આને કહેવાય બુદ્ધિનું LIVE પ્રદર્શન, ચાલુ ફેસબુક લાઈવે ચોર મોબાઈલ આંચકીને ભાગ્યો અને પછી જે થયુ તે દેશ દુનિયાએ જોયુ !

આ મોબાઈલ એક ટીવી ચેનલના પત્રકાર મહમૂદ રાઘેબનો હતો, જે ઈજિપ્તમાં ભૂકંપ બાદ રિપોર્ટિંગ કરવા માટે રસ્તા પર ઉતર્યો હતો. આ વીડિયોને માત્ર ફેસબુક પર જ 7 મિલિયન વ્યૂઝ મળ્યા છે.

આને કહેવાય બુદ્ધિનું LIVE પ્રદર્શન, ચાલુ ફેસબુક લાઈવે ચોર મોબાઈલ આંચકીને ભાગ્યો અને પછી જે થયુ તે દેશ દુનિયાએ જોયુ !
Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 1:25 PM

સોશિયલ મીડિયામાં (Social Media) ઘણા અજીબો ગરીબ કિસ્સાઓ વાયરલ થતા હોય છે. કેટલીક ઘટનાઓ તો એવી હોય છે જેના વિશે વાંચી અને સાંભળીને મગજ ચકરડે ચઢી જાય તો કેટલાક બનાવો તમને હસાવી હસાવીને લોટ પોટ કરી નાખે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે જેને જોયા બાદ તમે પણ વિચારમાં પડી જશો કે આ વ્યક્તિના નસીબ કેવા છે.

દરેક ચોર ઇચ્છતો હોય છે કે તે ચોરી કર્યા બાદ કોઇ પણ સબૂત ન છોડે અને તેના માટે જ તેઓ પણ પ્લાન કરીને ઘટનાઓને અંજામ આપતા હોય છે. પરંતુ ઇજિપ્તમાં એક ચોરે ચોરી કરતી વખતે એટલી મોટી ભૂલ કરી કે જેના કારણે પોલીસની સાથે સાથે 20 હજારથી વધુ લોકોએ તેને લાઇવ ચોરી કરતા જોઇ લીધો. ના અમે કોઇ રસ્તા પર લાગેલા સીસીટીવી ફૂટેજની વાત નથી કરી રહ્યા. તે તો સામાન્ય બાબત છે. આ ચોરના નસીબ થોડા વધારે જ ખરાબ હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ખરેખર ઘટના કઇંક આ પ્રમાણેની છે કે ઇજિપ્તમાં એક પત્રકાર રસ્તા પર ઉભો રહીને ફેસબુક લાઇવ કરીને તેના ફોલોવર્સ સાથે ઇન્ટરેક્શન કરી રહ્યો હતો એટલામાં મોટરસાઇકલ પર એક ચોર આવ્યો અને તેના હાથમાંથી ફોન છિનવીને ભાગી (Thief snatched journalist mobile) ગયો. તે આ વાતથી સંપૂર્ણ પણે અજાણ હતો કે ફોનમાં લાઇવ ચાલી રહ્યુ છે. એક હાથમાં ફોન પકડીને, મોઢામાં સિગારેટ મુકીને બાઇક લઇને ભાગ્યો તો ખરો પણ આ બધુ લાઇવ 20 હજારથી વધુ લોકો જોઈ રહ્યા હતા.

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

તમને જણાવી દઈએ કે આ મોબાઈલ એક ટીવી ચેનલના પત્રકાર મહમૂદ રાઘેબનો હતો, જે ઈજિપ્તમાં ભૂકંપ બાદ રિપોર્ટિંગ કરવા માટે રસ્તા પર ઉતર્યો હતો. આ વીડિયોને માત્ર ફેસબુક પર જ 7 મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ સિવાય, તે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થઈ રહ્યુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના શુબ્રા અલ-ખૈમાહ શહેરમાં થઈ હતી.

આ પણ વાંચો –

CSE ISC Date Sheet 2021 : ICSE અને ISC સેમેસ્ટર 1 પરીક્ષાની રિવાઈઝ્ડ ડેટ શીટ થઈ જાહેર, શું આ વર્ષે મેરિટ લિસ્ટ જાહેર થશે ?

આ પણ વાંચો –

PM મોદીએ ગોવાના વખાણ કર્યા, કહ્યું ગોવાનો અર્થ માત્ર આનંદ નથી, પરંતુ વિકાસનું નવું મોડલ પણ છે

આ પણ વાંચો –

IND vs PAK, T20 World Cup 2021: વરુણ ચક્રવર્તી પાકિસ્તાન સામે નહીં રમે ! આ દિગ્ગજ સિલેક્ટરે ટીવી 9 ને પ્લેઇંગ ઇલેવન જણાવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">