AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Update: 150 થી વધુ ભારતીયોના અપહરણનો દાવો, તાલિબાને કહ્યું – તમામ સુરક્ષિત, એરપોર્ટ પહોંચાડવામાં આવ્યા

અહેવાલ અનુસાર નવીનતમ અપડેટ છે કે 150 ભારતીય નાગરિકોના પાસપોર્ટની ચકાસણી કર્યા બાદ તેઓને મુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ કાબુલ એરપોર્ટ પરત ફરી રહ્યા છે.

Afghanistan Update: 150 થી વધુ ભારતીયોના અપહરણનો દાવો, તાલિબાને કહ્યું - તમામ સુરક્ષિત, એરપોર્ટ પહોંચાડવામાં આવ્યા
150 Indian nationals released by Taliban after checking passports
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 3:23 PM
Share

અફઘાનિસ્તાનના (Afghanistan) કેટલાક મીડિયા હાઉસે અહેવાલ આપ્યો છે કે કાબુલ (Kabul) છોડવાની રાહ જોઈ રહેલા લોકોનું તાલિબાન દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, અપહરણ કરાયેલા લોકોમાં ભારતીય નાગરિકો (Indians In Afghanistan) પણ સામેલ છે. જોકે હજુ સુધી આની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ભારત સરકારે પણ આ અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી. રિપોર્ટ અનુસાર, કાબુલના હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકથી આ લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું.

તાલિબાનના પ્રવક્તા અહમદુલ્લાહ વસીકે અપહરણના અહેવાલોને નકાર્યા છે. તેમણે આ અંગે અફઘાન મીડિયાના સભ્ય સાથે વાત કરી. ANI એ અફઘાન મીડિયાને ટાંકીને કહ્યું કે તમામ ભારતીયો સલામત છે અને બહાર નીકળવા માટે તેમના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર નવીનતમ અપડેટ એ છે કે 150 ભારતીય નાગરિકોના પાસપોર્ટની ચકાસણી કર્યા બાદ તેઓને મુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ કાબુલ એરપોર્ટ પરત ફરી રહ્યા છે.

આ અહેવાલ ત્યારે સામે આવ્યો છે જ્યારે ભારતીય વાયુસેનાના C-130J વિમાને 85 ભારતીયો સાથે ઉડાન ભરી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે વિમાને રિફ્યુઅલિંગ માટે તાઝાકિસ્તાનમાં લેન્ડિંગ કર્યું હતું. કાબુલમાં અધિકારીઓ ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે. એરફોર્સનું વિમાન ભારતીય લોકોને તાઝાકિસ્તાનના દુશાંબેમાં ઉતારશે અને પછી તેઓ એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા દેશમાં પરત ફરશે.

ખાનગી સમાચાર સંસ્થા અનુસાર, સૂત્રોએ આજે ​​જણાવ્યું કે સરકાર વધુને વધુ ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે કાબુલ એરપોર્ટ પર લાવવાનો પ્રયાસ કરી રહી છે. ભારતે અત્યાર સુધી અફઘાનિસ્તાનમાંથી તેના તમામ દૂતાવાસના કર્મચારીઓને બહાર કાઢ્યા છે પરંતુ અંદાજ મુજબ 1,000 ભારતીય નાગરિકો જુદા જુદા શહેરોમાં છે. તેમાંથી 200 શીખો અને હિન્દુઓએ કાબુલના ગુરુદ્વારામાં આશરો લીધો છે.

તાલિબાને કાબુલની રાજધાની પર કબજો જમાવ્યા બાદ ત્યાં ઉભી થયેલી કટોકટી વચ્ચે લોકોને બહાર કાવામાં આવી રહ્યા છે. મંગળવારે કાબુલમાં ભારતીય રાજદૂત અને દૂતાવાસના કર્મચારીઓ સહિત 120 લોકોને લઈને ભારતીય વાયુસેનાનું વિમાન અફઘાનિસ્તાનથી ભારત પહોંચ્યું. સોમવારે અન્ય C-19 વિમાન અફઘાનિસ્તાનથી ભારતીય દૂતાવાસના કેટલાક કર્મચારીઓ સહિત લગભગ 40 લોકોને ભારત લાવ્યા.

આ પણ વાંચો: afghanistan Crisis: તાલિબાને કાબુલ એરપોર્ટ પરથી 150થી વધુ લોકોનું અપહરણ કર્યું, ભારતીયો પણ સામેલ

આ પણ વાંચો: Afghanistan Update : તાલિબાનની કેટલીક વેબસાઇટ અચાનક થઇ બંધ, ટ્વીટરની આતંકીઓના એકાઉન્ટ ડિલીટ કરવાની મનાઇ

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">