યુએસ સંસદ ભવન પાસે ટ્રકમાં વિસ્ફોટકો હોવાની માહિતી મળી મળતા આસપાસના વિસ્તારો ખાલી કરાયા

અમેરિકાની રાજધાની વોશિંગટન ડીસીમાં શંકાશ્પદ ટ્રકમાં વિસ્ફોટ થયાની વાત સામે આવી છે

યુએસ સંસદ ભવન પાસે ટ્રકમાં વિસ્ફોટકો હોવાની માહિતી મળી મળતા આસપાસના વિસ્તારો ખાલી કરાયા
અમેરિકી સંસદ ભવન પાસે ટ્રકમાં વિસ્ફોટકો હોવાની માહિતી

યુએસ સંસદ ભવનની લાઇબ્રેરીની બહાર ગુરુવારે એક પિક-અપ ટ્રકમાં વિસ્ફોટકો હોવાના અહેવાલોની પોલીસ તપાસ કરી રહી છે અને બિલ્ડિંગની આસપાસનો વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો છે. કાયદા અમલીકરણ એજન્સીના બે અધિકારીઓએ આ માહિતી આપી.

નવીનતમ અપડેટ મુજબ, આસપાસની ઇમારતોને પોલીસે ખાલી કરાવી છે. અમેરિકી સંસદ ભવનમાં પોલીસે જણાવ્યું કે અધિકારીઓ કેપિટલની લાઇબ્રેરી પાસે શંકાસ્પદ વાહનની તપાસ કરી રહ્યા છે. આ ઇમારત સંસદ ભવન અને સુપ્રીમ કોર્ટની નજીક છે. નામ ન આપવાની શરતે અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસકર્તા સ્થળ પર છે અને એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ઉપકરણ વિસ્ફોટક હતું કે નહીં.

ટ્વિટર સંદેશમાં યુએસ કેપિટલ પોલીસે લોકોને “વિસ્તારથી દૂર રહેવાની” સલાહ આપી છે. પુસ્તકાલય કેપિટોલ અને હાઉસ ઓફિસ કોમ્પ્લેક્સ નજીક ઈન્ડિપેન્ડન્ટ એવન્યુ અને સેકન્ડ સ્ટ્રીટ એસઇમાં સ્થિત છે. બોમ્બ વિશે માહિતી મળ્યા બાદ પોલીસ અધિકારીઓએ કહ્યું કે લોકોએ શાંત રહેવું જોઈએ અને લોંગવર્થ હાઉસ ઓફિસ બિલ્ડિંગમાં મોકલવા માટે સંકુલમાં ટનલનો ઉપયોગ કરવો જોઈએ.

આ પણ વાંચો : UAEએ લગાવ્યો ઈન્ડિગોની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ, કોરોનાના નિયમોનું પાલન ન કરવાને કારણે લીધો નિર્ણય

આ પણ વાંચો :તાલિબાન સભ્યનું મોટું નિવેદન, અફઘાનિસ્તાનમાં લોકશાહી રહેશે નહીં, પહેલાની જેમ રાજ કરશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati