“તેના હોઠ….એ જ્યારે બોલતી હોય છે તો તેના હોઠ મશીન ગન જેવા લાગે છે…” – ડોનાલ્ડ ટ્રમ્પ
"તે એક સ્ટાર છે... એક અદ્ભુત વ્યક્તિ છે. અત્યાર સુધી અમેરિકાને ક્યારેય આવી પ્રેસ સેક્રેટરી નહીં મળી હોય. તેનો ચહેરો... તેનુ દિમાગ બેમિસાલ છે. તેના હોઠ... અને એ જ્યારે બોલતી હોય છે તો તેના હોઠ મશીન ગનની જેવા લાગે છે." આ શબ્દ છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અને તેઓ જે મહિલાની આટલી પ્રશંસા કરી રહ્યા છે તે છે કેરોલિન લેવિટ.

27 વર્ષની કેરોલિન લેવિટ વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી છે. તે વ્હાઈટ હાઉસની અત્યાર સુધીની સૌથી નાની ઉમરની પ્રેસ સચિવ છે. સુંદર અને અત્યંત ચબરાક લેવિટ ટ્રમ્પની ગુડબુકમાં છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકેના બીજા કાર્યકાળમાં તેમણે જાન્યુઆરી 2025માં પ્રેસ સેક્રેટરી તરીકે શપથ લીધા હતા.
કેરોલિને કોમ્યુનિકેશન્સ અને પોલિટિક્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. તેણીએ કોલેજમાં જ બ્રોડકાસ્ટિંગ ક્લબની સ્થાપના કરી હતી. 2017 માં, જ્યારે ટ્રમ્પ પહેલીવાર રાષ્ટ્રપતિ બન્યા. તે સમયે, કેરોલિન વ્હાઇટ હાઉસમાં ઇન્ટર્ન હતી. 2022 માં, તે ન્યૂ હેમ્પશાયરથી કોંગ્રેસ માટે ઉમેદવાર પણ હતી પરંતુ ચૂંટણી હારી ગઈ.
કેરોલિનનો જન્મ 24 ઓગસ્ટ 1997 ના રોજ ન્યૂ હેમ્પશાયર, યુએસએમાં થયો હતો. તેણીનો ઉછેર રોમન કેથોલિક પરિવારમાં થયો હતો. તેણીએ 2019 માં કોમ્યુનિકેશન અને પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવી હતી.
કેરોલિને વ્હાઇટ હાઉસમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે 2017 માં વ્હાઇટ હાઉસમાં ઇન્ટર્ન તરીકે જોડાઈ હતી. તેણીએ વ્હાઇટ હાઉસ પ્રેસ ઓફિસમાં કામ કર્યું હતું. 2020 ની યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પની હાર બાદ તેમણે ન્યૂયોર્ક રિપબ્લિકન પ્રતિનિધિ એલિસ સ્ટેફનિક માટે કોમ્યુનિકેશન ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.
એ જ વર્ષે 2020 માં, તેણીએ ન્યૂ હેમ્પશાયરથી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ માટે રિપબ્લિકન પ્રાઇમરીમાં ભાગ લીધો હતો પરંતુ ડેમોક્રેટ ક્રિસ સામે હારી ગઈ હતી. આ ઝુંબેશથી તેની જાહેર ભાષણ અને મીડિયા મેનેજમેન્ટ ક્ષમતાઓમાં વધુ નિખાર આવ્યો. 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પની જીત પછી, તેણીને વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી બનાવવામાં આવી હતી. અગાઉ, તે 2024 માં રાષ્ટ્રીય પ્રેસ સેક્રેટરી તરીકે ટ્રમ્પના રાષ્ટ્રપતિ અભિયાનમાં જોડાઈ હતી. તેમણે ટ્રમ્પ તરફી સુપર PAC MAGA માટે પણ કામ કર્યું હતું.
તેણીએ 20 જાન્યુઆરીએ 27 વર્ષની ઉંમરે સત્તાવાર રીતે વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તે આ પદ પર નિયુક્ત થનાર સૌથી નાની વયની વ્યક્તિ બની હતી. તેમની નિમણૂક ટ્રમ્પની વ્યૂહરચનાનો એક ભાગ માનવામાં આવે છે, જે યુવા અને વફાદાર નેતાઓને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રિત હતી.
કેરોલિને 2023 માં રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ નિકોલસ રિકો સાથે લગ્ન કર્યા, જે તેમનાથી 32 વર્ષ મોટા છે. આ દંપતીને એક પુત્ર છે. કેરોલિન તેની તેજતર્રાર હાજર જવાબીપણા, આત્મવિશ્વાસ અને ટ્રમ્પ પ્રત્યેની વફાદારી માટે જાણીતી છે. મીડિયામાં તેની પ્રભાવશાળી ઉપસ્થિતિએ તેને રિપબ્લિકન સમર્થકોમાં લોકપ્રિય બનાવી છે.
