Sydney News : સિડનીમાં એક ઘરમાંથી બે મૃતદેહ મળી આવ્યા, પારિવારિક સમસ્યાઓ હોય શકે છે કારણ
Sydneyમાં એક ઘરમાંથી 2 મૃતદેહ મળી આવ્યા છે.જેમાં મહિલાની ઉંમર અંદાજે 50 વર્ષની હોવાનું માનવામાં આવે છે.બંનેની હજુ ઔપચારિક ઓળખ થઈ શકી નથી.પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
સિડની (Sydney)માં રુંવાડા ઉભી કરી દે તેવી ઘટના સામે આવી છે. સિડનીમાં એક ઘરમાંથી 2 મૃતદેહ મળી આવ્યા છે. રવિવારના બપોરે 2 કલાકે પોલીસને યુનિયન સ્ટ્રીટ ખાતે બોલાવવામાં આવી હતી. ત્યારે સૌથી પહેલા રસ્તા પર પડેલા એક ટ્રકમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે વધુ તપાસ કરતા ઘરની અંદરથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો : Sydney News : સિડની ઓસ્ટ્રેલિયાનું સૌથી જૂનું શહેર છે, જો તમે અહીં ફરવા જાવ છો તો આ સ્થળોની મુલાકાત જરુર કરજો
ઘરને ટેપથી કોર્ડન કરાયું
રાજ્ય ક્રાઈમ કમાન્ડ હોમિસાઈડ સ્ક્વોડના તપાસમાં દંપતીના મૃત્યુની આસપાસના વિસ્તારોની તપાસ કરી રહ્યા છે.રવિવારે સિડનીના દક્ષિણમાં એક ઘરમાંથી એક પુરુષ અને એક મહિલાના મૃતદેહ મળી આવ્યા છે. NSW પોલીસને બપોરે 2 વાગ્યા પહેલા રિવરવુડમાં યુનિયન સ્ટ્રીટ પ્રોપર્ટીમાં બોલાવવામાં આવી હતી, જ્યાં તેમને ડ્રાઇવ વેમાં પાર્ક કરેલી ટ્રકમાં એક માણસનો મૃતદેહ મળ્યો હતો. હાલમાં પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને ઘટનાસ્થળને તેમજ ઘરને ટેપથી કોર્ડન કરવામાં આવ્યું છે.
પાડોશીએ કહ્યું ઘટના દુઃખદ છે
ફોરેન્સિક નિષ્ણાતોની ટીમને પણ તાત્કાલિક ઘટના સ્થળ પર બોલાવવામાં આવી છે. પાડોશી જેકે એબીસીને કહ્યું કે તેણે ક્યારેય આ પુરુષ અને સ્ત્રી સાથે વાત કરી નથી, પરંતુ પરિસ્થિતિ ખૂબ જ દુઃખદ હતી. તેણે કહ્યું કેઆ ખૂબ જ દુ:ખદ ઘટના છે, અમે એકબીજાને જોઈએ છીએ પરંતુ વધુ વાત કરી નથી. તે એક ટ્રક ડ્રાઈવર હતો અને હંમેશા ખૂબ મોડો પાછો આવતો હતો,” તેણે કહ્યું.મને ખબર નથી કે શું થયું, કદાચ પારિવારિક સમસ્યાઓ હોય શકે છે.
આ ઘટના ઘરેલુ હિંસા સંબંધિત
પોલીસનું કહેવું છે કે, આ ઘટના ઘરેલુ હિંસા સંબંધિત છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે.સ્ટેટ ક્રાઈમ કમાન્ડની હોમિસાઈડ સ્ક્વોડ સાથે સેન્ટ જ્યોર્જ ડિટેક્ટિવ્સ તપાસ કરી રહ્યા છે, અને કોઈપણ માહિતી ધરાવનારને ક્રાઈમ સ્ટોપર્સને કૉલ કરવા વિનંતી કરી છે.એવું માનવામાં આવી રહ્યું છે કે પુરુષની ઉંમર અંદાજે 60 અને મહિલાની ઉંમર અંદાજે 50 વર્ષ છે.