AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાએ વેનેઝુએલા પર કરેલી સ્ટ્રાઈકથી સમગ્ર દુનિયામાં તણાવ, પરંતુ ભારતને થઈ શકે છે ₹9000 કરોડનો ફાયદો

અમરિકાએ ફરી એકવાર એવુ કામ કર્યુ છે જેનાથી સમગ્ર દુનિયા ટેન્શનમાં આવી ગઈ છે. વેનેઝુએલા પર એટેક અને ત્યારબાદ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની અમેરિકી સેના દ્વારા ધરપકડ કરાઈ છે. તેમને ન્યૂયોર્કમાં આવેલા કારાવાસમાં લઈ જવાતો વીડિયો વાયરલ થયો છે. હાલ આ હુમલાથી વેનેઝુએલા પર અમેરિકી કંટ્રોલ અને ડોનાલ્ડ ટ્રમ્પન મોટા દાવાની અસર ક્રુડ ઓઈલની કિંમતો પર જોવા મળશે.

અમેરિકાએ વેનેઝુએલા પર કરેલી સ્ટ્રાઈકથી સમગ્ર દુનિયામાં તણાવ, પરંતુ ભારતને થઈ શકે છે ₹9000 કરોડનો ફાયદો
| Updated on: Jan 05, 2026 | 2:59 PM
Share

અમેરિકાની આ કાર્યવાહીથી રશિયા સહિત અનેક દેશોમાં તણાવ વધ્યો છે, તેવા સમયે ભારત માટે આ ફાયદાકારક સાબિત થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, વેનેઝુએલાના તેલ પર અમેરિકાના નિયંત્રણથી ભારતના $1 બિલિયનના બાકી દેવાની ચુકવણી થઈ શકે છે અને અને ઉત્પાદનમાં વધારો જોવા મળી શકે છે.

અમેરિકાનું નિયંત્રણ, ભારત માટે સારા સમાચાર

PTI ના અહેવાલ મુજબ, વિશ્લેષકો અને ઉદ્યોગજગતના સૂત્રો માને છે કે વેનેઝુએલાના તેલ ક્ષેત્રોને અમેરિકાના નેતૃત્વ હેઠળ આવવા, તેનુ અધિગ્રહણ અથવા પુનર્ગઠનથી ભારતનને સીધો લાભ થઈ શકે છે. તેમાં જણાવાયું છે કે આનાથી લગભગ 1 અબજ યુએસ ડોલર (₹9,000 કરોડથી વધુ) ના લાંબા સમયથી ચાલતા દેવાની પતાવટ થઈ શકે છે. એટલુ જ નહીં અમેરિકાના નિયંત્રણ બાદ તમામ પ્રતિબંધોથી પ્રભાવિત આ લેટિન અમેરિકી દેશમાં ભારત દ્વારા સંચાલિત સેક્ટર્સમાં ક્રુડ ઓઈલનું ઉત્પાદનમાં તેજી આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે વેનેઝુએલા સામેની કાર્યવાહી વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે યુએસ ઓઇલ કંપનીઓ વેનેઝુએલામાં પ્રવેશ કરશે અને તેના બગડતા તેલ માળખાને સુધારવા માટે અબજો ડોલરનું રોકાણ કરશે. ટ્રમ્પના મતે, “અમે તેલ વ્યવસાયમાં છીએ અને અમે જાણીએ છીએ કે તેલ કંપનીઓ કેવી રીતે નફો કરે છે.”

વેનેઝુએલાના તેલનો ભારત મુખ્ય આયાતકાર

અહેવાલો દર્શાવે છે કે ભારત એક સમયે વેનેઝુએલાના ક્રૂડ ઓઇલનો મુખ્ય આયાતકાર હતો. એક સમયે હાઈલેવલ પર દેશમાં દરરોજ 400,000 બેરલથી વધુ તેલ આયાત થતુ હતુ. જો કે, 2020 માં પરિસ્થિતિ બદલાઈ ગઈ, જ્યારે યુએસ પ્રતિબંધો અને તેના જોખમને જોતા આયાત પર બેન લાગી ગયો.

આ ભારતીય કંપની મુખ્ય તેલ ઉત્પાદક

ભારતની અગ્રણી વિદેશી ઉત્પાદક ONGC વિદેશ લિમિટેડ (OVL) પૂર્વી વેનેઝુએલામાં સાન ક્રિસ્ટોબલ તેલ ક્ષેત્રનું સંયુક્ત રીતે સંચાલન કરે છે. યુએસ પ્રતિબંધોને કારણે, 2020 થી તેના સંચાલન અને તેલ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આના કારણે દેશના ભંડાર નિષ્ક્રિય પડ્યા છે અને પેમેન્ટ ફસાયેલા છે.

PTI અનુસાર, આ તમામ સમસ્યાઓને કારણે, વેનેઝુએલાએ પ્રોજેક્ટમાં OVL ના 40% હિસ્સા પર $536 મિલિયનનું ડિવિડન્ડ રોકી દીધું છે, જે 2014 સુધીમાં ચૂકવવાનું હતું. ત્યારથી એટલી જ રકમ બાકી છે. ખાસ વાત એ છે કે ઓડિટ પરવાનગી ન મળવાને કારણે, આ બાકી રકમની પતાવટ થઈ શકી નથી.

પહેલા BCCI એ બાંગ્લાદેશી ક્રિકેટરને રમવાની મંજૂરી આપી, દેશભરમાં વિરોધ વધ્યો તો હવે હકાલપટ્ટી કરી… ભૂલ કોની SRK ની કે BCCIની ?- વાંચો

આહીર અને કોળી સમાજના મથામણ વચ્ચે CM ની ઉચ્ચસ્તરીય બેઠક
આહીર અને કોળી સમાજના મથામણ વચ્ચે CM ની ઉચ્ચસ્તરીય બેઠક
ઐતિહાસિક મહત્વ ધરાવતા કોચરબ આશ્રમમાં યોજાયો લગ્ન સમારોહ, Video વાયરલ
ઐતિહાસિક મહત્વ ધરાવતા કોચરબ આશ્રમમાં યોજાયો લગ્ન સમારોહ, Video વાયરલ
સુરતમાંથી ઝડપાયુ નકલી ઘીનું કારખાનું, 2.11 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરતમાંથી ઝડપાયુ નકલી ઘીનું કારખાનું, 2.11 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
રાજકોટમાં સૌરાષ્ટ્ર–કચ્છ રીજનલ વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ તેજ
રાજકોટમાં સૌરાષ્ટ્ર–કચ્છ રીજનલ વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ તેજ
ગાંધીનગરમાં ટાઈફોઈડ ફેલાયો, 130 કેસ, તંત્ર સામે ઉઠ્યા સવાલો
ગાંધીનગરમાં ટાઈફોઈડ ફેલાયો, 130 કેસ, તંત્ર સામે ઉઠ્યા સવાલો
મુકેશ અંબાણીએ સાળંગપુર મંદિરમાં અર્પણ કર્યા 5 કરોડ
મુકેશ અંબાણીએ સાળંગપુર મંદિરમાં અર્પણ કર્યા 5 કરોડ
વિનાશ નહીં આત્મ સન્માનનો ઈતિહાસ, સોમનાથ પર PM મોદીએ લખ્યો બ્લોગ
વિનાશ નહીં આત્મ સન્માનનો ઈતિહાસ, સોમનાથ પર PM મોદીએ લખ્યો બ્લોગ
વડોદરા ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો જુઓ Video
વડોદરા ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો જુઓ Video
ગુજરાતના અનેક શહેર ઠંડીમાં ઠુંઠવાયા, 10 ડિગ્રીની આસપાસ નોંધાઈ ઠંડી
ગુજરાતના અનેક શહેર ઠંડીમાં ઠુંઠવાયા, 10 ડિગ્રીની આસપાસ નોંધાઈ ઠંડી
જમીન સારી કિંમતે વેચાઈ શકે છે, તમે પરિવાર સાથે બહાર ફરવા જશો
જમીન સારી કિંમતે વેચાઈ શકે છે, તમે પરિવાર સાથે બહાર ફરવા જશો
g clip-path="url(#clip0_868_265)">