AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : રંગો ભૂલી જાવ! અસલી સોના અને હીરાથી બની અદભુત રંગોળી, 6.5 કિલો સોનું જોઈ લોકો રહ્યા સ્તબ્ધ

દિવાળીના તહેવાર પર ભારતમાં ઘરની બહાર રંગબેરંગી રંગોળી બનાવવાની પરંપરા છે. સામાન્ય રીતે રંગો, ફૂલો, ચોખા અને લોટની મદદથી સુંદર રંગોળી તૈયાર કરવામાં આવે છે. પરંતુ દુબઈમાં દિવાળીની ઉજવણી માટે કંઈક એવું અનોખું કરવામાં આવ્યું છે.

Trending Video : રંગો ભૂલી જાવ! અસલી સોના અને હીરાથી બની અદભુત રંગોળી, 6.5 કિલો સોનું જોઈ લોકો રહ્યા સ્તબ્ધ
Dubai Gold Diamond RangoliImage Credit source: Instagram | @dubaifestivals
| Updated on: Nov 11, 2026 | 9:45 AM
Share

દિવાળીના તહેવાર પર ભારતમાં ઘરની બહાર રંગબેરંગી રંગોળી બનાવવાની પરંપરા છે. સામાન્ય રીતે રંગો, ફૂલો, ચોખા અને લોટની મદદથી સુંદર રંગોળી તૈયાર કરવામાં આવે છે. પરંતુ દુબઈમાં દિવાળીની ઉજવણી માટે કંઈક એવું અનોખું કરવામાં આવ્યું છે. જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

અહીં રંગોની જગ્યાએ અસલી સોનાના ઘરેણાં અને હીરાનો ઉપયોગ કરીને વિશાળ અને ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી છે. આ રંગોળીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સિટી સેન્ટર દેઇરા મોલમાં તૈયાર થઈ શાહી રંગોળી

દુબઈના જાણીતા સિટી સેન્ટર દેઇરા મોલમાં દિવાળીના ખાસ અવસર પર આ અનોખી રંગોળી બનાવવામાં આવી છે. તેની ભવ્યતા અને ચમક લોકોને આકર્ષી રહી છે. આ રંગોળી તૈયાર કરવા માટે અંદાજે 6.5 કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 213થી વધુ સોનાના હાર, ભારે બંગડીઓ, ઝૂમખાં અને પેન્ડન્ટ્સને સુંદર રીતે ગોઠવવામાં આવ્યા છે.

380 કેરેટથી વધુ હીરાનો ઉપયોગ

આ રંગોળીની સુંદરતામાં વધારો કરવા માટે તેમાં 380 કેરેટથી વધુ અસલી હીરા પણ જડવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અનોખી કલાકૃતિ તૈયાર કરવા માટે 10 કુશળ કારીગરોએ સતત 16 કલાક સુધી મહેનત કરી હતી. દરેક ઘરેણાંને હાથથી ગોઠવીને આકર્ષક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

આ રંગોળીનો વીડિયો dubaifestivals નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને જાહેર સ્થળે આટલું બધું સોનું અને હીરા ખુલ્લેઆમ પ્રદર્શિત કરવામાં આવ્યા હોવાને કારણે લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

કેટલાક લોકો આ કળાકૃતિને દિવાળીની ભવ્ય ઉજવણી ગણાવી રહ્યા છે. તો કેટલાક લોકો તેની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. રંગો અને ફૂલોથી બનતી પરંપરાગત રંગોળીને બદલે સોના અને હીરાથી તૈયાર થયેલી આ રંગોળીએ દિવાળીની ઉજવણીને એક નવો અને શાહી અંદાજ આપ્યો છે. હાલ આ અનોખી રંગોળી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

જુઓ Video

આ પણ વાંચો, Trending Video: હવે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં પાળતુ પ્રાણીઓને પણ લઈ જઈ શકશો! બુકિંગ પહેલાં જાણી લો નિયમો અને જરૂરી દસ્તાવેજો

Follow Us
દિવાળીના વેકેશનમાં દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો
દિવાળીના વેકેશનમાં દેવળિયા સફારી પાર્કમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો
ગુજરાતના મંદિરોમાં નૂતન વર્ષની ભવ્ય ઉજવણી, ભગવાનને સોનાવેશનો શણગાર
ગુજરાતના મંદિરોમાં નૂતન વર્ષની ભવ્ય ઉજવણી, ભગવાનને સોનાવેશનો શણગાર
ભાવનગરનમાં અસલી ફૂલોની રોનક ફિક્કી પડી, કૃત્રિમ ફુલોના વેચાણમાં તેજી
ભાવનગરનમાં અસલી ફૂલોની રોનક ફિક્કી પડી, કૃત્રિમ ફુલોના વેચાણમાં તેજી
કચ્છ પોલીસે 8.46 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ
કચ્છ પોલીસે 8.46 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ
જામનગરના દરેડ GIDCમાં કારખાનામાં ભીષણ આગ
જામનગરના દરેડ GIDCમાં કારખાનામાં ભીષણ આગ
નાની બાળકીના એક જ સવાલે DSP મેડમની 'બોલતી બંધ' કરી
નાની બાળકીના એક જ સવાલે DSP મેડમની 'બોલતી બંધ' કરી
નડિયાદમાં ભીષણ આગ: 4 સિલિન્ડર બ્લાસ્ટ, 12 સ્ટોલ બળીને ખાખ
નડિયાદમાં ભીષણ આગ: 4 સિલિન્ડર બ્લાસ્ટ, 12 સ્ટોલ બળીને ખાખ
તહેવારોમાં મીઠાઈ ખરીદતા પહેલા ચેતજો, 'કિડની-લિવર ફેઈલ' થઈ શકે છે
તહેવારોમાં મીઠાઈ ખરીદતા પહેલા ચેતજો, 'કિડની-લિવર ફેઈલ' થઈ શકે છે
'ઘી' ની શુદ્ધતા ચકાસવા માટેનો સરળ સુગર ટેસ્ટ - જુઓ Video
'ઘી' ની શુદ્ધતા ચકાસવા માટેનો સરળ સુગર ટેસ્ટ - જુઓ Video
નવા વર્ષે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાયો 8 કિલો સોનાના વાઘાનો શણગાર
નવા વર્ષે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાયો 8 કિલો સોનાના વાઘાનો શણગાર
g clip-path="url(#clip0_868_265)">