શું આતંકવાદી મસૂદ અઝહરને મૃત જાહેર કરવા પાછળ પાકિસ્તાનની હોય શકે છે નાપાક હરકત ?

Parth_Solanki

Parth_Solanki |

Updated on: Mar 03, 2019 | 4:20 PM

પુલવામા હુમલા પછી  પાકિસ્તાનમાં શરણ લઈ રહેલા ખૂંખાર આતંકી મસૂદ અઝહરનું મોત થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જોકે તેના મોતની પાકિસ્તાને હજુ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે મસૂદના મોતને લઈને બે નવી વાતો સામે આવી છે. એક અનુમાન પ્રમાણે બાલાકોટમાં ભારતીય વાયુ સેનાની એર સ્ટ્રાઈક વખતે તે ઘાયલ થયો હતો. અને સારવાર […]

શું આતંકવાદી મસૂદ અઝહરને મૃત જાહેર કરવા પાછળ પાકિસ્તાનની હોય શકે છે નાપાક હરકત ?

પુલવામા હુમલા પછી  પાકિસ્તાનમાં શરણ લઈ રહેલા ખૂંખાર આતંકી મસૂદ અઝહરનું મોત થયું હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જોકે તેના મોતની પાકિસ્તાને હજુ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જોકે મસૂદના મોતને લઈને બે નવી વાતો સામે આવી છે.

એક અનુમાન પ્રમાણે બાલાકોટમાં ભારતીય વાયુ સેનાની એર સ્ટ્રાઈક વખતે તે ઘાયલ થયો હતો. અને સારવાર દરમિયાન મોત થયું હોવું જોઈએ. જેના કારણે ભારતની જીત થઈ હોય તેવું પાકિસ્તાને માનવું પડે તેમ છે.

આ પણ વાંચો : કોણ છે મસૂદ અઝહર જેણે ભારત સહિત સમગ્ર દુનિયામાં આતંક ફેલાવ્યો હતો ? કેવી રીતે બનાવ્યું જૈશ-એ-મોહમ્મદ ?

જ્યારે બીજા અનુમાન પ્રમાણે તેનું બીમારીને કારણે મોત થયું છે. મસૂદ અઝહર આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદનો વડો મસૂદ અઝહર છેલ્લા કેટલાક સમયથી લિવર કેન્સરથી પીડાતો હતો. અને તે પાછલા થોડા દિવસોથી પાકિસ્તાનમાં સેનાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. પાકિસ્તાનના વિદેશ પ્રધાન કુરૈશીએ મસૂદ બીમાર હોવાની પુષ્ટિ કરી હતી.

આ અંગે રાજકીય વિશેષજ્ઞો અઝહરના મોતની માહિતીને એક ચાલ ગણાવી રહ્યું છે. સોશ્યિલ મીડિયા પર પણ મશૂદ અઝહરના મોત પર સવાલ ઉઠી રહ્યા છે. કારણ કે એક તરફથી પાકિસ્તાન પર આ માટે ઘણું પ્રેશર છે જેમાં પાકિસ્તાન મસૂદની અફવા ઉડાવી ભારતને પણ મોટી કાર્યવાહી કરવાથી રોકવા માટેની ચાલ ચાલી શકે છે.

જૈશ-એ-મોહંમદ ભારતના સરહદી વિસ્તારોમાં થનારા હુમલા માટે જવાબદાર માનવામાં આવે છે. મહત્વનું છે કે પઠાણકોટ, ઉરી, પુલવામામાં સેના પર થયેલા મોટા હુમલામાં આતંકી મસૂદનો મોટો હાથ છે. 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. ત્યારે ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીની પરોઢે પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને મસૂદના અડ્ડા અને ટ્રેનિંગ સેન્ટરોને નષ્ટ કરી દીધા હતા. આ એર સ્ટ્રાઈકમાં 350 જેટલા આતંકીઓ માર્યા ગયા હોવાનો રિપોર્ટ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati