યુક્રેનનો દાવો – રશિયાના 143 ફાઇટર જેટ, 131 હેલિકોપ્ટર, 625 ટેન્ક અને 316 આર્ટિલરી સિસ્ટમ થઈ તબાહ; 18 હજાર સૈનિકો પણ શહીદ 

જો કે રશિયન સેના કેટલાક વિસ્તારોમાંથી પીછેહઠ કરી રહી છે, પરંતુ તેઓ જતાં જતાં ભયાનક તબાહી મચાવી રહ્યી છે. રશિયન સેનાએ આખા વિસ્તારમાં માઈન બિછાવી છે, જેનાથી માર્યા ગયેલા લોકોના મૃતદેહો ચારે બાજુ વિખરાયેલા છે.

યુક્રેનનો દાવો - રશિયાના 143 ફાઇટર જેટ, 131 હેલિકોપ્ટર, 625 ટેન્ક અને 316 આર્ટિલરી સિસ્ટમ થઈ તબાહ; 18 હજાર સૈનિકો પણ શહીદ 
Russ-Ukraine war Image Credit source: AFP (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 6:18 AM
ઈતિહાસ યાદ રાખશે કે  યુદ્ધમાં જેમણે સૌથી વધુ ગુમાવ્યું છે તેમણે દુશ્મનને રોકવા માટે ઓછામાં ઓછો પ્રયાસ કર્યો. આ વાત અમેરિકાના  (America)  પૂર્વ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગને 1964માં કહી હતી, પરંતુ 2022માં રશિયા (Russia)  અને યુક્રેન (Ukraine)  વચ્ચેના યુદ્ધમાં આ વાત ઉલટી થઈ ગઈ છે. યુક્રેને રશિયન હુમલાઓને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ દેશને ખંડેર બનતા રોકી શક્યું નહીં. 39 દિવસ પછી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ એ સ્થાને પહોંચી ગયું છે જ્યાંથી પરમાણુ યુદ્ધની શક્યતા વધી ગઈ છે. પ્રશ્ન એ છે કે શું રશિયા બ્લેક સી માંથી પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છે ?

બુચા પર હવે યુક્રેનનો કબજો 

રશિયાની સેનાની પીછેહઠ પછી, બુચા યુક્રેન દ્વારા કબજે કરવામાં આવ્યું છે, પરંતુ માત્ર ખંડેર અને નિર્જન મકાનોના રક્ષણ માટે, 28 હજારની વસ્તી રહેતી હતી. આ શહેરમાં હવે સ્મશાન જેવી શાંતિ છે. રશિયન સૈન્યના હુમલામાં ઘણી બધી ટેન્ક અને વાહનો નાશ પામ્યા છે, જેને હટાવવામાં યુક્રેનિયનોને અઠવાડિયા લાગશે.

યુક્રેન પર દોઢ મહિનાથી નોનસ્ટોપ વરસી રહેલો રશિયન ગોળીબાર કહી રહ્યો છે કે આ યુદ્ધ અટકવાનું નથી. ભલે યુક્રેન સંપૂર્ણપણે હારી ન જાય. એટમ બોમ્બનો ઉપયોગ કરવો પડે તો પણ પુતિન અટકશે નહીં.
જો કે રશિયન સેના કેટલાક વિસ્તારોમાંથી પીછેહઠ કરી રહી છે, પરંતુ તેઓ જતાં જતાં ભયાનક તબાહી મચાવી રહ્યાં છે. રશિયન સેનાએ આખા વિસ્તારમાં માઈન બિછાવી છે, જેમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહો ચારે બાજુ વિખરાયેલા છે. રશિયન સૈન્ય હુમલો કરવાથી રોકાશે નહીં. 39 દિવસના રશિયા-યુક્રેન યુદ્ધની આ સૌથી ભયાનક તસવીરો છે. ચિત્રો કદાચ વિચલીત કરી શકે છે, પરંતુ યુદ્ધના લીધે માનવતા કેવી રીતે કલ્પાંત કરે છે. તેનો આ સૌથી મોટો પુરાવો છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

g clip-path="url(#clip0_868_265)">