AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈરાનનો અમેરિકાને ઘરમાં ઘૂસીને પડકાર: 4,000 કિમી દૂર ‘ડિએગો ગાર્સિયા’ બેઝ પર રહસ્યમય મિસાઈલનો પ્રહાર; પશ્ચિમી દેશોમાં ભારે ફફડાટ!

ઈરાને હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકા-બ્રિટનના અત્યંત સુરક્ષિત મિલિટરી બેઝ 'ડિએગો ગાર્સિયા' પર બેલેસ્ટિક મિસાઈલો દાગીને દુનિયાને ચોંકાવી દીધી છે. અત્યાર સુધી દુનિયા એમ માનતી હતી કે ઈરાનની ક્ષમતા માત્ર 2,000 કિમી છે, પરંતુ...

ઈરાનનો અમેરિકાને ઘરમાં ઘૂસીને પડકાર: 4,000 કિમી દૂર 'ડિએગો ગાર્સિયા' બેઝ પર રહસ્યમય મિસાઈલનો પ્રહાર; પશ્ચિમી દેશોમાં ભારે ફફડાટ!
| Updated on: Mar 21, 2026 | 9:56 PM
Share

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓને ઠેબે ઉડાવતા ઈરાને હિંદ મહાસાગરમાં અમેરિકાના સૌથી મહત્વના સૈન્ય અડ્ડા ‘ડિએગો ગાર્સિયા’ પર હુમલો કરીને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. આ હુમલાએ માત્ર અમેરિકા જ નહીં પણ સમગ્ર પશ્ચિમી દેશોને વિચારતા કરી દીધા છે.

4,000 કિમીની રેન્જ: ઈરાનનું મોટું રહસ્ય

ઈરાન હંમેશા જાહેરમાં એવો દાવો કરતું આવ્યું છે કે તેની મિસાઈલોની ક્ષમતા માત્ર 2,000 કિમી સુધીની જ છે. પરંતુ ડિએગો ગાર્સિયા બેઝ ઈરાનથી લગભગ 4,000 કિમી દૂર છે. જો ઈરાને આટલી દૂર મિસાઈલ દાગી છે, તો તેનો અર્થ એ છે કે તેના શસ્ત્રાગારમાં એવી મિસાઈલો (IRBM) છે જેનાથી આખું દક્ષિણ યુરોપ અને હિંદ મહાસાગર તેની સીધી પહોંચમાં છે.

અમેરિકા માટે કેમ મહત્વનો છે ‘ડિએગો ગાર્સિયા’?

  • હિંદ મહાસાગરમાં આવેલો આ ટાપુ અમેરિકા માટે ‘અભેદ કિલ્લો’ માનવામાં આવે છે.
  • અહીંથી અમેરિકા પોતાના ભારે બોમ્બર વિમાનો અને જાસૂસી વિમાનો ઓપરેટ કરે છે.
  • આ બેઝ અમેરિકાની ઈન્ડો-પેસિફિક રણનીતિનું મુખ્ય કેન્દ્ર છે.
  • ઈરાને આ અડ્ડાને નિશાન બનાવીને સાબિત કર્યું છે કે હવે કોઈ પણ અમેરિકી ઠેકાણું તેનાથી સુરક્ષિત નથી.

પશ્ચિમી દેશો માટે નવો ખતરો

આ હુમલાના પ્રયાસ બાદ હવે યુદ્ધનું કેન્દ્ર મધ્ય-પૂર્વ (Middle East) થી વધીને હિંદ મહાસાગર સુધી પહોંચી ગયું છે. અમેરિકા અને બ્રિટન માટે હવે મુશ્કેલી એ છે કે તેમણે પોતાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને હવે દક્ષિણ તરફ વાળવી પડશે. વૉલ સ્ટ્રીટ જર્નલના મતે, ભલે મિસાઈલ રોકી દેવામાં આવી હોય, પણ ઈરાનની આ ‘લાંબી પાંખો’ ભવિષ્યમાં મોટી તબાહી લાવી શકે છે.

ઈરાને આ હુમલા દ્વારા એ સંકેત આપ્યો છે કે તેની પાસે એવા હથિયારો છે જેના વિશે પશ્ચિમી ઈન્ટેલિજન્સ એજન્સીઓ પાસે કોઈ માહિતી નથી. આ ‘રહસ્યમય’ મિસાઈલ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

23 માર્ચથી બદલાઈ જશે નિયમ! કેન્દ્ર સરકારનો LPG અંગે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય, હોટલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગોને મળશે ભેટ

Follow Us
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">