અમેરિકા સહિત દુનિયાના આ દેશો સાથે કુટનીતિક અને વ્યાપારિક સંબંધ બનાવવા ઈચ્છે છે તાલિબાન: મુલ્લા બરાદર

TV9 GUJARATI

|

Updated on: Aug 21, 2021 | 9:20 PM

Taliban Afghanistan News: તાલિબાને અફઘાનિસ્તાનમાં નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. જૂથના કેટલાક ટોચના નેતાઓ કાબુલ પહોંચી ગયા છે, જ્યાં એક સમાવેશી સરકાર બનાવવા માટે વાતચીત ચાલી રહી છે.

અમેરિકા સહિત દુનિયાના આ દેશો સાથે કુટનીતિક અને વ્યાપારિક સંબંધ બનાવવા ઈચ્છે છે તાલિબાન: મુલ્લા બરાદર
Mullah Abdul Ghani Baradar

Taliban on Relations With World Coutries: તાલિબાને (Taliban) શનિવારે જાહેરાત કરી હતી કે તે વિશ્વના તમામ દેશો સાથે ખાસ કરીને અમેરિકા (America) સાથે કુટનીતિક અને વ્યાપારિક સંબંધો સ્થાપિત કરવા માંગે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ચીની ન્યૂઝ વેબસાઈટ શિન્હુઆના હવાલાથી કહ્યું કે ગ્રુપના સહ-સ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદરે(Mullah Abdul Ghani Baradar) ટ્વીટર પોસ્ટમાં કહ્યું ઈસ્લામિક અમીરાત ઑફ અફઘાનિસ્તાન તમામ દેશો સાથે ખાસ કરીને અમેરિકા સાથે કુટુનિતીક અને વ્યાપારિક સંબંધો બનાવવા માંગે છે.

બરાદરે તમામ મીડિયા અહેવાલોને ફગાવી દીધા કે જેમાં કહેવામાં આવ્યુ છે કે તાલિબાનનો (Taliban in Afghanistan) અમેરિકા સાથે કુટનીતિક અને વ્યાપારિક સંબંધ બનાવવાનો કોઈ ઈરાદો નથી. બરાદરે કહ્યું, “અમે ક્યારેય કોઈ પણ દેશ સાથેના સંબંધો સમાપ્ત કરવાની વાત કરી નથી. આ સમાચાર સંબંધિત અફવા માત્ર પ્રોપોગેન્ડા છે. તે સાચું નથી. વરિષ્ઠ તાલિબાન નેતા બરાદર અત્યારે અફઘાનિસ્તાનના કાબુલમાં છે. જ્યાં તેઓ નવી સરકાર બનાવવા માટે અફઘાન રાજકારણીઓ સાથે ઔપચારિક વાતચીત કરવાના છે.

નેતાઓના કાબૂલ પહોંચ્યા બાદ વાતચીત શરુ 

આ જૂથના એક નેતાએ આ માહિતી આપી છે. આ પહેલા એક સ્થાનિક ન્યૂઝ વેબસાઈટે કહ્યું હતું કે હિજબ-એ-ઈસ્લામી અફઘાનિસ્તાન (HIA)ના નેતા ગુલબુદ્દીન હેકમત્યારે જાણ કરી હતી કે તાલિબાન અને અફઘાન નેતાઓ વચ્ચે ઔપચારિક વાતચીત ત્યારે જ શરુ થશે, જ્યારે તાલિબાન નેતાઓ કાબુલ પહોંચશે. તાલિબાન હાલમાં વિશ્વને બતાવીને માન્યતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે કે તેણે 20 વર્ષ બાદ અલ-કાયદા જેવા આતંકવાદી સંગઠનો સાથેના તેના સંબંધોનો અંત લાવી દીધો છે.

આતંકી સંગઠનો સાથે જોડાયુ છે નામ 

તાલિબાનનું નામ હંમેશા આતંકવાદી સંગઠનો અલ કાયદા અને જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammad) સાથે જોડાયેલું છે. વર્લ્ડ ટ્રેડ ટાવર (9/11 Attack in US) પર હુમલા બાદ અમેરિકાએ તાલિબાનને અફઘાનિસ્તાનમાં (Afghanistan) સત્તામાંથી હાંકી કા્યું હતું. જો કે, આ વર્ષે રાષ્ટ્રપતિ જો બાઈડેને  સૈનિકો પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદ તાલિબાનોએ ફરીથી સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે.

આ પણ વાંચો ખતરનાક જગ્યાએ ફરવાનાં ચક્કરમાં આ ભાઈ તાલિબાનીઓનાં ગઢમાં ભરાયા, જાણો પછી શું થયું

આ પણ વાંચો  Afghanistan Update: 150 થી વધુ ભારતીયોના અપહરણનો દાવો, તાલિબાને કહ્યું – તમામ સુરક્ષિત, એરપોર્ટ પહોંચાડવામાં આવ્યા

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati