AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જગત જમાદારે જોઈ લીધી ભારતની તાકાત, ડોનાલ્ડ ટ્રમ્પના જ નહીં અમેરિકાના પણ બદલાયા સૂર

ભારતમાં આગામી યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે કહ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે ગાઢ મિત્રતા છે. ટ્રમ્પ ભારતની ટીકા કરે છે, પરંતુ મોદીની પ્રશંસા કરવામાં ક્યારેય પાછા પડતા નથી.

જગત જમાદારે જોઈ લીધી ભારતની તાકાત, ડોનાલ્ડ ટ્રમ્પના જ નહીં અમેરિકાના પણ બદલાયા સૂર
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2025 | 3:08 PM
Share

અમેરિકાએ ભારત પર બે ટુકડે લગાવેલ 50 ટકા ટેરિફ બાદ, દેશની વિદેશનીતિએ દેશહિતને ધ્યાને રાખીને એક પછી એક પગલું ભરવાની શરૂઆત કરી. આની શરૂઆતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અવગણવાની શરૂઆત કરી. ત્યાર બાદ, ભારતે ચીનમાં યોજાયેલ SCO બેઠકમાં ભાગ લીધો. એટલુ જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રશિયા અને ચીન સાથે ગાઠ મિત્રતા-સંબંધ હોવાનું પ્રસ્થાપિત કર્યું.

ખાસ કરીને વિશ્વ ફલક પર મોદી, જિનપિંગ અને પુતિનની તસવીરો ચમકી ઉઠી. આ ઘટના બાદ, અમેરિકાના પગ નીચેથી ભારતરૂપી ધરતી ખસી રહી હોવાનો અહેસાસ ખુદ ડોનાલ્ડ ટ્રમ્પને થયો અને તેમણે ખુબ જ દુંખદ સ્વરમાં કહ્યું કે, ચીનની સરખામણીએ આપણે રશિયા અને ભારત ગુમાવ્યું. (આ સમાચારની લિંક છેલ્લે આપેલ છે.) ભારત ઉપર લગાવેલ 50 ટકા ટેરિફની ઘટના બાદ ચીનમાં યોજાયેલ SCO બેઠક સુધીના સમયગાળા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પ્રત્યે યુ ટર્ન લીધો.

ભારતમાં આગામી યુએસ એમ્બેસેડર સર્જિયો ગોરે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે મોટું નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું છે કે ટ્રમ્પે ટેરિફ વિવાદ દરમિયાન ક્યારેય પીએમ મોદીની ટીકા કરી નથી. ગોરે કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પની વડા પ્રધાન મોદી સાથે ગાઢ મિત્રતા છે, જો તમે જોયું હોય, જ્યારે તેઓ અન્ય દેશ પર શાબ્દિક ટીકા ટિપ્પણી કરે છે, ત્યારે તેઓ તે દેશના નેતાઓ પર શાબ્દિક હુમલો કરે છે. પરંતુ જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતની ટીકા કરે છે, ત્યારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં ક્યારેય પાછા પડતા નથી.

ગોરે રશિયન ઈંધણ પર પણ વાત કરી

સર્જિયો ગોરે રશિયન તેલ પર પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારતને રશિયન તેલ ખરીદવાનું બંધ કરાવવું એ ટ્રમ્પ વહીવટીતંત્રની પ્રાથમિકતા છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ કરાર અંગે બહુ અંતર નથી. તેમણે કહ્યું કે, અમે પહેલાથી જ આ ટેરિફ કરારથી બહુ દૂર નથી. ભારતને રશિયન તેલ ખરીદવાનું બંધ કરાવવું એ અમેરિકાના વહીવટીતંત્રની ટોચની પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે, આમાં એક આશાસ્પદ, કરાર પણ સામેલ હશે. અમે હાલમાં આ કરારથી બહુ દૂર નથી. હકીકતમાં, તેઓ આ કરારની વિગતો પર વાટાઘાટો કરી રહ્યા છે.

પીટીઆઈના અહેવાલ મુજબ, તેમણે કહ્યું, “અમે ક્યારેક અન્ય દેશો કરતાં ભારત પાસેથી વધુ અપેક્ષા રાખીએ છીએ. મને લાગે છે કે આ મુદ્દો આગામી થોડા અઠવાડિયામાં ઉકેલાઈ જશે.”

ગોરે ભારતને વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યો

સર્જિયો ગોરે ભારતને “વ્યૂહાત્મક ભાગીદાર” તરીકે પણ વર્ણવ્યું અને કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના “મજબૂત નેતૃત્વ” હેઠળ, હું આ મહત્વપૂર્ણ ભાગીદારીમાં અમેરિકાના હિતોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છું. તેમણે કહ્યું, “ભારતનું ભૌગોલિક સ્થાન, આર્થિક વિકાસ અને લશ્કરી ક્ષમતાઓ તેને પ્રાદેશિક સ્થિરતાનો આધારસ્તંભ અને આપણા દેશોના સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને સામાન્ય સુરક્ષા હિતોને આગળ વધારવાનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવે છે.”

ગોરે ટેરિફ અંગે બંને દેશો વચ્ચેના તણાવ છતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદી વચ્ચેની મિત્રતા પર ભાર મૂક્યો અને કહ્યું કે બંને નેતાઓ વચ્ચે “અતુલ્ય સંબંધ” છે.

‘ટ્રમ્પ અને મોદી વચ્ચે અતુલ્ય સંબંધ’

હાલમાં, ગોર વ્હાઇટ હાઉસના રાષ્ટ્રપતિ કાર્યાલયના ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓગસ્ટમાં તેમને ભારતમાં આગામી યુએસ રાજદૂત તરીકે પસંદ કર્યા હતા. જોકે, તેમની નિમણૂકને હજુ સુધી યુએસ સેનેટ દ્વારા પુષ્ટિ આપવામાં આવી નથી.

સમિતિ સમક્ષ ગોરનો પરિચય કરાવતા, યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ કહ્યું કે, તેઓ ગોરને લાંબા સમયથી ઓળખે છે અને એમ પણ કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે “વિશ્વના શ્રેષ્ઠ સંબંધોમાંનો એક” છે.

સર્જિયો ગોરનો પરિચય આપતાં, રુબિયોએ કહ્યું, “ભારત માટે કોણ નોમિની છે, જે, હું કહીશ કે, આજે વિશ્વમાં યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના શ્રેષ્ઠ સંબંધોમાંનો એક છે, ભવિષ્યની દ્રષ્ટિએ, વિશ્વ કેવું દેખાશે.”

આ પણ વાંચોઃ હિંમત હાર્યા ડોનાલ્ડ ટ્રમ્પ ! મોદી, પુતિન, જિનપિંગની તસવીર પોસ્ટ કરીને કહ્યું- ભારત-રશિયાને ચીન સામે ગુમાવી દિધુ

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">