે બાળ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. રિદ્ધિમા પાંડેએ 14 દેશોના બાળકો સાથે 10 નવેમ્બરે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ (the Secretary-General of the United Nations, Antonio Guterres) સમક્ષ ક્લાઈમેટ ચેન્જ (Climate Change) પર સંકટને ધ્યાનમાં રાખીને અરજી કરી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જંગલો સતત કાપવામાં આવી રહ્યા છે અરજીમાં વિશ્વભરના 14 બાળકોએ કહ્યું છે કે ગેરકાયદેસર ખાણકામ, જંગલોના કટીંગ અને પ્રદૂષણને કારણે વાતાવરણમાં થતા અસંતુલનને કારણે ખતરો વધી રહ્યો છે. ભારતમાં પણ માનવીની સુવિધા માટે સતત જંગલો કાપવામાં આવી રહ્યા છે.

જળવાયુ સંકટ પર પણ કટોકટી જાહેર થાય જે રીતે ગંગા અને તેની ઉપનદીઓમાંથી ખાણકામ થઈ રહ્યું છે, તેની આબોહવા પર ઊંડી અસર થઈ રહી છે. આ બાળકોનું કહેવું છે કે જે રીતે તમામ દેશો દ્વારા કોવિડ-19ને ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે, તેવી જ રીતે ક્લાઈમેટ કટોકટી પર ઈમરજન્સી જાહેર કરીને આબોહવાને સુરક્ષિત કરવી જોઈએ. જેથી આવનારી પેઢીઓ પણ દેશ અને દુનિયામાં પર્યાવરણની સાથે તેમનું જીવન જીવી શકે અને તેમને તેમના કુદરતી અધિકારો પણ મળી શકે.

આ પણ વાંચો: પોતાની દુલ્હનને લાલ રંગના લહેંગામાં જોઇને ભાવુક થયો વરરાજા, લગ્ન દરમિયાન રડી પડ્યો, જુઓ વીડિયો

આ પણ વાંચો: SpaceX ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલે સફળતા પૂર્વક ભ્રમણકક્ષા લેબમાં ડોક કર્યું, 4 મુસાફરો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">