અમેરિકામાં ભીષણ ગરમીથી હાહાકાર, પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનની પ્રતિમા ગરમીમાં બરફની જેમ ઓગળવા લાગી- જુઓ Video

અમરિકામાં ગરમીનો પ્રકોપ એ હદે જોવા મળી રહ્યો છે કે પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકનની પ્રતિમા ગરમીમાં બરફની જેમ ઓગળવા લાગી છે. વોશિંગ્ટનની એક સ્કૂલ બહાર રાખવામાં આવેલી લિંકનની પ્રતિમાના અંગો ગરમીને કારણે નીચે પડવા લાગ્યા છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2024 | 7:15 PM

અમેરિકામાં ભીષણ ગરમીએ મચાવ્યો છે હાહાકાર. અમેરિકામાં ગરમીનો પ્રકોપ એ હદે જોવા મળી રહ્યો છે કે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની પ્રતિમા પણ ગરમીમાં પીગળી ગઇ. ફક્ત અમેરિકા જ નહીં પરંતુ વિશ્વના મહાન અને શ્રેષ્ઠત્તમ નેતાઓમાં જેની ગણના થાય છે તેવા અબ્રાહમ લિંકનની આ પ્રતિમા જૂઓ. વોશિંગ્ટનની એક સ્કૂલની બહાર રહેલી પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની મીણમાંથી બનાવેલી પ્રતિમા અસાધારણ ગરમીને કારણે પીગળી ગઇ. ગરમીને કારણે અબ્રાહમ લિંકનની પ્રતિમાના એક પછી એક ભાગો છૂટા પડી ગયા છે. માન્યામાં ન આવતુ હોય તો વીડિયોમાં આપ દૃશ્યો જોઈ શકો છો.સૌથી પહેલા મૂર્તિનું માથું ઓગળીને પડ્યું, ત્યારબાદ એક પગ ઓગળીને કપાઈ ગયો. જે બાદ બીજો પગ પણ ઓગળી ગયો. જે ખુરશીમાં તે બેઠાં છે તે પ્રતિમા ધીમે ધીમે ઓગળીને નીચે પડવા લાગી.

અમેરિકાના પૂર્વ પ્રમુખની મીણમાંથી બનાવેલી આ પ્રતિમાને ઓગળતી જોઇને સૌ કોઇ સ્તબ્ધ થઇ ગયા. જો કે તે પ્રતિમા બનાવનાર એન.જી.ઓ. કલ્ચર ડીસીએ કહ્યું કે અમે જાણી જોઇને પહેલાં લિંકનની પ્રતિમાનું માથું અલગ કરી નાંખ્યું હતું જેથી કરીને તે તૂટી ન જાય. સામાન્ય રીતે મીણ 140 ડીગ્રી ફેરનહીટે પીગળવું શરૂ થાય છે. 40 એકર કેમ્પ બર્કર નામે આ પ્રતિમાને સપ્ટેમ્બર સુધી સ્કૂલમાં રાખવાની હતી.

આ પહેલી વાર નથી બન્યું કે મૂર્તિ ઓગળી ગઈ હોય. આ મૂર્તિની સાથે- સાથે એક મીણબતી તરીકે પણ કામ કરે છે. આ મૂર્તિને ગયા ડિસેમ્બરમાં જ અહીં લગાવવામાં આવી છે. પહેલી મૂર્તિમાં લગભગ 100 મીણબત્તી હતી. જેને પ્રગટાવવામાં આવી હતી અને મૂર્તિ જરૂર કરતા વધારે ઓગળી ગઈ હતી. કલ્ચર ડીસીએ જણાવ્યું કે આ પ્રતિમા ગૃહયુદ્ધ દરમિયાન રેફ્યુજી કેમ્પના ઇતિહાસ પર રચવામાં આવી હતી. આ કેમ્પમાં ગુલામીમાંથી મુક્ત કરાયેલા આફ્રિકી ગુલામો રહેતા હતા. અબ્રાહમ લિંકન અમેરિકાના 16મા પ્રમુખ હતા. અમેરિકામાંથી ગુલામી પ્રથા સંપૂર્ણપણે દૂર કરવામાં લિંકનનું સૌથી મોટું અને મહત્વનું પ્રદાન છે. વર્ષ 1861થી 1865 વચ્ચે અમેરિકામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું. તેમાં પણ તેઓ વિજયી થયા હતા.

આજનું રાશિફળ તારીખ 30-06-2024
મની પ્લાન્ટથી શું નુકસાન થાય છે? જાણી લો
વરસાદની ઋતુમાં કયાં શાકભાજી ન ખાવા જોઈએ?
ફ્રિજમાંથી આવી રહી છે દુર્ગંધ ? તો દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ
વાઇન પીવાથી વધે છે ચહેરાની સુંદરતા ! જાણો કઈ રીતે
આજનું રાશિફળ તારીખ : 29-06-2024

અમેરિકાના ઘણા ભાગોમાં તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે. કેટલીયે જગ્યાએ તાપમાન 45 ડિગ્રીને પાર પણ પહોંચી ગયું છે. હવામાન વિભાગે મધ્ય અને પૂર્વીય વિસ્તારોમાં રહેતા લોકોને આ મહિનાની ગરમી માટે તૈયાર રહેવા ચેતવણી આપી છે અને સતર્ક રહેવા જણાવ્યું છે. આ પહેલા 1936 માં અમેરિકામાં ભારે ગરમી પડી હતી. ત્યારપછી ઈલિનોઈસમાં તાપમાન 37.7 ડિગ્રી અને નોર્થ ડકોટામાં 48.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું અને તેના કારણે લગભગ 5000 લોકોના મોત થયા હતા.

g clip-path="url(#clip0_868_265)">