Breaking News: સમગ્ર દુનિયાની નજર ‘ટ્રમ્પ’ પર! અમેરિકા આવતા અઠવાડિયે મોટું પગલું ભરી શકે છે, આ એક નિર્ણયથી કોને રાહત મળશે?
આ વખતે સમગ્ર દુનિયાની નજર ડોનાલ્ડ ટ્રમ્પ પર છે. વાત એમ છે કે, આવતા અઠવાડિયે અમેરિકા એક મોટું પગલું ભરી શકે છે, જે એક 'ઐતિહાસિક નિર્ણય' બની શકે છે. એવામાં સવાલ એ છે કે, આ નિર્ણયથી કોને રાહત મળશે?

યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે રોઇટર્સને જણાવ્યું હતું કે, ક્રૂડ ઓઇલના વેચાણને સરળ બનાવવા માટે વેનેઝુએલા પરના વધારાના યુએસ પ્રતિબંધો આગામી અઠવાડિયા સુધીમાં હટાવી શકાય છે.
તેમણે એમ પણ કહ્યું કે, તેઓ વેનેઝુએલા સાથે ફરીથી વાતચીત કરવા માટે આવતા અઠવાડિયે International Monetary Fund (IMF) અને World Bank ના ચીફ સાથે મુલાકાત કરશે. બેસેન્ટે જણાવ્યું હતું કે, વેનેઝુએલાની લગભગ $5 બિલિયનની સ્થિર IMF સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સની નાણાકીય સંપત્તિનો ઉપયોગ દેશની અર્થવ્યવસ્થા ફરીથી ઉભી કરવા માટે કરી શકાય છે.
શું અમેરિકા તેલ પરના પ્રતિબંધ હટાવશે?
બેસેન્ટે ઉમેર્યું હતું કે, ‘અમેરિકા’ વેચવામાં આવનાર તેલ પરના પ્રતિબંધને હટાવી રહ્યું છે. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ એવા ફેરફારોની સમીક્ષા કરી રહ્યું છે, જેનાથી જહાજો પર સંગ્રહિત (Stored) તેલના વેચાણમાંથી મળેલી રકમ વેનેઝુએલામાં પાછી મોકલી શકાય.
બીજા કોઈ પ્રતિબંધ હટાવવામાં આવશે કે નહીં?
બેસન્ટે કહ્યું કે, તેઓ વેનેઝુએલામાં પૈસા કેવી રીતે પાછા મોકલવા તે અંગે વિચારણા કરી રહ્યા છે, જેથી સરકાર અને સુરક્ષા સેવાઓ ચાલી શકે તેમજ પૈસા વેનેઝુએલાના લોકો સુધી પહોંચે.
એવામાં જ્યારે પૂછવામાં આવ્યું કે, બીજા કયા પ્રતિબંધો હટાવી શકાય છે? ત્યારે બેસેન્ટે કહ્યું કે, આ તો આવતા અઠવાડિયે ખબર પડી શકે છે. ટૂંકમાં બેસેન્ટે સ્પષ્ટ કર્યું નથી કે, કયા પ્રતિબંધો હટાવવામાં આવશે?
એક અઠવાડિયા પછી આવ્યું ‘નિવેદન’
આ પગલું વેનેઝુએલાને સ્થિર કરવા અને યુએસ ઓઇલ કંપનીઓના પુનરાગમનને પ્રોત્સાહન આપવાના ટ્રમ્પ વહીવટીતંત્રના પ્રયાસનો એક ભાગ છે.
આ નિવેદન અમેરિકન દળો દ્વારા વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરોની કારાકાસથી ધરપકડ કરવામાં આવ્યા અને તેમને ડ્રગ હેરફેરના આરોપોનો સામનો કરવા માટે ન્યૂયોર્ક લાવવામાં આવ્યાના એક અઠવાડિયા પછી આવ્યું છે. અમેરિકાના પ્રતિબંધને કારણે આંતરરાષ્ટ્રીય બેંક અને બીજા લેણદારો ‘વેનેઝુએલા’ સરકાર સાથે લાઈસન્સ વિના કામ કરી શકતા ન હતા.
સંસ્થાઓનું કહેવું છે કે, આનાથી $150 બિલિયનના દેવાના પુનર્ગઠન (Reorganization) માં અવરોધ આવી રહ્યો છે, જે ખાનગી મૂડીના વળતર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ટ્રમ્પે એક ‘ઓર્ડર’ પર હસ્તાક્ષર કર્યા
શુક્રવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેના હેઠળ કોર્ટ અને લેણદારોને યુએસ ટ્રેઝરી ખાતાઓમાં રાખવામાં આવેલી વેનેઝુએલાની તેલ આવકને જપ્ત કરવાથી અટકાવવામાં આવ્યા હતા. આમાં જણાવવામાં આવ્યું હતું કે, આ ફંડ વેનેઝુએલામાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા માટે સુરક્ષિત રાખવામાં આવવા જોઈએ.
