બાઈડન હતા યુક્રેનમાં, તે જ સમયે રશિયા કરી રહ્યું હતુ ‘શૈતાન’ મિસાઈલનું પરીક્ષણ
અમેરિકાના અધિકારીઓનો દાવો છે કે રાષ્ટ્રપતિ જો બાઈડન યુક્રેનમાં હતા ત્યારે રશિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું, પરંતુ તે સફળ રહ્યું ન હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન યુક્રેનમાં હતા. તે જ સમયે, રશિયાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ (ICBM)નું પરીક્ષણ કર્યું હતું, પરંતુ આ પરીક્ષણ નિષ્ફળ ગયું હતું. સીએનએનમાં છપાયેલા અહેવાલો અનુસાર અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે, મિસાઈલ પરીક્ષણ પહેલા રશિયાએ અમેરિકાને યુદ્ધવિરામની જાણકારી પણ આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે રશિયાના આ પરીક્ષણથી અમેરિકાને કોઈ ખતરો નહોતો..
પશ્ચિમી દેશોમાં શૈતાન II તરીકે ઓળખાતી આ SARMAT મિસાઈલ અનેક પરમાણુ શસ્ત્રો લઈ જવા માટે સક્ષમ છે. રશિયા પહેલા પણ તેનું સફળ પરીક્ષણ કરી ચૂક્યું છે. અમેરિકી અધિકારીઓનું માનવું છે કે જો રશિયાએ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હોત તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે તેમના ‘સ્ટેટ ઓફ ધ નેશન’ સંબોધનમાં તેનો ઉલ્લેખ કર્યો હોત, પરંતુ તેમના એક કલાક અને 45 મિનિટના ભાષણમાં તેમણે આ વિશે કંઈ કહ્યું ન હતું.
અમેરિકા સાથેની પરમાણુ સંધિમાં રશિયાની ભાગીદારી પૂર્ણ
તે દરમિયાન વ્લાદિમીર પુતિને જાહેરાત કરી કે રશિયા ન્યુ સ્ટાર્ટ સંધિમાં તેની ભાગીદારી સ્થગિત કરી રહ્યું છે, જેનો હેતુ પરમાણુ શસ્ત્રોના પ્રસારને રોકવાનો છે. આ સંધિ અમેરિકા સાથે રશિયાની છેલ્લી બાકી રહેલી પરમાણુ શસ્ત્ર નિયંત્રણ સમજૂતી છે.
પુતિને પોતાના સંબોધનમાં એવી પણ જાહેરાત કરી હતી કે તેઓ યુક્રેનમાં યુદ્ધને લઈને પોતાની વ્યૂહરચના બદલશે નહીં. આ જાહેરાતથી પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે તણાવ વધવાની માની શકાય છે. પુતિને કહ્યું કે રશિયા પરમાણુ શસ્ત્રોના પ્રસારને મર્યાદિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવતી સંધિમાં રશિયાની ભાગીદારી સ્થગિત કરી રહ્યું છે.
રશિયા હવે વિશ્વનો સૌથી પ્રતિબંધિત દેશ- અમેરિકા
લગભગ એક વર્ષ પહેલા યુક્રેન પર રશિયાના સતત હુમલાના પગલે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પોલેન્ડના રોયલ કેસલમાંથી યુક્રેનની તરફેણમાં અને રશિયા વિરુદ્ધ સંદેશો આપતા જોવા મળ્યા હતા. જો કે હવે સવાલ એ છે કે શું અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા રશિયા પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો મોસ્કોને કોઈ મોટો ફટકો આપી શક્યા છે. અમેરિકી અધિકારીઓના મતે રશિયા હવે વિશ્વમાં સૌથી વધુ પ્રતિબંધિત દેશ છે.