Earthquake: ઇન્ડોનેશિયામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 6.0 તીવ્રતા માપવામાં આવી

સંવેદનશીલ વિસ્તાર ઈન્ડોનેશિયામાં (Indonesia) રિક્ટર સ્કેલ (Richter Scale) પર ભૂકંપની તીવ્રતા 6.0ની તીવ્રતા જણાવવામાં આવી રહી છે.

Earthquake: ઇન્ડોનેશિયામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 6.0 તીવ્રતા માપવામાં આવી
Earthquake in indonesia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 9:23 AM

ઈન્ડોનેશિયામાં  (Indonesia) વહેલી સવારે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. ધરતી ધ્રુજતાની સાથે લોકો ઘરની બહાર આવી ગયા હતા. મળતી માહિતી અનુસાર, રિક્ટર સ્કેલ (Richter Scale)પર ભૂકંપની તીવ્રતા 6.0ની તીવ્રતા જણાવવામાં આવી રહી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના જણાવ્યા અનુસાર, સવારે 6:53 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. NCSએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર સુલાવેસીથી 779 કિમી દૂર હતું.

એજન્સીના જણાવ્યા અનુસાર, ભૂકંપના કારણે અત્યાર સુધીમાં કોઈપણ પ્રકારના નુકસાન અંગે કોઈ માહિતી સામે આવી નથી. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લોકો ઘરોમાં સૂઈ રહ્યાં હતા, પરંતુ ધરતી ધ્રૂજતાની સાથે જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. તમને જણાવવું રહ્યું કે, ઈન્ડોનેશિયા ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. અવારનવાર ધરતીકંપોના કારણે જીવન અને સંપત્તિને વ્યાપક નુકસાન થયું છે. 2004માં આવેલા ભૂકંપના જોરદાર આફ્ટરશોક્સ પછી આવેલા સુનામીના મોજાએ અહીં ભારે વિનાશ સર્જ્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

તાઈવાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

ગયા મહિને તાઈવાનની રાજધાની તાઈપેઈમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી અનુસાર, રાજધાની તાઈપેઈથી લગભગ 182 કિલોમીટર દક્ષિણમાં ધરતી ધ્રૂજી ગઈ હતી. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7 ટકા નોંધવામાં આવી હતી.જ્યારે જાપાનની રાજધાની ટોકિયો નજીક આવેલા ભૂકંપમાં ભારે તારાજી સર્જાઈ હતી. ભૂકંપના કારણે બે લોકોના મોત થયા છે, જ્યારે 88 લોકો ઘાયલ થયા છે. ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ત્યાં બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી.

સત્તાવાળાઓ દ્વારા કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર સામાન્ય કરતાં 30 સેમી વધુ નોંધાયું હતું. જે બાદ ઉત્તર-પૂર્વ જાપાનના ભાગોમાં એક મીટર ઊંચા મોજાંની સુનામીની ચેતવણી વહેલી તકે હટાવી લેવામાં આવી હતી. ગુરુવારે રાત્રે અને સવાર સુધી આ વિસ્તારમાં નાના-મોટા આંચકા અનુભવાતા રહ્યા. તમને જણાવી દઈએ કે જાપાનમાં વારંવાર આવતા ભૂકંપના કારણે થનારી તબાહીથી બચવા માટે ઈમારતોમાં કડક નિયમો અપનાવવામાં આવે છે. દેશમાં નુકસાનના પ્રારંભિક અહેવાલો પ્રમાણમાં નાના દેખાયા હતા અને અધિકારીઓએ જણાવ્યું હતું કે પરમાણુ પ્લાન્ટમાં કોઈ અસાધારણતા નથી.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો Blast in Turkey: તુર્કીના ઈસ્તાંબુલમાં મોટો બ્લાસ્ટ, 10 લોકો ઈજાગ્રસ્ત, આસપાસના વિસ્તારમાં હડકંપ

આ પણ વાંચો : પાકિસ્તાનઃ કરોડો રૂપિયાની ગિફ્ટ વેચીને ઈમરાને કરી અયાશી ! હવે વિવાદ ઉભો થતા કહ્યું ‘મારી ગિફ્ટ, મારી મરજી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">