UAEએ લગાવ્યો ઈન્ડિગોની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ, કોરોનાના નિયમોનું પાલન ન કરવાને કારણે લીધો નિર્ણય

જે લોકો પહેલા જ યૂએઈ માટે ટિકિટ બુક કરાવી ચુક્યા છે, તેમને પરિચાલન શરૂ થયા બાદ ફરીથી બીજી ફ્લાઈટની ટિકિટ આપવામાં આવશે અથવા તો રિફંડ આપવામાં આવશે.

UAEએ લગાવ્યો ઈન્ડિગોની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ, કોરોનાના નિયમોનું પાલન ન કરવાને કારણે લીધો નિર્ણય
UAE bans IndiGo flights till Aug 24
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Aug 19, 2021 | 7:58 PM

ઈન્ડિગોની ઉડાન પર સંયુક્ત અરબ અમીરાતે (UAE) એક અઠવાડિયાનો પ્રતિબંધ મુકી દીધો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઈન્ડિગો એરલાઈને કેટલાક એવા યાત્રીઓને યાત્રાની પરવાનગી આપી હતી કે જેમણે UAEની કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યુ હતુ. આ ઘટના બાદ ફ્લાઈટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

UAEના ડિપાર્ચર એરપોર્ટ પર આરટી-પીસીઆરમાંથી પસાર થવુ જરૂરી છે. પરંતુ ઈન્ડિગોના કેટલાક યાત્રીઓએ આ નિયમ તોડ્યો હતા, જેના બાદ આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઈન્ડિગોએ જણાવ્યુ કે પરિચાલન સંબંધી કેટલાક મુદ્દાઓને કારણે યૂએઈ માટે ઈન્ડિગોની તમામ ઉડાન 24 ઓગસ્ટ સુધી રદ્દ કરવામાં આવી છે.

ઈન્ડિગોએ જણાવ્યુ કે જે લોકો પહેલા જ યૂએઈ માટે ટિકીટ બુક કરાવી ચુક્યા છે તેમને પરિચાલન શરૂ થયા બાદ ફરીથી બીજી ફ્લાઈટની ટિકિટ આપવામાં આવશે અથવા તો રિફંડ આપવામાં આવશે. કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના જોખમને જોતા યૂએઈ સરકારે હાલમાં જ નવી ગાઈડલાઈન જાહેર કરી હતી, જેના પ્રમાણે બધા જ મુસાફરોએ ટેકઓફના 6 કલાક પહેલા એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટનું નેગેટિવ રિઝલ્ટ મેળવવાનું છે.

ભારત-કુવૈત વચ્ચે શરૂ થશે ફ્લાઈટ

કુવૈત ભારત સહિત અન્ય દેશો સાથે કોમર્શિયલ ફ્લાઈટ્સને ફરીથી શરૂ કરી રહ્યું છે. જેમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળનો સમાવેશ છે. યાત્રા દરમિયાન કુવૈત મંત્રીસ્તરીય કોરોના વાઈરસ આપાતકાલિન સમિતિ દ્વારા નિર્ધારિત કોવિડ-19થી બચવાના ઉપાયોનું સાવધાનીથી પાલન કરવુ પડશે. કુવૈત તરફથી બુધવારે તેને લઈને ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે.

ગલ્ફ સ્ટેટે કોવિડ-19ની વૃદ્ધિ વચ્ચે સ્વાસ્થ્ય અધિકારીઓની સલાહ પર ભારત સહિત અન્ય દેશોમાંથી આવતી કમર્શિયલ ફ્લાઈટ્સને નિલંબિત કરી દીધી હતી. કુવૈતના નાગરીક ઉડ્ડયન મહાનિર્દેશાલયે એપ્રિલમાં કહ્યુ હતુ કે ભારતથી સીધી અથવા તો અન્ય દેશોથી આવનાર બધા યાત્રીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવે.

કોરોનાના નિયમોનું કરવુ પડશે પાલન

મુસાફરોએ યાત્રા પહેલા ઓનલાઈન પ્રવેશ માટેની પરમિટ લેવી પડશે અને પ્રસ્થાનના 48 કલાક પહેલા એક નકારાત્મક આરટીપીસીઆર સર્ટી પ્રાપ્ત કરવુ પડશે. સાથે જ કોવિડ-19થી બચવા માટે સાવધાનીનું પાલન કરવુ પડશે. નિયમ અનુસાર જે પણ લોકોએ ભારતમાંથી વેક્સિન મેળવી છે તેમણે વેક્સિનેશનનું સર્ટીફિકેટ જમા કરાવવું પડશે અને કુવૈત સ્વાસ્થ્ય મંત્રાલયની પરવાનગી લેવી પડશે.

આ પણ વાંચો – irat Kohli: સચિન સાથે કેમ થવા લાગી વિરાટ કોહલીની તુલના? શુ આંકડાઓને લઇ કોહલી ચઢીયાતો સાબિત થઇ રહ્યો છે? જાણો

આ પણ વાંચો – MBBSની સીટ વેચવાનું કૌભાંડ, હુર્રિયત નેતા સહિત 6ની કરાઈ ધરપકડ, નાણાંનો ઉપયોગ આતંકી ફંડિંગમાં થવાનો હતો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati