Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુએસ સાંસદે પીએમ મોદીના જોરદાર વખાણ કર્યા, કહ્યું- અમેરિકા અને રશિયા વચ્ચે શાંતિ લાવવાના કરી રહ્યા છે પ્રયાસો

યુક્રેન મુદ્દે અમેરિકા અને રશિયા વચ્ચે શાંતિ જાળવવાના પ્રયાસો બદલ અમેરિકાના ટોચના સાંસદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. ઉપરાંત, આશા વ્યક્ત કરી હતી કે, તેમના પ્રયાસો પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ થશે.

યુએસ સાંસદે પીએમ મોદીના જોરદાર વખાણ કર્યા, કહ્યું- અમેરિકા અને રશિયા વચ્ચે શાંતિ લાવવાના કરી રહ્યા છે પ્રયાસો
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 5:22 PM

યુક્રેન (Ukraine) મુદ્દે અમેરિકા (America) અને રશિયા વચ્ચે શાંતિ જાળવવાના પ્રયાસો બદલ અમેરિકાના ટોચના સાંસદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) પ્રશંસા કરી છે. ઉપરાંત, આશા વ્યક્ત કરી હતી કે, તેમના પ્રયાસો પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ થશે. પીએમ મોદીએ શુક્રવારે ભારતની મુલાકાતે આવેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવને કહ્યું કે, યુક્રેન સંકટને ઉકેલવા માટેના શાંતિ પ્રયાસોમાં ભારત કોઈપણ રીતે યોગદાન આપવા માટે તૈયાર છે અને યુદ્ધ કરી રહેલા દેશમાં હિંસા પર તાત્કાલિક ચિંતા વ્યક્ત કરીને તેને રોકવા માટે હાકલ કરી છે.

યુએસ કોંગ્રેસમેન કેરોલિન મેલોનીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘મને લાગે છે કે અત્યારે મોદી યુક્રેનને લઈને રશિયા અને અમેરિકા વચ્ચે શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા છે. મને લાગે છે કે આ ખૂબ જ સકારાત્મક ઉદ્દેશ્ય છે.” તેમણે કહ્યું, અમારા (ભારત અને અમેરિકા) વચ્ચે મજબૂત આર્થિક સંબંધો છે, અમારી પાસે મજબૂત શાંતિ સંબંધો છે અને અમારા સમાન મજબૂત મૂલ્યો છે, હું કહેવા માંગુ છું કે અમારી એક જેવી સરકાર છે.

કેરોલિન મેલોની સૌથી વરિષ્ઠ ડેમોક્રેટ્સમાંના એક છે

હાઉસની શક્તિશાળી ‘ઓવરસાઇટ કમિટિ’ના અધ્યક્ષ મેલોની (76), યુએસ સંસદ (કોંગ્રેસ)ના સૌથી વરિષ્ઠ ડેમોક્રેટ્સમાંના એક છે. તેઓ 1993થી યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાઈ રહ્યા છે. મેલોની કોંગ્રેસમાં અને તેની બહારના ભારત અને ભારતીય અમેરિકનોના મિત્ર પણ છે. તે દિવાળીના તહેવારને સંઘીય રજા તરીકે જાહેર કરવા અને મહાત્મા ગાંધીને યુએસ સંસદનો પ્રતિષ્ઠિત સુવર્ણચંદ્રક આપવા માટે બે બિલ પસાર કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Beer at Home : ઘરે બીયર બનાવવા જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી
છૂટાછેડા બાદ ધનશ્રી વર્માની પહેલી હોળી, જુઓ તસવીરો
IPL Youngest Captain : IPL 2025 નો સૌથી યુવા કેપ્ટન કોણ છે?
રણબીર કપૂરથી 11 વર્ષ નાની છે આલિયા ભટ્ટ, જુઓ ફોટો
દુનિયાની સૌથી મોંઘી વ્હિસ્કી કેવી રીતે બને છે, જાણો કિંમત
યુઝવેન્દ્ર ચહલ વિદેશી ટીમમાં જોડાયો, જુઓ ફોટો

મેલોનીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રમુખ જો બાઈડેન આખરે તેમના બંને બિલ પર સહી કરશે. તેમણે કહ્યું કે, મહત્વની વાત એ છે કે વડાપ્રધાન મોદી શાંતિ માટે પ્રયાસો કરી રહ્યા છે. એક વાત સાચી છે કે જો તમે પ્રયાસ નહીં કરો, તો તમે ક્યારેય સફળ થશો નહીં. તમારે પ્રયાસ કરતા રહેવું પડશે. વિશ્વ માટે, હું આશા રાખું છું કે યુક્રેન, રશિયા અને વિશ્વ વચ્ચે શાંતિ માટે કામ કરી રહેલા કોઈપણના પ્રયાસો મદદરૂપ થશે.

‘વર્તમાન યુગ ખતરનાક છે, ત્રીજા વિશ્વયુદ્ધનો બોજ ઉપાડી શકે તેમ નથી’

ન્યૂયોર્કના સાંસદ મેલોનીએ કહ્યું, ‘આ ખૂબ જ ખતરનાક સમયગાળો છે કારણ કે આપણે બધા ત્રીજા વિશ્વ યુદ્ધનો ભાર સહન કરી શકતા નથી. આપણે પરમાણુ શક્તિ છીએ. અમે આ જોખમ ન લઈ શકીએ. અમારે સમાધાન કરવું પડશે અને લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. મને રાષ્ટ્રપતિ બાઈડેન પર ગર્વ છે.

આ પણ વાંચો: દેશમાં 96 ટકા પોસ્ટ ઓફિસ સીબીએસ સાથે જોડાઈ, બેંક જેવી ઘણી સેવાઓ મળશે ઓનલાઈન

આ પણ વાંચો: Pakistan : સંસદ ભંગ થયા પછી પણ ઇમરાન ખાન રહેશ વડાપ્રધાન, સુપ્રિમ કોર્ટે મંજુર કરી વિપક્ષની અરજી

g clip-path="url(#clip0_868_265)">