ઝેલેન્સકીના અધિકારીએ NSA ડોભાલને કર્યો ફોન, ભારતને પાસે કરી આ માગણી

NSA ડોભાલ સાથેની વાતચીતમાં ટોચના યુક્રેનિયન અધિકારીએ કહ્યું કે, યુક્રેનના યોદ્ધાઓ અસાધારણ બહાદુરી બતાવી રહ્યા છે. જ્યાં સુધી અમે અમારા તમામ પ્રદેશોને આઝાદ નહીં કરીએ ત્યાં સુધી અમે રોકાઈશું નહીં.

ઝેલેન્સકીના અધિકારીએ NSA ડોભાલને કર્યો ફોન, ભારતને પાસે કરી આ માગણી
યુક્રેને ભારત પાસે માગી મદદImage Credit source: Google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 4:59 PM

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવાના આરે છે. આ હોવા છતાં યુદ્ધ સમાપ્ત થવાના કોઈ સંકેત નથી. આ દરમિયાન ભારત અને યુક્રેનના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. યુક્રેનના રાષ્ટ્રપતિના કાર્યાલયના ચીફ એન્ડ્રી યર્માકે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ફોન પર વાત કરી અને તેમને વર્તમાન પરિસ્થિતિ, ખાસ કરીને ડોનેટ્સકના બખ્મુત શહેરમાં રક્ષા વિશે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ વિશે માહિતી આપી. વાતચીતમાં યુક્રેને કહ્યું કે ભારતનો સહયોગ અમારા માટે મહત્વપૂર્ણ છે.

આ પણ વાચો: Russia Ukraine War: રશિયાની મદદ ન કરે ચીન, નહિતર થશે ત્રીજુ વિશ્વ યુદ્ધ, ઝેલેન્સ્કીની ચીનને ચેતવણી

ભારત અને યુક્રેન વચ્ચેની આ વાતચીત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. એન્ડ્રે યર્માકે એનએસએ ડોભાલ સાથે પીસ ફોર્મ્યુલા વિશે ચર્ચા કરી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

‘અમે જવાબ આપવાની તૈયારી કરી રહ્યા છીએ’

યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના વડાએ કહ્યું કે, અમને ખબર છે કે, રશિયા કેટલીક આક્રમક કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે અને અમે યોગ્ય જવાબ આપવાની તૈયારી કરી રહ્યા છીએ. તેમણે એમ પણ કહ્યું કે, રશિયન ફેડરેશન યુક્રેનના મહત્વપૂર્ણ માળખાને નષ્ટ કરવાનું બંધ કર્યું નથી અને આર્ટિલરીની મદદથી રહેણાંક ઇમારતો તેમજ સામાન્ય વસ્તુઓ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું છે.

‘યુક્રેનને હથિયારોની જરૂર’

એનએસએ ડોભાલ સાથેની તેમની વાતચીતમાં, યુક્રેનના ટોચના અધિકારી યર્માકે કહ્યું કે, રશિયન સેના ખૂબ જ આક્રમક અને નિર્દયી છે, જ્યારે યુક્રેનિયન સૈનિકો અસાધારણ બહાદુરી અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. જ્યાં સુધી અમે અમારા તમામ પ્રદેશોને આઝાદ નહીં કરીએ ત્યાં સુધી અમે રોકાઈશું નહીં. અમારે લડવા માટે ફક્ત શસ્ત્રોની જરૂર છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના વડા એન્ડ્રીં યર્માકે જણાવ્યું હતું કે, યુક્રેનને તેના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે શક્ય તેટલા વ્યાપક સમર્થનની જરૂર છે.

રશિયન ક્ષેત્રના એક સેન્ટીમીટરનો દાવો નથી કરી રહ્યા

તેમણે કહ્યું કે, ભારત સાથે સહયોગ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમને ખાતરી છે કે તમે અમારા ઠરાવને સમર્થન કરશો, કારણ કે અમે સરહદો અને પ્રાદેશિક અખંડિતતાની અભેદ્યતા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા લક્ષ્યો પારદર્શક અને સ્પષ્ટ છે. તેઓએ કહ્યું કે અમે તેમના રશિયન ક્ષેત્રના એક સેન્ટીમીટરનો દાવો નથી કરી રહ્યા, અમે ફક્ત અમારો પ્રદેશ પાછો લેવા માંગીએ છીએ.

g clip-path="url(#clip0_868_265)">