AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UN ચીફ એન્ટોનિયોએ G20 પર PM મોદીની કરી પ્રશંસા, કહ્યું: ભારતની અધ્યક્ષતા માટે આભાર

તેમણે કહ્યું કે મારે ભારતના અધ્યક્ષતાનો આભાર માનવો જોઈએ. ભારતે દક્ષિણનું પ્રતિનિધિત્વ કરવા અને વિકાસ એજન્ડાને G20 ચર્ચાના કેન્દ્રમાં રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. ગુટેરેસે તાજેતરમાં જ પૂર્ણ થયેલ જી-20 સમિટ અને ભારતની અધ્યક્ષતામાં સર્વસંમતિથી અપનાવવામાં આવેલ નવી દિલ્હી ઘોષણા અંગેના પ્રશ્નના જવાબમાં આ ટિપ્પણી કરી હતી.

UN ચીફ એન્ટોનિયોએ G20 પર PM મોદીની કરી પ્રશંસા, કહ્યું: ભારતની અધ્યક્ષતા માટે આભાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2023 | 7:19 AM
Share

સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસે બુધવારે G20 સમિટની ભારતની અધ્યક્ષતાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે નવી દિલ્હીએ ગ્લોબલ સાઉથના અવાજનું પ્રતિનિધિત્વ કરવાનો અને વિકાસના એજન્ડાને તેના વર્ષભરના જૂથના નેતૃત્વ દરમિયાન ચર્ચાના કેન્દ્રમાં રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો: G20 બાદ HP, Dell, Apple, Samsung માટે મોટી રાહત, મોદી સરકારના આ પ્લાનથી લોકોને થશે ફાયદો

ગુટેરેસે તાજેતરમાં જ પૂર્ણ થયેલ જી-20 સમિટ અને ભારતની અધ્યક્ષતામાં સર્વસંમતિથી અપનાવવામાં આવેલ નવી દિલ્હી ઘોષણા અંગેના પ્રશ્નના જવાબમાં આ ટિપ્પણી કરી હતી.

ભારતના અધ્યક્ષતા માટે આભાર

તેમણે કહ્યું કે હું માનું છું કે મારે ભારતના અધ્યક્ષતાનો આભાર માનવો જોઈએ. ભારતે અધ્યક્ષપદ સંભાળતી વખતે દક્ષિણનું પ્રતિનિધિત્વ કરવા અને વિકાસ એજન્ડાને G20 ચર્ચાના કેન્દ્રમાં રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.

આપણે ગાંધીજીનું ઉદાહરણ ક્યારેય ન ભૂલવું જોઈએ: એન્ટોનિયો

યુએનના વડાએ બુધવારે કહ્યું કે ગાંધીજીના ઉદાહરણને કોઈએ ભૂલવું જોઈએ નહીં. G20 નેતાઓની સમિટ દરમિયાન ગુટેરેસે પણ મહાત્મા ગાંધીની સમાધિ પર પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી. અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં પેલેસ્ટાઈનને લગતા સવાલના જવાબમાં ગુટેરેસે કહ્યું કે જી-20 દરમિયાન હું પણ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા ભારત ગયો હતો. આપણે ગાંધીજીનું ઉદાહરણ ભૂલવું ન જોઈએ.

પેલેસ્ટિનિયન લોકોને મળવા જોઈએ તમામ અધિકાર

તેમણે કહ્યું કે મને લાગે છે કે પેલેસ્ટિનિયન લોકોને તેમના તમામ અધિકારો મળવા જોઈએ અને બે-રાજ્ય સમાધાનને નબળો પાડવાના પ્રયાસોની નિંદા થવી જોઈએ. ગુટેરેસે કહ્યું કે મને નથી લાગતું કે પેલેસ્ટિનિયન હિંસા દ્વારા તેમના હિતોનું વધુ સારી રીતે રક્ષણ કરી શકશે.

G20 બાદ HP, Dell, Apple, Samsung માટે મોટી રાહત

G20 સમિટ અને PM નરેન્દ્ર મોદીની અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથેની મુલાકાત બાદ સરકારે વિદેશી IT હાર્ડવેરને મોટી રાહત આપી છે. તેમને ચાલુ નાણાકીય વર્ષમાં કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ વગેરેની આયાત માટે લાયસન્સની જરૂર પડશે નહીં. માહિતી અનુસાર, આવી કંપનીઓએ જ આયાત માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ નિર્ણય બાદ HP, Dell, Apple, Samsung, Lenovo, Asus, Acer અને અન્ય મોટી ટેક બ્રાન્ડ્સને ઘણી રાહત મળશે.

ચાલુ નાણાકીય વર્ષ માટે, સરકાર ફક્ત આયાત મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ઉપકરણોના સ્ત્રોત અને કિંમત પર નજર રાખશે. કંપનીઓને માંગને પહોંચી વળવા જરૂરી હોય તેટલી આયાત કરવાની છૂટ આપવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ક્વોટા અને લાયસન્સ જેવા નિયમો પછીના તબક્કામાં અથવા આગામી નાણાકીય વર્ષમાં લાગુ કરી શકાય છે. સરકારે 8 સપ્ટેમ્બરે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરની અધ્યક્ષતામાં બેઠક યોજી હતી. જેમાં તેણે ઈન્ડસ્ટ્રીને પોતાના વલણની જાણકારી આપી હતી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">