ટ્રમ્પે વધુ એક ફટકો આપ્યો ! H-1B વિઝા બાદ હવે વર્ક પરમિટને લઈને ભારતીયો પર ‘ઘા’ કર્યા, અમેરિકામાં ઇમિગ્રન્ટ્સનું શું ?
યુનાઇટેડ સ્ટેટ્સમાં ટ્રમ્પ વહીવટીતંત્રે તાજેતરમાં ત્રણ કડક પગલાં લીધા છે, જે ઇમિગ્રન્ટ્સને અસર કરશે. H-1B વિઝા ફીમાં વધારો જેવા પગલાં પછી આ એક નવો ત્રિપલ હુમલો છે, જેની અસર ભારતીયોને પડશે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં ટ્રમ્પ વહીવટીતંત્રે તાજેતરમાં ત્રણ કડક પગલાં લીધા છે, જે ઇમિગ્રન્ટ્સને અસર કરશે. H-1B વિઝા ફીમાં વધારો જેવા પગલાં પછી આ એક નવો ત્રિપલ હુમલો છે, જેની અસર ભારતીયોને પડશે. આમાં વર્ક પરમિટનું ‘ઓટોમેટિક રિન્યુઅલ’ અને યુનિવર્સિટીઓમાં ‘H-1B વિઝા’માં ઘટાડાના સંકેતોનો સમાવેશ થાય છે.
હવે શું નવા-જૂની કરી?
મીડિયા રિપોર્ટસ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે તેમના દેશમાં કાયદેસર રીતે પ્રવેશતા લોકોની સંખ્યા ઘટાડવાની હિમાયત કરી છે. વાન્સે યુનિવર્સિટી ઓફ મિસિસિપીના ટર્નિંગ પોઇન્ટ ઇવેન્ટમાં આ નિવેદન આપ્યું હતું. વાન્સે જણાવ્યું હતું કે, અમે જે કાયદેસર ઇમિગ્રન્ટ્સને મંજૂરી આપી રહ્યા છીએ, તે લક્ષ્ય સંખ્યા કરતાં ઘણી ઓછી છે.
તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનની ઇમિગ્રેશન નીતિઓની ટીકા કરી હતી, જેના વિશે તેમણે કહ્યું હતું કે, દેશમાં ઘણા બધા લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને યુનાઇટેડ સ્ટેટ્સના સામાજિક માળખાને જોખમમાં મૂક્યો હતો.
વાન્સે કહ્યું, “જ્યારે આવું કંઈક બને છે, ત્યારે તમારે તમારા સમાજને એક થવા દેવું પડશે, સામાન્ય ઓળખની ભાવના વિકસાવવાની મંજૂરી આપવી પડશે, જેથી અહીં આવતા બધા નવા લોકો અમેરિકન સંસ્કૃતિમાં એકીકૃત થઈ શકે. એવામાં જ્યાં સુધી તમે તે નહીં કરો, ત્યાં સુધી તમે વધુ ઇમિગ્રન્ટ્સનો વિચાર પણ નહીં કરો.”
વર્ક પરમિટને લઈને કર્યો ખાસ ફેરફાર
ટ્રમ્પ વહીવટીતંત્રે ઇમિગ્રન્ટ્સને બીજો ફટકો આપ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રે યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરવાની મંજૂરી આપતી વર્ક પરમિટના ઓટોમેટિક રિન્યુઅલની સિસ્ટમનો અંત લાવી દીધો છે. હવે ઇમિગ્રન્ટ્સને તેમની વર્ક પરમિટ ફરીથી મંજૂર થાય તે પહેલાં નવી સ્ક્રીનીંગ અને ચકાસણી પ્રક્રિયા (Verification Process) માંથી પસાર થવું પડશે.
US માં 70% થી વધુ ભારતીયો
ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસે રાજ્યની યુનિવર્સિટીઓને H-1B વિઝા પ્રોગ્રામ દ્વારા આંતરરાષ્ટ્રીય કામદારોની ભરતી બંધ કરવા જણાવ્યું છે. હાલમાં, ફ્લોરિડાની જાહેર યુનિવર્સિટીઓમાં H-1B વિઝા હેઠળ આશરે 400 વિદેશીઓ કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓ લાયક અમેરિકનોને બદલે H-1B વિઝા હેઠળ વિદેશીઓની ભરતી કરી રહી છે. H-1B વિઝા મેળવનારાઓમાં 70% થી વધુ ભારતીયો છે.
