ICSE ISC Date Sheet 2021 : ICSE અને ISC સેમેસ્ટર 1 પરીક્ષાની રિવાઈઝ્ડ ડેટ શીટ થઈ જાહેર, શું આ વર્ષે મેરિટ લિસ્ટ જાહેર થશે ?

કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) એ ICSE વર્ગ 10 અને ISC વર્ગ 12 માટે નવી તારીખ શીટ જાહેર કરી છે.

ICSE ISC Date Sheet 2021 : ICSE અને ISC સેમેસ્ટર 1 પરીક્ષાની રિવાઈઝ્ડ ડેટ શીટ થઈ જાહેર, શું આ વર્ષે  મેરિટ લિસ્ટ જાહેર થશે ?
ICSE, ISC Date Sheet
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 1:20 PM

ICSE, ISC Date Sheet : કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) દ્વારા ICSE ધોરણ 10 અને ISC ધોરણ 12 ની વાર્ષિક પરીક્ષાઓ લેવામાં આવે છે. ત્યારે CISCEએ સેમેસ્ટર 1 ની પરીક્ષાઓ માટે રિવાઈઝડ ડેટ શીટ બહાર પાડી છે. ICSE દ્વારા ધોરણ 10ની પરીક્ષા 29 નવેમ્બરથી 16 ડિસેમ્બર દરમિયાન અને ધોરણ 12ની ISC પરીક્ષા 22 નવેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન યોજવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ICSE અને ISC સેમેસ્ટર 1ની પરીક્ષા અગાઉ કોરોના નિયંત્રણને (Corona Guidelines) કારણે રદ્દ કરવામાં આવી હતી.

ICSE અને ISC ની પરીક્ષાઓ ઓફલાઇન મોડમાં લેવામાં આવશે

તમને જણાવી દઈએ કે, ICSE અને ISC ની પરીક્ષાઓ ઓફલાઇન મોડમાં (Offline Mode) લેવામાં આવશે અને વિદ્યાર્થીઓની સંબંધિત શાળાઓમાં જ પરીક્ષા લેવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારના 11 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 12ની પરીક્ષાઓ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પરીક્ષાનો સમય 

ICSE ધોરણ 10 માટે અંગ્રેજી, અર્થશાસ્ત્ર અને જીવવિજ્ઞાન સહિતના વિષયોની પરીક્ષા માટે એક કલાકનો સમય રાખવામાં આવ્યો છે. જ્યારે ગણિત અને હિન્દી સહિત કેટલાક અન્ય પેપરો માટે એક કલાક અને 30 મિનિટનો સમય વિદ્યાર્થીઓને મળશે. ઉપરાંત ધોરણ 12 ISC બોર્ડના તમામ પેપર માટે એક કલાક 30 મિનિટનો સમય રાખવામાં આવ્યો છે.

શૈક્ષણિક સત્રને બે સેમેસ્ટરમાં વહેંચવામાં આવ્યું

ઉલ્લેખનીય છે કે,આ વર્ષ CISCE બોર્ડ પરીક્ષા માટે એક અલગ પદ્ધતિ અપનાવશે. બોર્ડે અગાઉ જણાવ્યુ હતું કે શૈક્ષણિક સત્રને બે સેમેસ્ટરમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં પ્રત્યેક સેમેસ્ટર અભ્યાસક્રમના લગભગ 50 ટકા આવરી લેવામાં આવશે. બોર્ડે કોવિડ -19 ના કારણે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં થયેલ અસરને કારણે ICSE અને ISC વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયોના અભ્યાસક્રમમાં પણ ઘટાડો કર્યો છે.

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષ પણ મેરિટ લિસ્ટ જાહેર નહિ થાય

તમને જણાવી દઈએ કે, CISCE એ 24 જુલાઈના રોજ ગયા વર્ષનું ધોરણ 10 અને 12મા ધોરણના પરિણામ જાહેર કર્યા હતા. ધોરણ 10 માં છોકરાઓ અને છોકરીઓ બંનેની પાસ ટકાવારી 99.8 ટકા હતી. CISCE ધોરણ 12 ના પરિણામોમાં છોકરીઓએ છોકરાઓને 0.2 ટકાના માર્જિનથી પાછળ રાખી દીધા હતા. બોર્ડે કહ્યું હતું કે, ગયા વર્ષની જેમ આ વખતે પણ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં નહિ આવે. CISCE એ કોવિડ-19ની બીજી લહેરને (Covid 19 Second Wave) ધ્યાનમાં રાખીને આ વર્ષે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ રદ કરી હતી. ઉપરાંત બોર્ડ દ્વારા વૈકલ્પિક મૂલ્યાંકન નીતિના આધારે પરિણામ તૈયાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: IB ACIO Result 2021: ઇન્ટેલિજન્સ બ્યુરોએ ACIO Tier 2નું પરિણામ કર્યું જાહેર, આ રીતે થશે ચેક

આ પણ વાંચો: NEET MDS Exam 2022 Postponed: NEET MDSની પરીક્ષા મુલતવી રાખવામાં આવી, હવે આ તારીખે લેવાશે પરીક્ષા

g clip-path="url(#clip0_868_265)">