દિવાળી પર જોવા મળ્યો સ્વદેશીનો દમ, ચાલબાઝ ચીનને ભારતીયોએ આપ્યો 50 હજાર કરોડ રૂપિયાનો આર્થિક ફટકો

TV9 GUJARATI

|

Updated on: Nov 05, 2021 | 7:39 PM

આપણા દેશના દુશ્મન અને પાડોશી ચીનની નજર હંમેશા વેપાર પર ટકેલી હોય છે. ખાસ કરીને તહેવારોની સિઝનમાં ચીન પોતાની નવી રણનીતિઓ બનાવે છે, પરંતુ આ વખતે ચીન કોઈ ચાલ કામમાં આવી નથી. ભારતીયોએ ચીનને 50 હજાર કરોડ ઝટકો આપ્યો છે.

દિવાળી પર જોવા મળ્યો સ્વદેશીનો દમ, ચાલબાઝ ચીનને ભારતીયોએ આપ્યો 50 હજાર કરોડ રૂપિયાનો આર્થિક ફટકો
China (Symbolic Image)

આંતરરાષ્ટ્રીય સરહદની સાથે સાથે દેશની અર્થવ્યવસ્થામાં ઘૂસણખોરી કરવા માંગતા ચીનને આ વખતે ભારે ફટકો પડ્યો છે. આપણા દેશના દુશ્મન અને પાડોશી ચીનની નજર હંમેશા વેપાર પર ટકેલી હોય છે. ખાસ કરીને તહેવારોની સિઝનમાં ચીન પોતાની નવી રણનીતિઓ બનાવે છે, પરંતુ આ વખતે ચીન કોઈ ચાલ કામમાં આવી નથી. ભારતીયોએ ચીનને 50 હજાર કરોડ ઝટકો આપ્યો છે.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દાવો કરે છે કે દેશ કોરોનાની અસરમાંથી બહાર આવી રહ્યો છે અને છેલ્લા 10 વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળી પર રેકોર્ડ ખરીદી કરવામાં આવી છે. આંકડાઓની ભાષામાં આ વખતે દિવાળી પર લગભગ 1.25 લાખ કરોડનો બિઝનેસ થયો હતો.

CAITના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે TV9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના ‘વોકલ ફોર લોકલ’ (Vocal For Local) અને ‘આત્મનિર્ભર ભારત’ના અભિયાનને આગળ ધપાવતા તેમના બિઝનેસ સંગઠને પણ ચીન સામે મોરચો ખોલ્યો હતો અને ચીની વસ્તુઓનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો.

અભિયાનની વ્યાપક અસર સમગ્ર દેશમાં પણ જોવા મળી રહી છે. આ દિવાળી પર ચીનને લગભગ 50 હજાર કરોડનું બિઝનેસ નુકસાન થયું છે. અગાઉ ભારતીય વેપારીઓ અને ખરીદદારો ઘણી વસ્તુઓ માટે ચાઈનીઝ ઉત્પાદનો પર નિર્ભર રહેતા હતા, પરંતુ આ વખતે તમામ નાના-મોટા વેપારીઓ અને કારીગરો સાથે મળીને નિર્ભરતા ઓછી કરી અને પોતે ઉત્પાદન કર્યું છે.

અનુમાનનો આધાર શું છે ?

ચીનને આ વ્યપારિક આંચકો કેવી રીતે અને કયા આધારે અંદાજવામાં આવ્યો તેના જવાબમાં, પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે વેચાણના આંકડા તેની સંશોધન પાંખ CAIT રિસર્ચ એન્ડ ટ્રેડ ડેવલપમેન્ટ સોસાયટી (CAIT Research & Trade Development Society) એટલે કે CRTDS દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાંથી એકત્રિત કરવામાં આવ્યા છે, જેમાં દેશના તમામ મોટા વેપાર કેન્દ્રોનો સમાવેશ થાય છે. ખંડેલવાલનો દાવો છે કે આવનારા સમયમાં ચીનને મોટો પડકાર આપવામાં આવશે, 50 હજાર કરોડના આંકડાને 1.5 લાખ કરોડ સુધી લઈ જવામાં આવશે.

કયા ઉત્પાદનોએ ચિત્ર બદલ્યું ?

CAITના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલ કહે છે કે દિવાળીના અવસર પર ખાસ કરીને લગભગ 35 થી 40% લોકો રમકડાં, ઈલેક્ટ્રીકલ ઉપકરણો અને એસેસરીઝ, રસોડાની વસ્તુઓ, ગિફ્ટ આઈટમ્સ, હોમ ફર્નિશિંગ, વાસણો, શૂઝ, ઘડિયાળો, ફર્નિચર, કપડાં, ફેશન એપેરલ જેવી વસ્તુઓ હતી. જે ચીનથી મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવતી હતી, પરંતુ આ વખતે દેશના નાના કારીગરો, કુંભારો, કારીગરો અને સ્થાનિક કલાકારોએ માટીના દીવાથી લઈને ડેકોરેટિવ આઈટમ, ગિફ્ટ આઈટમ વગેરે દેશમાં જ બનાવ્યા હતા અને લોકોએ ઉત્સાહથી આ વસ્તુઓની ખરીદી પણ કરી હતી.

સરકારને CAITની વિનંતી

CAITના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલનું કહેવું છે કે સરકારની પહેલ ખૂબ જ સારી છે પરંતુ સંપૂર્ણ આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે જરૂરી છે કે સરકાર રણનીતિ બનાવે અને ઉદ્યોગસાહસિકો સાથે તેમને પ્રોત્સાહિત કરે.

આ પણ વાંચો: આ ફટાકડાને સળગાવામાં આવે છે ત્યારે ન તો ધુમાડો થાય છે અને ન તો અવાજ આવે છે, પરંતુ ઉગે છે શાકભાજીના છોડ

આ પણ વાંચો: પાકિસ્તાનમાં 40 લાખથી વધુ હિન્દુઓ મનાવી રહ્યા છે દિવાળી, ઘર અને મંદિરોને રંગબેરંગી રોશનીથી સજાવ્યા

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati