AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનમાં વિદેશી રાજદ્વારીઓના કાફલા પર આતંકવાદી હુમલો, બ્લાસ્ટથી ઉડ્યા સુરક્ષાદળના વાહન, એક પોલીસકર્મીનું મોત

પાકિસ્તાનમાં વિદેશી રાજદ્વારીઓના કાફલા પર થયેલા આતંકી હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું છે. જ્યારે હુમલામાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે, રાજદ્વારીઓ એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા, તે સમયે સ્વાત ખીણમાં તેમના કાફલા પર આતંકી હુમલો થયો હતો. કાફલામાં 11 દેશોના રાજદ્વારીઓ સામેલ હતા.

પાકિસ્તાનમાં વિદેશી રાજદ્વારીઓના કાફલા પર આતંકવાદી હુમલો, બ્લાસ્ટથી ઉડ્યા સુરક્ષાદળના વાહન, એક પોલીસકર્મીનું મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2024 | 1:52 PM
Share

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સ્વાત ઘાટીમાં વિદેશી રાજદ્વારીઓના કાફલા પર આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓએ કાફલામાં રહેલા વાહનને રોડની સાઇડ રાખેલા બોમ્બથી નિશાન બનાવ્યું હતું. આ આતંકી હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. પાકિસ્તાની મીડિયામાં પોલીસ અધિકારીને ટાંકીને રજૂ કરાયેલા અહેવાલ અનુસાર, આ હુમલો જહાનાબાદ પાસે થયો હતો. કાફલામાં ઘણા દેશોના રાજદ્વારીઓ સામેલ હતા.

જેમાં 11 દેશોના રાજદ્વારી સામેલ હતા

મલાકંદના ડીઆઈજી અલી ગંદાપુરને ટાંકીને, પાકિસ્તાનના મીડિયામાં રજૂ થયેલા અહેવાલમાં જણાવાયું છે કે, કાફલામાં રશિયા, પોર્ટુગલ, ઈથોપિયા, બોસ્નિયા, રવાન્ડા, ઝિમ્બાબ્વે, વિયેતનામ, ઈન્ડોનેશિયા, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાનના રાજદ્વારીઓ સામેલ હતા. અહેવાલો અનુસાર, કાફલાની સુરક્ષા માટે તૈનાત પોલીસ વાહનને રસ્તાની સાઈડમાં મૂકવામાં આવેલા વિસ્ફોટક ઉપકરણથી ઉડાડવામાં આવ્યા હતા.

રાજદ્વારીઓ હુમલાનું નિશાન હતા

ન્યૂઝ એજન્સી રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે, આ વાહનનો કાફલો સ્વાત પ્રાંતમાં મુસાફરી કરી રહેલા લગભગ એક ડઝન જેટલા વિદેશી રાજદ્વારીઓ માટે સુરક્ષા એસ્કોર્ટનો ભાગ હતો. જિલ્લા પોલીસ અધિકારી (ડીપીઓ) ઝાહિદુલ્લા ખાને વિસ્ફોટની પુષ્ટિ કરતા કહ્યું કે આ હુમલો વિદેશી રાજદ્વારીઓના જૂથને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. ડીઆઈજી કહ્યું કે હુમલામાં તમામ રાજદ્વારીઓ સુરક્ષિત છે અને તેમને સુરક્ષિત રીતે ઈસ્લામાબાદમાં લઈ જવામાં આવ્યા છે.

કોઈએ જવાબદારી લીધી નથી

પાકિસ્તાન પોલીસે રોઇટર્સને જણાવ્યું કે, રાજદ્વારીઓ મિંગોરામાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ માલમ જબ્બા જઈ રહ્યા હતા. આ દરમિયાન શેરાબાદના ઉપનગરીય વિસ્તારમાં વિસ્ફોટ થયો હતો. હુમલાની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. પાકિસ્તાનમાં વિદેશી મિશનના સભ્યો પર હુમલાનો આ પહેલો મામલો નથી. અગાઉ 30 જુલાઈના રોજ ડેરા ઈસ્માઈલ ખાનમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના એક વાહન ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. યુએનનું વાહન એ વિસ્તારમાંથી પીવાના પાણીના સેમ્પલ એકત્ર કરી રહ્યું હતું. તમામ અધિકારીઓ બુલેટપ્રુફ વાહનમાં સુરક્ષિત હતા. જોકે, ફાયરિંગને કારણે વાહનને નજીવું નુકસાન થવા પામ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">